Tet - 2 Gujarati standard 6-8

ધોરણ ગુજરાતી (પ્રથમ સત્ર)
અનુક્રમણિકા


ક્રમ
કૃતિ
પ્રકાર
કવિ/લેખક
1
રેલવે-સ્ટેશન   
ચિત્રપાઠ
-
2
હિંદમાતાને સંબોધન
પદ્ય (પ્રાર્થનાગીત)
મણિશંકર રત્નજી ભટ્ટકાન્ત
3
દ્વિદલ 
ગદ્ય (બોધવાર્તા)       
ર્ડા. આઈ. કે. વીજળીવાળા
4
રવિશંકર મહારાજ
ગદ્ય (જીવનચરિત્ર)
ધીરુભાઈ પરીખ         
5
મહેનતની મોસમ        
પદ્ય (પ્રકૃતિગીત)
નાથાલાલ દવે
6
લેખણ ઝાલી નો રહી
ગદ્ય (લોકકથા)
જોરાવરસિંહ જાદવ
7
પગલે પગલે
પદ્ય (શૌર્યગીત)         
સંતબાલ
8
બિરબલની યુક્તિ
ગદ્ય (ચાતુર્યકથા)
-
9
પાદર
ગદ્ય (નિબંધ)
ર્ડા. કિશોરસિંહ સોલંકી




                  
પાઠ
શબ્દસમજૂતી

દેવભૂમિ પવિત્ર ભૂમિ  
વિશ્વાસી ઈસુખ્રિસ્તમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી
જિન જૈન       
બક્ષી આપી    
તવંગર પૈસાદાર          
નિરક્ષર અભણ          
સાહો મદદ કરો
પરસ્પર એકબીજાને    

વિરુદ્ધાર્થી શબ્દો
જ્ઞાની                      અજ્ઞાની
નીરોગી                    રોગી
તવંગર                     ગરીબ
ઉચ્ચ                      નીચું
સમાન                     અસમાન
સાક્ષર                     નિરક્ષર

પાઠ
શબ્દ સમજૂતી

શિલ્પી પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર
સ્તંભ થાંભલો
નિઃશબ્દ શબ્દ વિનાનું, શાંત
મંજૂરી પરવાનગી        
લોન લીલું ઘાસ, બાગ-બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી 
આજીજી વિનંતી         
બિરદાવવું ગુણને વખાણવા કે તેની કદર કરવી

રૂઢિપ્રયોગો
પડતું મૂકવું છોડી દેવું  
નિઃશબ્દ બની જવું શાંત થઈ જવું વિદાય લેવી જવા માટે છૂટા પડવું

વિરુદ્ધાર્થી શબ્દો

જાણ                      અજાણ
નીરોગી                   રોગી
ધ્યાન                      બેધ્યાન
સંતોષ                     અસંતોષ
જવાબ                     સવાલ
નુકસાન                           નફો
પરદેશ                     સ્વદેશ
હાજર                      ગેરહાજર

પાઠ
શબ્દસમજૂતી

મૂકસેવક  જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઇચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર           
બિરુદ કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ 
નાનપ હીનતા, નાનમ            
મહિમાવંતું ગૌરવવાળું  
ઝળકવું ઝળહળી ઊઠવું           
વિલાયતી પરદેશી બનાવટનું
કાચુંપોચું (અહીં) ડરપોક
નિર્ભય નીડર             
કોતર નદીકિનારાની બખોલો
ગરનાળું પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ
છાતીસમાણું છાતી સરખું
કરો ઘરની બાજુની દીવાલ, ભીંત
વહારે મદદે    
સ્વયંસેવક કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર
બોરિંગ જમીનમાં શારડી ઊતારી પાણી-તેલ વગેરે કાઢવાની ક્રિયા
શાર-કામ (અહીં) રીતે તૈયાર કરેલોબોર’, કૂવો
હેવાન દુર્ગુણોવાળો માણસ
જીવનધર્મ જીવનનું મુખ્ય કર્તવ્ય.

રૂઢિપ્રયોગો

જોતરાઈ જવું કામચોરી વિના કામે લાગવું                       
દિલ દઈને ખૂબ ઉત્સાહ અને ધગશથી
(કામમાં) આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું
પગરણ માંડવાં શરૂઆત કરવી
માથે ઉપાડી લેવું જવાબદારી લેવી        
દિલ દ્રવી ઊઠવું ખૂબ દુઃખ થવું
માંડી વાળવું કામ બંધ કરવું
પાછી પાની કરવી પાછા હઠવું.

શબ્દસમૂહ માટે એક શબ્દ

નદીકિનારા પાસેની બખોલો     -         કોતર
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ    -         ગરનાળું
ઘરની બાજુની દીવાલ - કરો
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર     - સ્વયંસેવક    
જીવનનું મુખ્ય કર્તવ્ય -  જીવનધર્મ
પાઠ
શબ્દસમજૂતી
સોનાવરણી સોના જેવા રંગવાળી
મોસમ ઋતુ               
નદિયું નદીઓ (સૌરાષ્ટ્રમાં બહુવચનનો પ્રયોગ)
નીતર્યાં ચોખ્ખાં          
લીલો કંચન સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન
લોથો જુવારનું કણસ  
હુલ્લાસ ઉલ્લાસ, કશુંક ગમતું માણવાનો સમૂહનો તરવરાટ
કુંજડિયું એક પ્રકારના પક્ષીનું નામ ; કુંજડી        
કિલ્લોલ આનંદ
હિલોળ ઝૂલવું તે
પછેડી ઓઢવા, પાથરવા, પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું  
દાતરડાં પાક કાપવા, લણવા માટેનાં ઓજાર      
મલક પ્રદેશ    
ખળાં કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા
રળનારો કમાનારો
પાઠ
શબ્દસમજૂતી

સીમાડો ગામની હદ
પાઘડીપનો પાઘડીના જેવો વિસ્તાર (લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો)
અમીદૃષ્ટિ મહેરબાની, મીઠી નજર        
વેરાન ઉજ્જડ   
વસવાયા વરણ ગામ તરફથી પસાયતા (બક્ષિસ) આપી, વસાયેલી જાતિ              
વાઝડી પવનનું વાવાઝોડું
બાચકું નાની ગાંસડી
વચાર્ય વિચાર            
હાટડી નાની દુકાન     
ભોં જમીન     
મોર્ય પહેલા    
સંધિયા બળદની એક જાત
પાણિયાળા બળવાન  
નરાતાર નરદમ, નર્યું    
કાળોત્રી મૃત્યુ સમયે લખાતો પત્ર
કારજ મરણ પછી બારમા દિવસે થતી વિધિ        
સંધાય બધા , સૌ    
ખમતીધર સધ્ધર, પૈસાદાર
ખોરડું ખોલી, ઓરડી, માટીની ભીંતનું નાનું ઘર              
સોંસરો આરપાર જવું, વચ્ચે થઈને

રૂઢિપ્રયોગો
ઉચાળા ભરવા ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું
પગરણ માંડવાં શરૂઆત  કરવી
બે પાંદડે થવું સુખી-સંપન્ન થવું
નેવાનાં પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો
મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું
ફાટીને ધુમાડે જવું બહુ છકી જવું
ડાંડાઈ કરવી કામચોરી કરવી, આળસ કરવી     
વહાણાં વાઈ જવાં સમય જતો રહેવો
લાગમાં આવવું તક મળવી, બરાબર કબજામાં આવવું
તેડું મોકલવું નોતરું મોકલવું, બોલાવવું
ભોં ખોતરવા માંડવું નીચું જોઈને ઊભા રહી જવું             
અક્કલનું તાળું ઉઘડવું બુદ્ધિ આવવી

કહેવતો
કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ સાવ ઉજ્જડ, જ્યાં ઝાડ-પાન જોવા મળે.
આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
વાઢ કાન ને આવ્ય સાન અનુભવે બધું સમજાય.

શબ્દસમૂહો
પાઘડીના જેવો વિસ્તાર - પાઘડીપનો
મૃત્યુ સમયે લખાતો પત્ર -કાળોત્રી
મરણ પછી બારમા દિવસે થતો વિધિ     -         કારજ
માટીની ભીંતનું નાનું ઘર - ખોરડું

પાઠ
શબ્દસમજૂતી
ધોમ સૂર્ય, સખત તડકો
ખાંડુ તલવાર              
ધૈર્ય ધીરજ
દુર્ગમ મુશ્કેલ માર્ગ
શિસ્ત આજ્ઞા કે નિયમમાં રહેવું તે

સમાનાર્થી શબ્દ
સાવધ            -         જાગૃત  
અજવાળું         -         ઉજાસ
પંથ               -         રસ્તો,
                                    માર્ગ
કાંટા              -         મુશ્કેલી
ધૈર્ય               -         ધીરજ,
                                    શાંતિ
સભર             -         ભરપૂર
સ્તંભ             -         થાંભલો
આજીજી                    -         વિનંતી
નિર્ભય           -         નીડર
જોર               -         થાક
ઉર                -         હૃદય
સ્મિત             -         હાસ્ય
કંચન             -         સોનું

વિરુદ્ધાર્થી શબ્દો

સાવધ                     સચેત
અજવાળું                  અંધારું
પ્રેમ                        નફરત
દુર્ગમ                      સરળ
સ્વાર્થ                     નિઃસ્વાર્થ

પાઠ
શબ્દસમજૂતી
યુક્તિ કરામત, ઉપાય
કોયડો ઝટ ઉકલી શકે તેવો પ્રશ્ન
ચતુરાઈ ચાલાકી, હોશિયારી
ઝરૂખો છજું    
વહેમનું ઓસડ હોવું વહેમનો ઉપાય હોવો
શિરામણ સવારનો નાસ્તો
કાળમુખું જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું
હાંફળું ફાફળું ગભરાયેલું, બેબાકળું        
મૈયત મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે
વાળુ રાત્રિભોજન
કમનસીબ કમભાગી
અપશુકનિયાળ જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું
નાતીલું નાતનો માણસ           
સરપાવ ઇનામ, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક.

રૂઢિપ્રયોગ
નજર કરવી લક્ષ આપવું, જોઈ લેવું       
દહાડો બગડવો ધાર્યું હોય તેવું થવું
બરાડી ઊઠવું -  મોટેથી બૂમ પાડવી        
ઊંચે શ્વાસે ઉતાવળે
લાલપીળા થઈ જવું ખૂબ ગુસ્સે થવું      
કાનમાં કંઈક કહેવું કંઈક ગુપ્ત વાત કરવી.

પાઠ
શબ્દસમજૂતી
ગોંદરું ગામનાં ઢોર ઊભાં રહે તે ભાગોળ, પાદર  
હવાડો ઢોરને પાણી પીવાનો કુંડ
વેળુ રેતી        
ટાબરિયાં નાનાં બાળકો           
બખોલ પોલાણ          
લડધો રખડતો છોકરો
ધાક બીક, ડર            
ટેસડો મજા    
મુદ્રાલેખ આદર્શ વાક્ય
ભૂંગોળ ભૂંગળ
એરકન્ડિશન એરકન્ડિશનર (વાતાનુકૂલિત યંત્ર)           
ધીંગાણાં મારામારી, લડાઈ
વનેર રખડેલ, જંગલી
કાળતરો કાળો સાપ, કાળરૂપી નાગ

રૂઢિપ્રયોગો
મેળો જામવો ઘણા માણસોનું એકઠા થવું તે       
ગામનું નાક ગામનું ગૌરવ, ગામની શોભા
મૂછ મરડવી અભિમાન કે શૂરાતન બતાવવું
શ્રીગણેશ કરવા કાર્યનો શુભારંભ કરવો
માથે કરવું અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા      
પોરો ખાવો આરામ લેવો
તડકી-છાંયડી જોવી સુખ-દુઃખમાંથી પસાર થવું          
પૂંઠ વાળવી પાછા વળીને જોવું
લહાવો લેવોઆનંદનો ઉપભોગ કરનાર
હેલે ચઢવું -

પુનરાવર્તન – 2
સમાનાર્થી શબ્દો
જિગર            -       દિલ, હૈયુ
પ્રસંગ            -       અવસર
ગોંદરું            -         પાદર
વિસામો                    -         આરામ

વિરુદ્ધાર્થી શબ્દો
આભ                    ધરતી
હિંમત                   નાહિંમત
દુર્ગમ                    સરળ
અજવાળું                  અંધારું

            પૂરક વાચન



ધોરણ ૬ ગુજરાતી (દ્વિતીય સત્ર)
અનુક્રમણિકા





ક્રમ
કૃતિ
પ્રકાર
કવિ/લેખક
10.
આલાલીલા વાંસડિયા     
લોકગીત           
-
11.
એક જાદુઈ પત્રની વાર્તા  
હાસ્યકથા         
ર્ડા. રતિલાલ બોરીસાગર
12.
રાવણનું મિથ્યાભિમાન   
કથાકાવ્ય          
ગિરધર
13.
સાગરકાંઠાનો પ્રવાસ      
પ્રવાસવર્ણન     
રઘુવીર ચૌધરી
પુનરાવર્તન 3
14.
સારા અક્ષર       
સંવાદ  
પિંકીબહેન પંડ્યા
15.
ગુજરાત મોરી મોરી રે       
ઊર્મિગીત          
ઉમાશંકર જોશી
16.
માતૃહૃદય          
સાહસકથા        
કનૈયાલાલ રામાનુજ
17.
સુગંધ કચ્છની ....... !
પત્રલેખન
ર્ડા. દર્શના ધોળકિયા
18.
સુભાષિત


પુનરાવર્તન 4



...


ક્રમ
કૃતિ
પ્રકાર  
કવિ/લેખક
1.
શેરીએ આવે સાદ           
પ્રકૃતિગીત        
રાજેન્દ્ર શાહ
2.
કાબુલી 
સંવેદનકથા       
રવીન્દ્રનાથ ટાગોર
અનુવાદક : મહાદેવભાઈ દેસાઈ
3.
રૂપાળું મારું ગામડું         
ભાવગીત          
જયંતીલાલ માલધારી
4.
સાચી વિદ્યા       
પૌરાણિક કથા   
-
5.
સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર
જીવનચરિત્ર
હરીશ મંગલમ્



પાઠ ૧૦
શબ્દસમજૂતી

આલું આછી ભીનાશ ધરાવતું
ઓતરા દશ ઉત્તર દિશા
છલી વળવું ઊછળી ઊઠવું, ઊભરાઈ જવું          
મોલ પાક       
મોતીડાં અહીંમોતીજેવાં ડૂંડાં
પાઠ ૧૧
શબ્દસમજૂતી
વેવિશાળ સગાઈ        
લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા
દિગ્મૂઢ આશ્ચર્યચકિત
વિકટ કઠિન               
નુસખા ખોટા દાવા, પ્રયોગો
ગલ્લાંતલ્લાં આડુંઅવળું 
અમોઘ મૂલ્યવાન        
મશગૂલ તલ્લીન

રૂઢિપ્રયોગ
ઝંખવાણા પડી જવું છોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું
સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું
ઠાવકાઈથી કહેવું ગંભીરતાથી કહેવું
મોતિયા મરી જવા હોશ ગુમાવવો, હિંમત હારી જવી
ભરાઈ પડવું ફસાઈ જવું

પાઠ ૧૨
શબ્દસમજૂતી
વિદેહ જનક રાજાનું એક નામ
ત્ર્યંબક શિવજીના ધનુષ્યનું નામ
ચાપ ધનુષ્યની પણછ 
અટ્ટહાસ્ય કરવું ખડખડાટ હસવું
કંદુક રમવાનો દડો
બંદીવાન કેદી 
ભૂષણ ઘરેણું              
અભિરામ મનોહર
સંકટહરણ દુઃખ હરનાર
નિસ્તેજ થવું ઝંખવાવું 
પરિતાપ સંતાપ          
અધર નીચલો હોઠ      
જોધ યુદ્ધો
પરસ્વેદ (પ્રસ્વેદ) પરસેવો
પ્રહાર ઘા        
કચ્ચર થવો કચડાવું
પુરભંગ નગરનો નાશ  
ચંપાવું દુઃખથી દાઝવું  
નિશાચર રાક્ષસ
વસ્ત્રાભૂષણ કપડાં અને ઘરેણાં
બ્રહ્માંડ ચાક ચઢાવું સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું
નિરધાર (નિર્ધાર)નક્કી
વિકટ દૃષ્ટિ તીક્ષ્ણ નજર
ગૌરવ ભારેખમ
વીશ વીસ      
સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ
તતકાળ (તત્કાળ) તે વખતે
રક્તલોચન લાલ આંખો           
મેરુ, મંદ્રાચળ પર્વતોનાં નામ
શિવચાપ શિવજીનું ધનુષ્ય ત્ર્યંબક

સમાનાર્થી શબ્દો
તત્કાળ             -    તે વખતે
રક્ત                  -    લાલ, લોહી
કંદુક                 -    રમવાનો દડો
લોચન              -         આંખો
ભૂષણ              -         ઘરેણાં
અધર               -         હોઠ
પુર                    -         નગર

પાઠ ૧૩
શબ્દસમજૂતી

ઉર        હૃદય
અમી     અમૃત, મીઠાશ
પ્રતિનિધિ        ને બદલે, ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ
લેખ       લખેલું તે, લખાણ     
અંજલિ    ખોબો, પોશ
નોખું       જુદું, અલગ
અવતાર જન્મ, દેહધારણ, સંસારમાં (પ્રભુ કે દેવનો) જન્મ થવો
રૂઢિપ્રયોગ
દરિયાવદિલ હોવું ઉદાર દિલવાળા હોવું
અમીવાદળી ઊઠવી કૃપા થવી, મહેર થવી.
ક્રિયાપદ
ઘંટ વાગતાં ચર્ચા અટકી.
સોમનાથે એમની ડાયરી ખોલી.    - નામપદ
માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે.

પુનરાવર્તન 3

શબ્દસમૂહ માટે એક શબ્દ

કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ       -          સ્વયંવર
ચારે દિશાઓમાં વિજય - દિગ્વિજય
વંશપરંપરાથી ચાલતું - વંશપરંપરાગત
ફરીથી થતું નિર્માણ - પુનઃનિર્માણ

પાઠ ૧૪
શબ્દસમજૂતી
લેસન ગૃહકાર્ય
ચલને ચાલને 
છેકછાક જ્યાં-ત્યાં લીટા, જ્યાં લખાણ બરાબર લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવો અથવા ચેકો મૂકવો તે                
બટકણી સહેલાઈથી તૂટી જાય તેવી       
બ્લેડ લોખંડની ધારદાર પતરી
ભક્કમદાર ભપકાદાર 
સારી મજાની ધારદાર    તીરછી ત્રાંસી              
રીફિલ બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી
દવાત ખડિયો, શાહી ભરવાનું સાધન    
બોલપેન રીફિલથી ચાલતી લખવા માટેની પેન
માર્કસ કપાઈ જાય ગુણ ઓછા મળે છે  
ચાટલું દર્પણ, અરીસો 
અધમૂઆં અર્ધા મરેલાં, શક્તિહીન        
સુલેખન સ્વચ્છ, સુંદર લખાણ

રૂઢિપ્રયોગ
ઓડનું ચોડ થવું ધારણા કરતાં સાવ ઊંધું થવું
એકડિયા બગડિયાની જેમ શીખાઉની જેમ
વાતોનાં વડાં કરવાં નકામી લાંબી વાતો કરવી

પાઠ ૧૫
શબ્દસમજુતી
મોરી મારી, આગલી હરોળની મોખરાની 
મર્દાની મરદાનીથી ભરેલાં
સોણલાં સ્વપ્ન          
મર્મર ધીમો અવાજ
છોળે મોજાંની છાલકોથી
ટૂકો પર્વતનાં અનેક સળંગ શિખરો                     
ટોડલો બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ     
અમીમીટ અમૃતભરી, મીઠાશભરી નજરે 
ચરોતર ચારુતર એટલે સુંદર
લીલોછમ         ઊમટે એકસામટા જથ્થામાં આગળ ધસે
ઊભરે ઊભરાય
નીરતીર...... કપરી જીરવવી

            ગુજરાતના જલકિનારે સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે. વળી, કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. તેમાં એણે જે પુરુષાર્થ કર્યો, તે ઘણો મોંઘો હતો. આથી વખતે ગુજરાતનું જીવન દોહ્યલું હતું; તો વળી, મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું. દોહ્યલી મુશ્કેલ, અઘરી, દુર્લભ
કપરી મુશ્કેલ, અઘરી

સમાનાર્થી

ભોમ     -         ભૂમિ
સમંદર   -         દરિયો
હેત       -         પ્રેમ, સ્નેહ
આંખ    -         નયન   
હૈયું       -         હૃદય
નીર      -         જળ, પાણી

પાઠ ૧૬
શબ્દસમજૂતી
અવધૂત વૈરાગી બાવો  
સદી સૈકો      
કોમ એક નામથી ઓળખાતો લોકસમૂહ ઉદાહરણ તરીકે વણજારા, રબારી          
નેસ ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાનું નામ, નેસડો
કરગઠિયાં લાકડાના નાના-નાના ટુકડા 
ભેખડ ઝઝૂમતો ટેકરાનો ખૂણો, કરાડ    
નવજાત તરતનું જન્મેલું
ડણક સિંહની ગર્જના
ઓસાણ યાદ
રેઢું રખડતું, સંભાળ વિનાનું
કાળ મોત      

માલધારી ઢોરઉછેર કરતી જાતિનો માણસ, આહીર                       

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...