Computer Basics

v  કમ્પ્યુટરનો ઈતિહાસ :-

એબેક્સ :- 5000 વર્ષ અગાઉ ચીનમાં ગણતરી માટે વપરાતી એક લખોટા ઘોડી કે જે સોરોબનના નામથી પણ ઓળખાતી હતી.

નેપિયર્સ બોન્સ :- 1614 માં નેપિયર નામના સ્કોટીસ ગણિતજ્ઞે ગુણાકાર કરવા માટે વિકસાવેલું સાધન.

 સ્લાઈડ રૂલ :- નેપિયર બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓડ્રીડ નામના અંગ્રેજ ગણિતજ્ઞે 1620 માં સ્લાઈડ રૂલની શોધ કરી. 

પાસ્કલાઈન :- 1642 માં સરવાળા બાદબાકી કરવા માટે બ્લેઈઝ પાસ્કલે ગણતરી કરવાનું એક યંત્ર શોધ્યું. જે પાસ્કલાઈન કહેવાય છે. આ યંત્રનું નિર્માણ તેણે પિતાની મદદથી કર્યું, જે એક ઈન્કમ ટેક્ષ ઓફિસર હતા. ત્યાર બાદ તેણે 1684 માં તૈયાર કરેલા યંત્રમાં ગુણાકાર અને ભાગાકાર પણ થઈ શકતા હતા.

મલ્ટીપ્લાયર વીલ :- 1674 માં લિબ્નિઝ નામના જર્મન ગણિતજ્ઞે પાસ્કલાઈનમાં સુધારા કરી નવું યંત્ર વિકસાવ્યું. આમાં ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા હતા.

એનેલિટીકલ એન્જિન :- 1822માં ડિફરન્સ એન્જીન નામના એક મોડલની ડિઝાઈન બનાવી હતી. ત્યારબાદ 1833માં કેમ્બ્રિજ યુનિ.ના પ્રોફેસર ચાર્લ્સ બેબેજ નામના સ્કોટીશ ગણિતજ્ઞે એનેલીટીકલ એન્જિન બનાવ્યું જે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે. 

Ø  અદ્યતન કમ્પ્યુટરની જેમ એનેલીટીકલ એન્જિનમાં ઈનપુટ ડિવાઈસ, ગણતરી માટેનું યુનિટ, કંટ્રોલ યુનિટ, મેમરી બેન્ક અને આઉટપુટ ડિવાઈસ પણ હતાં. આથી ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતામહ કહેવામાં આવે છે.

Ø  પંચ્ડ કાર્ડ :- 1890 માં હર્માન હોલેરિથ નામના અમેરિકન જનગણના વિભાગના એક આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે તેમણે પંચ્ડ કાર્ડ (ચોક્કસ અંતરે કાણાં પાડેલો કડક કાગળ) નો ઉપયોગ કર્યો. હર્મનનું આ યંત્ર અંક ની સાથે સાથે અક્ષર વાંચવા પણ સક્ષમ હતું.  અમેરિકામાં 1890 માં જનગણતરીમાં આ યંત્રની મદદથી 6 કરોડ લોકોની માહિતી સંભાળીને રાખવામાં આવી હતી. હર્મને પોતાની કંપનીનું નિર્માણ IBMC (International Business Machine Corporation) ના નામથી કર્યું. જે આજે  I.B.M. ના ટૂંકા નામથી ઓળખાય છે.

v  કમ્પ્યુટરની પેઢીઓ :-

1)   પ્રથમ પેઢી :- (1945-1955) Machine language

1920ની આસપાસ Vaccume Tube નામનું સાધન ઈલેક્ટ્રીકલ સાધન શોધાયું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવાથી તેની ઝડપ અનેક ગણી વધી હતી.  પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ENIAC થી થઈ. 1946માં જે. પ્રેસ્પર એકર્ટ અને જહોન ડબલ્યુ. મોચલી નામના અમેરિકન ઈજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એનિઆક (ENIAC) (Electronic Numerical Integrator and Calculator)  નામે ગણતરી કરતું યંત્ર વિકસાવ્યું. આથી એનિઆક સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું.
         કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. એનિઆક ગણતરી કરી શકતું હોવાથી તે કમ્પ્યુટર કહેવાયું. તેમાં 18000 ટ્યુબ ગોઠવવામાં આવી. તે 1 સેકન્ડમાં 5000 સરવાળા અને 500 બે અંકના ગુણાકાર કરી શકતું. એનિઆકને હાલના કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય. તે વિશાળ જગ્યા રોકતું હતું. આવાં કમ્પ્યુટર શરૂ થતાં 52 મિનિટનો સમય લાગતો હતો. આ પેઢીના કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારા થઈ શકતા ન હતા. 1951 માં મોચલી અને એકર્ટ દ્વારા IBM UNIVAC 1 (Universal Automatic Computer) બનાવવામાં આવ્યું હતું.

1)    બીજી પેઢી:- (1955-1965) Assembly language
1948 માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝીસ્ટરની શોધ કરી. તેનાથી કમ્પ્યુટરનુ કદ નાનું થયું. વીજ વપરશ ઘટ્યો અને ઝડપ વધી. હવે યાંત્રિક ભાષામાં (Machine Language) કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી એસેમ્બલી લેંગ્વેઝમાં કામ કરવાનું શક્ય બન્યું. IBM 1620 એ બીજી પેઢીનું કમ્પ્યુટર છે. મશીન લેંગ્વેઝની તકલીફોને નિવારવા એસેમ્બલી લેંગ્વેઝનો ઉપયોગ આ સમય દરમ્યાન થવા લાગ્યો.

2)    ત્રીજી પેઢી :- (1965-1980) Higher Level Language (Compiler-Translator-Interpreter)
પ્રોગ્રામીંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઈલર કહે છે. C, COBOL, JAVA વગેરેઆ પ્રકારનાં કમ્પાઈલર છે. 1958 માં જેક કિલ્બીએ સિલિકોનની ચિપની શોધ કરી. Integrated Circuit (IC) તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝીસ્ટર લગાડ્યા. આ ચિપના કારણે કદમાં ઘટાડો થતાં એક ટેબલ પર મૂકી શકાય એવા કમ્પ્યુટરનું નિર્માણ થઈ શક્યું. IBM 360, PDP 8  અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

3)    ચોથી પેઢી :- (1980-89) Structured Query Language
Semi-Conductor Technology ના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો અને કદમાં ઘટાડો થયો. આ ટેકનોલોજી LSI ( Large scale integration) / VLSI ( Very Large scale integration) તરીકે ઓળખાય છે. 1969 માં ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે માઈક્રો પ્રોસેસર ચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળા દરમ્યાન વિશેષ ઉપયોગ થયો. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ પેઢીનાં કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાતાં હોવાથી તે Personal Computer (PC) કહેવાયાં. IBM PC અને APPLE 2 એ આ શ્રેણીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

4)    પાંચમી પેઢી :- (1989 પછી) Artificial Intelligence
આ કમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડભર્યાં બન્યાં. આ પેઢીનાં કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઓપ્ટીકલ ફાઈબર અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. રોબોટના પ્રોગ્રામિંગમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે. IBM Notebook, PENTIUM PC અને PARAM 10000 એ આ પેઢીનાં ઉદાહરણ છે. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...