Science and Technology

વિજ્ઞાન અને ટેક્નોલોજી
પાઠ્યપુસ્તક આધારિત
-------------------------------------------------------
 (૧)   દિશા જાણવા માટે – હોકાયંત્ર હોકાયંત્રની શોધ (ચીન)
(૨)    ચૂંબકને પૃથ્વી પર મૂક્ત રીતે લટકાવતા – તે હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
(૩)    જેટલા વિસ્તારમાં ચૂંબક લોખંડની વસ્તુને આકર્ષી શકે છે. – તે વિસ્તારને ચૂંબકનુ ચૂંબકીય ક્ષેત્ર કહે છે.
(૪)    કાર્બોદિત પદાર્થ પર આયોડિનના દ્રાવણનું ટીપુ નાખવાથી – તે ઘેરાશ પડતા જાંબુડિયા રંગનું બને છે.
(૫)    ગળ્યા પદાર્થોમાં – કાર્બોદિત હોય છે.
(૬)    બીજને કાગળ પર ઘસવાથી – તેલ જેવા ડાઘ પડે છે. તે બીજ ચરવી ધરાવે છે.
ચરબી
Ø ચરબી યુક્ત પદાર્થો – ચીકણા હોય છે.
ચરબીવાળા પદાર્થો
સોયાબીન
મહુડો
૧૧
લવિંગ
રાઈ
એરંડા
૧૨
ઘી
અજમો
કપાસિયા
૧૩
માખણ
તજ
કાજુ
૧૪
તેલ
તલ
૧૦
બદામ
૧૫
મગફળી

(૧)    ચરબી શરીરમાં – શક્તિ ઉર્જા પૂરી પાડે છે.
(૨)    કોષ અને માંસપેશીઓની રચનામાં – ચરબી મહત્વનો ભાગ ભજવે છે.


(૩)    કાર્બોદિતની સરખામણીમાં ચરબી – બમણી કે તેથી વધુ શક્તિ ઉત્પન્ન કરે છે.
(૪)    શરીરને ગરમી પુરી પાડનાર – ચરબી
(૫)    વધારાની ચરબી શરીરમાં જમા થાય છે – તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે પોષણ મેળવવામાં આવે છે.
NaoH નુ દ્રાવણ – સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દ્રાવણ
CuSo4 નુ દ્રાવણ – કોપર સલ્ફેટનુ દ્રાવણ
પ્રોટિન
ખાદ્ય પદાર્થોમાંથી શું મળે છે – પ્રોટીન
·        પ્રોટીન પ્રાપ્ત થતુ હોય તેવા ખાદ્ય પદાર્થો :
દૂધ
ઈંડા
રાજમા
પનીર
માછલી
દરેક દાળમાંથી
સોયાબીનમાંથી સૌથી વધુ માત્રામાં પ્રોટીન મળી રહે છે.
કઠોળ બાફીને ખાવાથી તેમા રહેલું પ્રોટીન – સુપારય બને છે.
(૧)    કોષ અને પેશીના બંધારણ માટે જરૂરી – પ્રોટીન
(૨)    જૈવિક ક્રિયાઓનું નિયમન – પ્રોટીન
(૩)    સ્નાયુઓના સંકોચન માટે જરૂરી – પ્રોટીન
(૪)    કોઇ ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે – પ્રોટીન
(૫)    અંત:સ્ત્રાવોના બંધારણ માટે જરૂરી – પ્રોટીન
વિટામિન
v લીલા પાંદડાવાળા શાકભાજીમા – વિટામિન રહેલ છે.
v બ્રેડ પર જોવા મળતી ફુગને શું કહે છે – મોલ્ડ
શાકભાજીમાંથી મળતા ખનીજક્ષારોના આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, આયોડિન વગેરે તત્વો હોય છે.




વિટામિન
શેમાંથી મળે છે
તેનું મહત્વ અને ઉપયોગ
ઉણપથી થતા રોગો
A
ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલીના યકૃતનું તેલ (કોડલિવર ઓઈલ)
આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી
આંખોના રોગો જેવા કે રતાંધળાપણું. ત્વચાના રોગો
B
દૂધ, સોયાબીન, લીલા પાંદડાવાળા શાકભાજી, વટાણા, ઈંડા, માંસ, બટાટા, આખા ધાન્ય, ટામેટા, મગફળી, કઠોળ
જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી
બેરીબેરી
C
આમળા, લીંબુ, નારંગી, તથા અન્ય ખાટા ફળો
રોગ પ્રતિકારક શક્તિ માટેજરૂરી
સ્કર્વી
D
દૂધ, માછલી, સૂર્યના કિરણોમા
હાડકાની વૃધ્ધિ માટે જરૂરી
સુકતાન
E
લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, માખણ, ટામેટા
કોષોની અખંડતા જાળવવામા
પાંડુરોગ
K
ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા
રક્તના સંવર્ધનમા મદદ કરે છે
યકૃતના રોગો થાય



ખનીજ ક્ષારમાંનું તત્ત્વ
કયા પદાર્થોમાંથી મળે છે.
મહત્વ
કેલ્શિયમ
દૂધ, લીલા શાકભાજી, છાશ, દહી
હાડકાના બંધારણમાં
લોહતત્વ (આયર્ન)
માંસ, સૂકામેવા, લીલા પાંદડાવાળા શાકભાજી
હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે.
ફોસ્ફરસ
દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી
હાડકાના ઘડતર માટે જરૂરી
સલ્ફર
લીલા શાકભાજી, ડુંગળી
શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે
આયોડિન
દરિયાઈ ખોરાક, આયોડિનયુક્ત મીઠું
ઉણપથી ગોઈટર (ગલગંડ) થાય

શરીરના વજનનો આશરે – ૭૦ ટકા ભાગ પાણીને આભારી છે.
ખોરાકમાં – પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનીજક્ષારો, વિટામિન વગેરે ઘટકો આવેલા હોય તેવા ખોરાકને સમતોલ આહાર કહેવાય.
દૂધના ખોરાકમાં – મોટા ભાગના ઘટકો આવેલા હોય – તેથી દૂધને આપણે સંપૂર્ણ આહાર કહી શકીએ.
ખોરાક સમતોલ ન હોય – શરીરને જરૂરી પોષક તત્વોની ખોટ પડે – તેને કારણે રોગ લાગુ પડે છે તેને – કુપોષણ કહી શકાય.

ક્રમ
પોષક તત્વોની ઉણપ
ત્રુટિજન્ય રોગ
પ્રોટીન
મેરેસ્મસ, કવોશિયોરકોર
આયોડિન
ગોઈટર
આયર્ન
એનીમિયા
વિટામિન
રતાંધળાપણું, એનીમિયા, પેલાગ્રા, બેરીબેરી, સ્કર્વી, રિકેટસ, રક્તસ્ત્રાવ

(૧)   વડમાં જોવા મળતી વડવાઈઓ – અવલંબન મૂળ વનસ્પતિને શું કહે છે – ઉત્પાદક
(૨)   બટાટા, આદુ અને સુરણ ખોરાકનો સંગ્રહ કરતા ભૂમિગત પ્રકાંડ છે.
(૩)   વનસ્પતિ ૨૪ કલાક શ્વસન ક્રિયા કરે છે.
(૪)   વનસ્પતિ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે.
(૫)   વનસ્પતિના પર્ણમા સુક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. જેને પર્ણરંધ્ર કહે છે. પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ પાણીની બાષ્પ બહાર કાઢે છે.  
(૬)   સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાના કાર્બન ડાયોક્સાઈડ વાયુનો અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે.
v પર્ણના સામાન્ય કાર્ય
(૧)       શ્વસનક્રિયા
(૨)       બાષ્પોત્સર્જનની ક્રિયા
(૩)       પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી – ખોરાક બનાવે
v પર્ણનાં વિશિષ્ટ કાર્યો
૧.   ખોરાકનો સંગ્રહ કરે છે.
૨.   રક્ષણ કરે છે.
(૧) પાણીમાં હાઈડ્રોજન અને ઓક્સિજન તત્વો હોય છે. હાઈડ્રોજન વાયુ દહનશીલ છે – જે ધડાકા સાથે સળગે છે. 
(૨) ઓક્સિજન વાયુ દહનપોષક છે – જે વસ્તુને સળગાવામાં મદદરૂપ બને છે.
(૩) પાણી હાઈડ્રોજન અને ઓક્સિજન તત્વોનું વિદ્યુત વિભાજન બનેલું સંયોજન છે.
૧.   ટી. ડી. એસ. (T.D.S.)= ટોટલ ડિઝોલ્વડ સોલિડ    
૨. T.D.S. નો એકમ –PPM
૩.   PPM = પાર્ટ પ્રતિ મિલિયન

(૧) 0 PPM થી 50 PPM = આદર્શ પાણી
(૨) 50 PPM થી 100 PPM = ઝરણા કે કાર્બન ફિલ્ટરનું પાણી
(૩) 101 PPM થી 200 PPM = સામાન્ય નળનુ પાણી
(૪)   201 PPM થી 400 PPM = કઠિન પાણી
(૫)   401 PPM થી 500 PPM = વધારે ક્ષારવાળુ પાણી
(૬)   500 PPM થી ઉપર પીવા માટે હાનિકારક
v આપણે પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે પાણી ખરેખર પીવા લાયક છે કે નહી તે ચકાસવા માટે નીચેની સંસ્થા તથા સિસ્ટમ અપનાવવામાં આવે છે.
વાસ્મો (wasmo)= વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન
v આર. ઓ. પ્લાન્ટ = રિવર્સ ઓસ્મોસીસ પ્લાન્ટ
પાણી માંથી દ્રાવ્ય ક્ષારોને છુટા પાડવાની ક્રિયાને – રિવર્સ ઓસ્મોસીસ કહે છે.
v હાઈડ્રોઝન અને ઓક્સિજનનુ રાસાયણિક સૂત્ર –H2O
લોહીમાં ૯૦% પ્રમાણ – હાઈડ્રોજન અને ઓક્સિજન
v જમીનનો આંક –PH
પાકને અનુકુળ જરૂરી પોષક ઘટકોની હાજરીવાળી જમીનને ફળદ્રુપ જમીન કહે છે.
v કોષની સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક – રોબર્ટ હુડ
v કોષની અંદરની રચનાના ભાગ – ૨
૧.         કોષકેન્દ્ર
૨.         કોષરસ
(૧)       કોષકેન્દ્ર :-
Ø રંગસૂત્રો, કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રરસ
Ø કોષકેન્દ્ર એ કોષમા ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે.
(૨)       કોષરસ :-
Ø (વિવિધ અંગીકાઓ), અંત:કોષરસજાળ, રસધાની, રિબોઝોમ ગોલ્ગીકાય, લાયસોઝોમ, કણાભસૂત્ર, તારાકેન્દ્ર, કોષરસપટલ, કોષદિવાલ
Ø કોષરસ એ જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર છે.
૧.         સજીવનો પાયાનો એકમ – કોષ
૨.         વિવિધ કોષોનો સમૂહ – પેશી
૩.         વિવિધ પેશીઓનો સમૂહ – અવયવ
૪.         અનિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલ અવયવોનો સમૂહ – તંત્ર
v એકકોષી સજીવ – અમીબા
v ઝડપ – કાપેલું અંતર/તે માટે લાગતો સમય
Ø ઝડપનો એકમ – મીટર/સેકન્ડ
v પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને – બળ કહે છે.
v બળના પ્રકાર
Ø (૧) સ્નાયુબળ (૨) ચૂંબકીય બળ (૩) ગુરુત્વાકર્ષણ બળ (૪) ઘર્ષણ બળ
v મુખ ગૃહમાં આવેલી લાળ – ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
Ø જેમાં ટાઈલીન નામનો ઉત્સેચક હોય છે.
v મુખગૃહમાં ખોરાકના કોળિયામા  રહેલા સ્ટાર્ચનું પાચન થાય છે.
Ø જઠર એટલે હોજરી
v જઠરની દિવાલમાંથી જઠરરસ ખોરાકમાં ભળે છે.
Ø પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
v નાના આંતરડાની શરૂઆતના ભાગને – પકવાશય કહે છે.
Ø પકવાશયમાં યકૃતમાંથી ઉત્પન્ન થતો પિતરસ અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુપિંડરસ ભળે છે.
Ø નાના આંતરડાની લંબાઈ – ૭ મીટર
v સહાયક પાચન અંગો – યકૃત, સ્વાદુપિંડ
v હવાના કારણે નાકમાં શ્લેષમ નામનો ચીકણો પદાર્થ અને વાળ હોય છે.
Ø હવાથી શ્વાસનળી પર ‘C’ આકારની કૂર્ચાની કડીઓ બનેલી હોય છે.
Ø શ્વાસવાહિકા મારફતે હવા વાયુકોષ્ઠો સુધી પહોંચે છે.
Ø વાયુકોષ્ઠોની અંદર હવાથી રૂધિર ઓક્સિજન લે છે.
v રૂધિરનું શરીરમાં વહન થવાની ક્રિયાને – રૂધિરાભિસરણ કહે છે.
Ø રૂધિરનું વહન – હ્રદય, ધમની, શિરા અને કેશિકાઓ દ્વારા થાય છે.
v હદયનું કદ – માણસની મુઠ્ઠી જેટલું
v હદય કુલ – ૪ ખંડોનું બનેલુ છે.
v ધમની – રૂધિર હદયમાંથી દબાણપૂર્વક નલિકાઓ શરીરના વિવિધ અંગોમાં લઈ જાય છે.
Ø ધમની દ્વારા ઓક્સિજન યુક્ત રૂધિર દબાણ પૂર્વક આગળ વધે છે.
Ø ધમનીમા રૂધિર ચળકતુ અને લાલ દેખાય છે.
Ø ધમનીમાં વાલ્વ હોતા નથી.
v શિરા – રૂધિર શરીરના વિવિધ ભાગોમાંથી હદય તરફ લઈ જતી નલિકા
Ø શિરામાં અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે.
v જમણા કર્ણકનું સંકોચન થતા ત્રિદલ વાલ્વ ખૂલે છે.
v ડાબા ક્ષેપકનું સંકોચન થતા તેમાંથી રૂધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
v પુન: પ્રાપ્ય ઉર્જાસ્ત્રોત
Ø આ ઉર્જા સ્ત્રોત અખૂટ છે.
Ø આવા ઉર્જાસ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોય છે.
v પુન: અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોત
Ø ખનીજ કોલસો :- કોલસામાંથી વાયુરૂપ બળતણ મેળવીને ઉર્જા કટોકટીમાં રાહત મેળવી શકાય.
Ø આ ઉર્જાસ્ત્રોતમાંથી પ્રદૂષણ ફેલાય છે.
v CNG – Compressed Natural Gas
v LPG – Liquified Petroleum Gas
v પરમાણિક ઉર્જા :- યુરેનિયમ જેવા ભારે તત્વના પરમાણુના વિખંડનથી વિપૂલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળે છે જેને પ્રમાણિક ઉર્જા કહે છે.
v પવનચક્કીઓ રાખીને વિપુલ પ્રમાણમાં વિદ્યુતઉર્જા મેળવી શકાય છે આવા વિસ્તારને વિન્ડફાર્મ કહે છે.
v પવનચક્કીના કાર્ય માટે પવનની ગતિ ઓછામાં ઓછી ૧૬ કિ.મી/કલાક હોવી જોઈએ.
v જળઉર્જાને ટર્બાઈન યાંત્રિક ઉર્જામાં ફેરવે છે.
v સૌરઉર્જાના દ્રવ્ય સ્વરૂપને જૈવભાર કહે છે.
v જૈવભારના ઉપયોગથી હવાનું પ્રદુષણ ફેલાય છે.
v પૃથ્વીના પોપડાની નીચે ખડકો તેમજ વિવિધ ખનીજો પીગળેલી અવસ્થામાં હોય છે. જેને લાવારસ કહે છે.
v ઉર્જાસ્ત્રોત તરીકે ઉપયોગ :- મિથેનોલ, ઈથેનોલ, બાયો ડિઝલ અને હાઈડ્રોજન.
v વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને – વિદ્યુત પરિપથ કહે છે.
v જો સેલના બન્ને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય તેવા પરિપથને બંધવિદ્યુત-પરિપથ કહે છે.
v જો સેલના બંને છેડા કે બલ્બના બંને છેડા પૈકી કોઇ પણ એક છેડો છુટો હોય તો તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે.
Ø સ્વિચ સામાન્ય સ્થિતિમાં (OFF)– ખુલ્લો વિદ્યુત પરિપથ
Ø સ્વિચ ચાલુ સ્થિતિમાં (ON)– બંધ વિદ્યુત પરિપથ
v જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત અવાહક પદાર્થ છે.
v એમ.સી.બી. (MCB)– ઘર ઓક્સિજન વીજ પરિપથમાં શોર્ટ સર્કિટથી બચવા માટે MCB નો ઉપયોગ થાય છે.
v વેમ્પાયર પાવર – કેટલીક વખત ટી.વી. કે કમ્પ્યુટર જેવા વિદ્યુત ઉપકરણોની સ્વિચ બંધ કરવાના બદલે તેને રીમોટ વડે કે અન્ય રીતે બંધ કરાય છે.
v આધાર બિંદુની આસપાસ મુક્ત રીતે કરી શકે તેવા મજબુત દંડને ઉચ્ચાલન (લીવર) કહે છે.
v જ્યારે પદાર્થના દ્રવ્યનો જથ્થો બદલાય ત્યારે જ પદાર્થનું દળ બદલાય છે.
Ø દરેક જગ્યાએ પદાર્થના દળનું મુલ્ય એકસરખુ રહે છે.
Ø ૧ કિલોગ્રામ = ૧૦૦૦ ગ્રામ
Ø ૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
Ø ૧ શેર = ૫૦૦ ગ્રામ
Ø ૧ મણ = ૨૦ કિલોગ્રામ
Ø ૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
v કોઇપણ સ્થળે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે સ્થળે તે પદાર્થનું વજન કહે છે.
Ø G નો એકમ –m/sec2
Ø G નુ મૂલ્ય – ૯.૮ m/sec2
v પૃથ્વી કરતા ચંદ્ર પરના ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ લગભગ છઠ્ઠા ભાગ જેટલુ હોવાથી પૃથ્વી પર ૬૦ N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ૧૦ N જેટલુ જ થાય.
Ø પૃથ્વી વિષુવવૃત આગળ સહેજ ઉપસેલી અને ધ્રુવપ્રદેશ આગળ સહેજ ચપટી છે.
Ø પૃથ્વીના કેન્દ્ર આગળ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય હોય છે.
Ø જેમ જેમ પૃથ્વીના કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધતુ જાય છે.
Ø વિષુવવૃત પરનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી પ્રમાણમા દૂર હોવાથી ત્યા તેનું વજન ઓછુ થાય છે.
v ધ્રુવ પ્રદેશ પરનો તે જ પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી પ્રમાણમાં નજીક હોવાથી ત્યા તેનું વજન વધુ થાય છે.
v કોઇપણ પાત્રની પ્રવાહીને સમાવવાની ક્ષમતાને પાત્રની ધારકક્ષા કે ગુંજાશ કહે છે.
Ø ૧ ઘનમીટર – ૧૦,૦૦,૦૦૦ ઘનસેમી
Ø ૧ લિટર – ૧૦૦૦ મિલીલિટર
Ø ૧ લિટર – ૧૦૦૦ ઘનસેમી
Ø ૧ મિલીલિટર – ૧ ઘનસેમી (1 cm3)
v લઘુતમ માપશક્તિ :- કોઇપણ પાત્રના ઓછામા ઓછા પ્રવાહીના કદ માપવાની શક્તિને તે પાત્રની લઘુતમ માપ શક્તિ કહે છે.
v લઘુતમ માપશક્તિ :- બે ક્રમિક મોટા અંક વચ્ચેનું માપ
બે ક્રમિક મોટા અંક વચ્ચે આવેલ નાના ભાગની સંખ્યા
v તરળતાનો સિધ્ધાંત – આર્કિમિડીઝ
v સમઘનનું કદ – લંબાઈ X લંબાઈ X લંબાઈ
v લંબઘનનું કદ – લંબાઈ X પહોળાઈ X ઉંચાઈ
v ઘનતા – પદાર્થના દળ અને કદના ગુણોત્તરોને ઘનતા કહે છે.
Ø ઘનતા = દળ
    કદ
v       પદાર્થનું નામ                                 ઘનતા (ગ્રામ/ઘનસેમી)
બરફ                                          ૦.૯૨
પાણી (શુધ્ધ)                               ૧.૦૦
દરિયાનુ પાણી                              ૧.૦૩
લોખંડ                                        ૭.૮
સીસું                                          ૧૧.૮
પારો                                          ૧૩.૬
શુધ્ધ સોનું                                   ૧૯.૩
v જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી તે આભાસી પ્રતિબિંબ છે.
પ્રતિબિંબોની સંખ્યા =                  ૩૬૦                               
                                           બે અરીસા વચ્ચેનો ખૂણો  -૧
v અંતર્ગોળ અરીસો :- કેટલાક અરીસાની અંદર સપાટી ચળકતી કરવામાં આવે છે. જ્યારે બહારની સપાટી પર રંગ કરી દેવામાં આવે છે. આવા વક્ર અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે.
v બહિર્ગોળ અરીસો :- કેટલાક અરીસાની બહારની સપાટી ચળકતી કરવામાં આવે છે. જ્યારે અંદરની વક્રસપાટી પર રંગ કરવામાં આવે છે. આવા વક્ર અરીસાને – ગાડી અથવા બાઈકનો સાઈડ ગ્લાસ
v આપણી આસપાસ બનતા અમૂક પાયાના એકમોને તત્વ કહે છે.
તત્ત્વોની સંખ્યા = ૧૧૮





ક્રમ
નામ
સંજ્ઞા
ક્રમ
નામ
સંજ્ઞા
ક્રમ
નામ
સંજ્ઞા
હાઈડ્રોજન
H
ઓક્સિજન
O
૧૫
ફોસ્ફરસ
P
હિલિયમ
He
ફ્લોરિન
F
૧૬
સલ્ફર
S
લિથિયમ
Li
૧૦
નિયોન
Ne
૧૭
ક્લોરિન
Cl
બેરિલિયમ
Be
૧૧
સોડિયમ
Na
૧૮
આર્ગાન
Ar
બોરોન
B
૧૨
મેગ્નેશિયમ
Mg
૧૯
પોટેશિયમ
K
કાર્બન
C
૧૩
એલ્યુમિનિયમ
Al
૨૦
કેલ્શિયમ
Ca
નાઈટ્રોજન
N
૧૪
સિલિકોન
Si





v પરમાણુ તત્વનો બંધારણ એકમ છે.
v નિષ્ક્રિય વાયુઓ
Ø હિલિયમ, નિયોન, આર્ગોન
v 2 mg + O2 = 2 mgo
v 2 H2 + O2 = 2 H2O

ક્રમ
નામ
રાસાયણિક નામ
અણુસૂત્ર
ખાંડ
સુકોઝ
C12H22O11
મીઠું
સોડિયમ ક્લોરાઈડ
Nacl
ગ્લુકોઝ
ગ્લુકોઝ
C16H12O6
ખાવાના સોડા
સોડિયમ બાયકાર્બોનેટ
NaHCO3
ધોવાનો સોડા
સોડિયમ કાર્બોનેટ
Na2CO3 . 10H2O
મોરથુંથું
કોપર સલ્ફેટ
CuSo4 . 5H2O
કોસ્ટિક સોડા
સોડિયમ હાઈડ્રોક્સાઈડ
NaOH
પાણી
-
H2O
v નીચેનામાંથી .................... તત્વ છે.
Ø ઓક્સિજન
v માથાના હાડકા
Ø ૮+૧૪ = ૨૨ હાડકા હોય છે.
v છાતીનું પિંજરુ
Ø ૧૨ જોડ પાંસળી અને ૧ મુખ્ય હાડકું
Ø કુલ હાડકા – ૨૫
v કરોડસ્તંભ
Ø કરોડરજ્જુનું રક્ષણ કરે છે.
Ø તેમાં કુલ હાડકા – ૩૩
v હાથ
Ø હાથમાં કુલ હાડકા – ૩૦
Ø પંજામા હાડકા – ૧૯
v પગ
Ø કુલ હાડકા – ૩૦
Ø સાથળનું હાડકું સૌથી લાંબુ અને મજબુત હોય છે.
v સ્કંધમેખલા
Ø કુલ હાડકા – ૪
v નિતંબમેખલા
Ø હાડકા – ૨
v કાન
Ø કુલ હાડકા – ૬
v તાળવાનુ હાડકુ – ૧
v મનુષ્યના હાડપિંજરમા કુલ હાડકા – ૨૧૩
v પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ એટલે ઉષ્મા ઉર્જા
v પારો એ પ્રવાહી ધાતુ છે.
Ø C– સેલ્સિયસ
Ø F– ફેરનહીટ
v સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન
Ø 37.C અથવા 98.6.F

પદાર્થનું નામ
ગલનબિંદુ
ઉત્કલનબિંદુ
બરફ
OC
100C
પારો
-39 C
357C
જસત
419C
907C
તાંબુ
1184C
2562C
એલ્યુમિનિયમ
660C
2467C
સોનું
1065C
2807C
લોખંડ
1535C
2750C

Ø કાર્બન મોનોક્સાઈડ –Co
Ø સલ્ફર ડાયોક્સાઈડ –S02
Ø હાઈડ્રોજન સલ્ફાઈડ –H2S
Ø કાર્બન ડાયોક્સાઈડ –CO2
v વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનુ પ્રમાણ = 0.04%
v સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજનના ઓક્સાઈડ ભેજમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે.
v હવામાં પ્રદુષણ માપવાનો એકમ –PPM
v બુધ
Ø સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ – બુધ
Ø દિવસ-રાત લાંબા
v શુક્ર
Ø સૌથી તેજસ્વી ગ્રહ
Ø વાતાવરણ છે.
v પૃથ્વી પર પાણી કયા સ્વરૂપે જોવા મળે છે – પ્રવાહી
v મંગળ – લાલ રંગનો ગ્રહ
v ગુરુ
Ø સૌથી મોટો ગ્રહ
Ø પૃથ્વી કરતા ૧૩૧૭ ગણો મોટો છે.
Ø વ્યાસ – પૃથ્વી કરતા ૧૧ ગણો
Ø દળ – પૃથ્વી કરતા ૩૧૮ ગણુ
v શનિ
Ø પીળાશ પડતો રંગ ધરાવે છે.
Ø સૌથી સુંદર ગ્રહ છે.
v પૃથ્વી
Ø સજીવ સૃષ્ટિ ધરાવે છે.
v યુરેનસ
Ø પાતળા વલયો – હાઈડ્રોજન અને એમોનિયા વાયુઓ છે.
v નેપચ્યુન
Ø અત્યંત પાતળા વલયો
Ø હાઈડ્રોજન અને હિલિયમ વાયુઓ છે.
v પ્લુટો
Ø સૌથી દુરનો ગ્રહ
Ø અંધારિયો ગ્રહ
Ø વામનગ્રહ તરીકે ઓળખાય છે.
v શુક્ર અને બુધ સિવાયના તમામ ગ્રહો ઉપગ્રહો ધરાવે છે.
v ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે.
v મોટા ભાગના ધૂમકેતુઓ પ્લુટોને પેલે પાર આવેલા ઉર્ટના વાદળમાંથી છૂટા પડે છે.
v હેલી નામના ધૂમકેતુનો આવાર્તકાળ લગભગ ૭૬ વર્ષનો છે.
Ø આ ધૂમકેતુનો ફોટોગ્રાફ ૧૯૧૦ માં લેવાયેલ છે.
Ø આ હેલીનો ધૂમકેતુ ૧૯૮૬ માં દેખાયો હતો. (અને હવે ૨૦૬૨ માં દેખાશે.)
v ખગોળશાસ્ત્રમાં અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટેનો એકમ – પ્રકાશવર્ષ
Ø ૧ પ્રકાશવર્ષ = ૯.૪૬ X ૧૦૧૨ કિલોમીટર
v વાઘ
Ø ભારતનુ રાષ્ટ્રીય પ્રાણી છે.
Ø શક્તિશાળી અને માંસાહારી પ્રાણી છે.
v સિંહ
Ø ગુજરાત રાજ્યનુ રાજ્યપ્રાણી છે.
Ø સિંહને વનનો રાજા કહેવામાં આવે છે.
v ભયમાં મૂકાયેલા ૮ સસ્તન પ્રાણીઓ પૈકી એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે.
Ø ઘુડખર (જંગલી ગધેડા) કચ્છના રણમાં જોવા મળે છે.
v ભારતમાં પશ્ચિમ બંગાળમાં સુંદરવનમા વાઘનુ અભયારણ્ય આવેલું છે.
v રેવા, મધ્યપ્રદેશમાં સફેદ વાઘ જોવા મળે છે. (એલ્બિનો)
v ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયો છે.
v દુનિયાનું સૌથી ઉંચુ સસ્તન પ્રાણી – જિરાફ
Ø જિરાફ – આફ્રિકામાં જોવા મળે છે.
v ગુજરાતમાં ૪ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો
Ø અભયારણ્યો – ૨૩
v ભારતનું કદમાં સૌથી મોટુ પક્ષી – સારસ
v ગીધ
Ø શિકારી પક્ષી છે.
Ø વિશ્વસ્તરે – ૧૫ જાતિઓ
Ø ગુજરાતમાં – ૬ જાતિઓ
v ઘોરાડ
Ø ઘાસિયા પ્રદેશમાં રહે છે.
Ø આ પક્ષી રાજસ્થાનનું રાજ્યપક્ષી (સ્ટેટ બર્ડ) છે.
Ø ગુજરાતમાં કચ્છનું લાલાઘોરાડ અભયારણ્ય ખાસ આ પક્ષી માટે જાહેર કરેલ છે.
v ગુજરાતમાં પાંચ પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે.
v ભારતની સૌથી મોટી એવીયરી (પક્ષીગૃહ) – ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર
Ø વિશ્વ જલપ્લાવિત દિવસ – ૨ ફેબ્રુઆરી
Ø વિશ્વ ચકલી દિવસ – ૨૦ માર્ચ
v વિશ્વમાં પક્ષીઓની કુલ પ્રજાતિયો – ૯૦૦૦
Ø ભારતમાં – ૧૨૩૦ પ્રજાતિયો
Ø ગુજરાતમાં – ૪૭૯ પ્રજાતિઓ
v ચામાચીડિયા કે કાનકડિયા અને વનવાગોળ સસ્તન વર્ગના પ્રાણીઓ છે.
v શાર્ક માછલીના લીવરમાંથી તેલ નીકળે છે તે હવામાં શાર્કફિરોલ અથવા શાર્ક કેપ્સ્યુલમાં વપરાય છે.
v સૌથી લાંબી ડોલ્ફિનને કીલર વ્હેલ અથવા આર્કા કહેવામાં આવે છે.
v ચેરની છાલ અથવા ટુકડા કરીને તેમાંથી ટેબીન નામનું તત્વ કાઢી શકાય છે.
v કાનવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે.
Ø જ્યારે કાનની જગ્યાએ મીંડા (છિદ્રો) હોય તેવા પ્રાણીઓ ઈંડા મૂકે છે.
v હોઠથી પાણી પીતા હોય તેવા મોટા ભાગના પ્રાણીઓ શાકાહારી હોય છે.
v જીભથી પાણી પીતા હોય તેવા મોટા ભાગના પ્રાણીઓ માંસાહારી હોય છે.
v સપ્તર્ષિ તારાજૂથ
Ø સપ્તર્ષિ તારાજૂથ ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન દેખાય છે.
Ø આ તારાજૂથના તારાઓના નામ મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે.
v શર્મિષ્ઠા તારાજૂથ
Ø આ તારાજૂથ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન દેખાય છે.
v ધ્રુવનો તારો
Ø આ તારો હંમેશા ઉત્તર દિશામાં જ દેખાય છે.
v મૃગ તારાજૂથ
Ø આ તારાજૂથ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન દેખાય છે.
v સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે.
Ø બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન
Ø આ પૈકી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઇ શકાય છે.
v પ્લુટો પહેલા નવમાં ગ્રહ તરીકે ઓળખાયો પરંતુ તેને ગ્રહ ન કહેતા વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.
v ઉષ્મા – સંચરણની ત્રણ રીત
Ø (૧) ઉષ્માવાહક
Ø (૨) ઉષ્માનયન
Ø (૩) ઉષ્માવિકિરણ
v ઓક્સિજન વાયુ કોઇપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે.
v કાર્બન ડાયોક્સાઈડ વાયુ ચૂનાના નીતર્યા  પાણીને દુધિયું બનાવે છે.
v ગતિમાન હવાને પવન કહે છે.
Ø હવા એ દળ ધરાવે છે.
v પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે.
v ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત – સૂર્યઉર્જા
Ø સૂર્યઉર્જાનો સૌથી અગત્યનો અતુટ અને મુખ્ય સ્ત્રોત સૂર્ય છે.
v પર્યાવરણમાં આવતા તમામ સજીવોને જૈવિક ઘટકો કહે છે.
Ø હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન વગેરે પર્યાવરણને અસર કરનારા અજૈવિક ઘટકો છે.
v ચૂંબકની શોધ :-
Ø ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં મેંગ્નસ નામનો ભરવાડ હતો. તેને બુટના ખીલા તેમજ લાકડીની ખોળી ચોટી ગ્યા તેથી તેણે આ પ્રદેશ સૌને બતાવ્યો.
Ø મેગ્નેશિયા પ્રદેશમાંથી મળી આવતો આ પદાર્થ – મેગ્નેટ તરીકે ઓળખાયો.
v ચૂંબકના વિવિધ આકારો :-
(૧) ગજીયો ચૂંબક
(૨) નળાકાર ચૂંબક
(૩) ઈંડાકાર ચૂંબક                     
(૪) ઘોડાની નાળ આકારનું ચુંબક
(૫) સોયાકાર ચૂંબક
(૬) કંકણાકાર ચૂંબક
v જગદીશચંદ્ર બોઝ નામના ભારતીય વૈજ્ઞાનિકે શોધ્યુ છે કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ થાય છે.
v કેટલાક પદાર્થો ભુરા લિટમસપત્રને લાલ બનાવે છે. આ પદાર્થોને એસિડ કહે છે.
v એસિડના ગુણધર્મો
Ø ભુરા લિટમસપત્રને લાલ બનાવે
Ø સ્વાદે ખાટા હોય છે.
v એસિડના ઉપયોગો
Ø રસોઈ બનાવવામા
Ø ટાઈલ્સ સાફ કરવા માટે
v વેલ્કોની શોધ કરવાની પ્રેરણા તેના શોધક જ્યોર્જ-દ-મસ્ત્રેલને “કુંતારયું લાંબુ” નામના ઘાસના બીજ પરથી મળી હતી.
વિશ્વ પાણી દિન – ૨૨ માર્ચ
v પર્ણમા જોવા મળતી દોરી જેવી રચનાને શિરા કહે છે. અને તેમની ગોઠવણીને શિરાવિન્યાસ કહેવાય છે.
v હવામાના ધુળના રજકણોની આસપાસ પાણીના ટીપા જામે છે અને વાદળ બંધાય છે.
v લંબાઈના માપનનો પ્રમાણભુત એકમ – મીટર
Ø ૧૦ મિલીમીટર = ૧ સેન્ટિમીટર
Ø ૧૦૦૦ મિમી = ૧૦૦ સેમી = ૧ મીટર
Ø ૧૦૦૦૦૦ સેમી = ૧૦૦૦ મીટર = ૧ કિલોમીટર
v ૧ પ્રકાશવર્ષ = ૯.૪૬ X ૧૦૧૨ કિમી

(૧) અવાજ ફેલાવા માટે માધ્યમ જરૂરી છે.
(૨) શૂન્યાવકાશમાંથી અવાજ પ્રસાર થતો નથી.
v ત્રિભુવનદાસ ગજ્જર
(૧) પ્લેગ રોગની દવા આયોડિન ટરક્લોરાઈડની શોધ
(૨) મોતીને સાફ કરવાની પધ્ધતિની શોધ
(૩) વડોદરા ખાતે એલેમ્બિક વર્કસની સ્થાપના
v પૃથ્વીની સપાટીથી આશરે ૮૦૦ કિમી સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
Ø ૧ ચો.સેમી ભાગ પર ૯.૮ ન્યુટન જેટલું હવાનું વજન લાગે છે.
v (૧) હવાનુ દબાણ માપવા માટેના સાધનને – બેરોમીટર
v (૨) હવાનુ દબાણ માપવાનો એકમ- બાર
v પૃપ્પના દલપત્રો અને વજ્રપત્રોની સંખ્યા ફિબોનાકી સીરિઝના આંક અનુસાર હોય છે.
v દલચક્ર ફુલમણિ કે પૃપ્પમણિના નામે પણ ઓળખાય છે.
v પુંકેસરના ઉપરના ભાગે પરગાસય આવેલો હોય છે.
Ø પરગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે.
v મોટા ભાગે એક પૃપ્પમા એક જ સ્ત્રીકેસર હોય છે.
v હાઈડ્રોપોનિક્સ
Ø હાઈડ્રો એટલે પાણી
Ø પોનિકસનો અર્થ જહેમત કે શ્રમ
v સુક્ષ્મજીવોના પ્રકાર
Ø (૧) ફુગ           (૨) પ્રજીવ           (૩) બેક્ટેરિયા       (૪) વાઈરસ         (૫) લીલ
v બિલાડીનો ટોપ એ એક પ્રકારની ફુગ છે. – મશરૂમ
v પેનિસિલિન જેવી ફુગ એન્ટિબાયોટિક દવાઓ બનાવવા
v (૧) અમીબા એમેબિક મરડો થવા માટે જવાબદાર છે.
v (૨) પ્લાઝમોડિયમ નામનુ પ્રજીવ મેલેરિયા થવા માટે જવાબદાર છે.
ક્રમ
બેક્ટેરિયા
રોગ
વિબ્રિયોકોલેરી
કોલેરા
કોરીન બેક્ટેરિયમ ડિપ્યેરી
ડિપ્થેરિયા
માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસીસ
ક્ષય (ટી.બી.)
સાલ્મોનેલા ટાઈકી
ટાઈફોઈડ
માઈક્રોબેક્ટેરિયમ લેપ્રી
રક્તપિત (લેપ્રેસી)
v TMV– ટોબેકો મોઝેઈક વાઈરસ
v હડકવાની રસીના શોધક – લુઈ પાશ્વર
v શીતળાની રસીના શોધક – એડવર્ડ જેનર
v ચામડીનો રોગ મેલેનિનના પ્રમાણ પર આધારીત છે.
v યાંત્રિક ઉર્જા = સ્થિતિ ઉર્જા + ગતિ ઉર્જા
v વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે.
v વરાહ મિહિર નામના ભારતીય વૈજ્ઞાનિક જે-તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરી કયાં ખોદવાથી પાણી નીકળશે અને કયાં ખોદવાથી કુદરતી તેલ નીકળશે તે કહી શકતા હતા.

v શ્વાસ લેવા સિવાયની અન્ય કોઇપણ દેહધાર્મિક ક્રિયા કરતો નથી જેને ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ કહે છે. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...