Sociology

સમાજશાસ્ત્રનો સામાન્ય પરિચય :-
(૧)    માનવી એક સામાજિક પ્રાણી છે. માનવી હંમેશા સમાજમાં રહેવા ટેવાયેલો છે.
(૨)    સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘Sociology’ કહે છે.
(૩)    Sociology શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષામાં ‘Socious’ અને ગ્રીક ભાષાના ‘Logos’ શબ્દ પરથી થઈ છે.
(૪)    આમ સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન.
(૫)    સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજજીવન છે. સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે.
સમાજશાસ્ત્રનો ઉદ્દભવ :-
(૧)    એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્દભવ ૧૯ મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો.
(૨)    ૧૮ મી અને ૧૯ મી સદીમાં પશ્ચિમમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઈંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાંસની રાજ્યક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્દભવના બીજ રોપ્યા.
(૩)    ફ્રાંસના વિદ્ધાન દાર્શનિક ઓગસ્ટ કાંતે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો, કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે.
(૪)    ઈ.સ. ૧૮૩૦ થી ૧૮૪૨ દરમિયાન છ ભાગમાં લખેલી ‘Positive Philosophy’ નામની ગ્રંથશ્રેણીમાં કાંતે, સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિધ્ધાંતો રજૂ કર્યો.
(૫)    કાંતે સૌપ્રથમ “સામાજીક ભૌતિક શાસ્ત્ર” એવુ નામ આપ્યું.  
(૬)    ત્યારબાદ સન ૧૮૩૯ માં તેમણે સમાજ એવુ નવું નામ આપ્યું, આ જ કારણથી ઓગસ્ટ કાંતેને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :- 
(૧)    ભારતમાં સને ૧૯૧૪ માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું.
(૨)    બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નિયોજનના અભ્યાસી પેટ્રિક ગ્રીડસના અધ્યક્ષપદે આ જ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો.
(૩)    ઈ.સ. ૧૯૨૪ માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. ગોવિંદ સદાશિવ દુર્બે આ વિભાગના અધ્યક્ષ બન્યા.
(૪)    ઈ.સ. ૧૯૫૨ માં ધૂર્પેના પ્રયત્નોથી મુંબઈમાં ‘ઈન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની’ સ્થાપના થઈ.
(૫)    ‘સોશિયોલોજિકલ બુલેટિન’ ના મુખ્ય સંપાદન પણ જી.એસ.ધૂર્પે હતા.
(૬)    ઈ.સ. ૧૯૧૭ માં કલકત્તામાં વજેન્દ્રનાથ સયુપ્તનોથી સમાજશાસ્ત્રની શરૂઆત.
(૭)    લખનૌ વિશ્વ વિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને ડી.પી.મુખર્જીના પ્રયત્નોથી પૂણેમાં ઈરાવતિ કર્વેએ સમાજશાસ્ત્ર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
(૮)    સુરત ખાતે આઈ.પી.દેસાઈ એ ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ નામની સંસ્થાની સ્થાપના કરી.
(૯)    આ સંસ્થા ‘અર્થાત’ નામનું સામયિક બહાર પાડે છે.
(૧૦)  સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનનો મૂળભૂત એકમો, પાયાની સામાજીક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે.
(૧૧)  સમાજશાસ્ત્રની ૫૦ થી વધુ શાખાઓ છે. જેવી કે ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર વગેરે.
સમાજશાસ્ત્રનો મૂળભૂત ખ્યાલો :- (વિભાવનાઓ)
(૧) સમાજ (૨) સમુદાય – ગ્રામીણ સમુદાય, નગર સમુદાય (૩) મંડળ (૪) વર્ગ (૫) જ્ઞાતિ
(૬) સામાજિક દરજ્જો અને ભૂમિકા :- દરજ્જાના બે પ્રકાર
૧. અર્પિત દરજ્જો. ૨. પ્રાપ્ત દરજ્જો
(૧) સામાજિક ધોરણો
(૨) સામાજિક નિયંત્રણ :- તેના બે પ્રકાર છે. (અ) ઔપચારિક નિયંત્રણ (બ) અનૌપચારિક નિયંત્રણ
સામાજીક આંતરક્રિયાના ત્રણ પ્રકારો છે.
(૧) સહકાર (૨) સંઘર્ષ (૩) સ્પર્ધા 
સંસ્કૃતિ :-
(૧)    માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઇ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો તફાવત છે.
(૨)    માનવસમાજને સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ હોય છે.
(૩)    સંસ્કૃતિ એટલે ‘જીવન જીવવાની રીત’
(૪)    માનવશાસ્ત્રી મેલિનોવસ્કિના જાતે ‘સંસ્કૃતિ એ વારસામાં મળેલાં ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે.’
સંસ્કૃતિના બે પ્રકાર :-
(૧) ભૌતિક સંસ્કૃતિ (૨) અભૌતિક સંસ્કૃતિ
સામાજિકીકરણ :-
(૧)    સામાજિકીકરણ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વ્યક્તિના સમગ્ર જીવનકાળ સુધી સતત ચાલતી રહે છે.
(૨)    સરળ શબ્દોમાં કહીએ તો જૈવિક વ્યક્તિને સામાજિકીકરણ વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને ‘સામાજિકીકરણ’ તરીકે ઓળખવામાં આવે છે.
સામાજિકીકરણના વાહકો (એજન્સીઓ)  
(૧)    કુટુંબ :- વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ છે.
(૨)    મિત્રજૂથ (૩) શાળા (૪) સમૂહ માધ્યમો
સામાજિક સંસ્થાઓ :-
         કુટુંબ – કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે.
         કુટુંબના પ્રકારો :-
(૧) વંશના આધારે :-
(અ) માતૃવંશી (બ) પિતૃવંશી
(૨) સત્તા આધારે :-
(અ) માતૃસત્તાક (બ) પિતૃસત્તાક
(૩) સ્થાનના આધારે :-
(અ) માતૃસ્થાની (બ) પિતૃસ્થાની
(૪) સહનિવાસ આધારે :-
(અ) સંયુક્ત (બ) વિભક્ત
(૧)   માતૃવંશી કુટુંબ :-
         - વંશગણના માતા તરફથી મળે છે.
         - સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય.
         - મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી-સંતાનને મળે છે.
         - ધાર્મિક વિધિ-વિધાનો પણ સ્ત્રીઓ તરફથી જ થાય છે.
(૨)   પિતૃવંશી કુટુંબ :-
         - વંશગણના પિતાના નામથી થાય છે.
         - સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે.
         - મિલકત તથા સત્તા પુરુષ બાળકને પિતા તરફથી મળે છે.
         - ધાર્મિક વિધિ-વિધાનો પણ પુરુષ સંતાન દ્વારા થાય છે.
 (૩)  માતૃસત્તાક કુટુંબ :-
         - કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે.
         - સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે.
         - સમાજના તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળે છે.
         - માતૃસત્તાક કુટુંબ મહદઅંશે માતૃવંશી અને માતૃસ્થાની હોય છે.
         - લગ્ન પછી યુવતી પોતાની માતાના ઘરે રહે છે, પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે.
         - ખાસી અને ગારો તેમજ દ.ભારતની નાયર જાતિ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે.
(૪)   પિતૃસ્થાની કુટુંબ :-
         - પુરુષોની સત્તા, સ્થાન અને દરજ્જો ઉચ્ચ હોય છે.
         - તમામ ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે.
(૫)   માતૃસ્થાનિય કુટુંબ :-
         - સ્ત્રીઓ લગ્ન બાદ માતાના ઘરે રહે છે, લગ્ન બાદ તેના પતિને તેની પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે.
         - તમામ નિર્ણયોમાં સ્ત્રીઓને પ્રાધાન્ય.
(૬)   પિતૃસ્થાનિય કુટુંબ :-
         - લગ્ન બાદ સ્ત્રી પતિના કુટુંબની સાથે રહે છે.
         - કુટુંબના તમામ નિર્ણયોમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવે છે.
(૭)   સંયુક્ત કુટુંબ :-
         - આ પ્રકારના કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એક સાથે વસવાટ કરે છે. એક જ રસોડે સાથે ભોજન કરે છે. કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે. પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું    હોય છે.
(૮)   વિભક્ત કુટુંબ :-
   - કદની દ્રષ્ટિએ નાનું હોય છે.
   - તેમાં પતિ-પત્ની અને તેના અપરણિત સંતાનોનો જ સમાવેશ થાય છે.
   - વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય હોય છે.
   - સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક જોવા મળે છે.
કુટુંબના કાર્યો :-
         (૧) જૈવિક કાર્ય                  
         (૨) મનોવૈજ્ઞાનિક કાર્ય                     
         (૩) આર્થિક કાર્ય                
         (૪) સામાજિક કાર્ય             
         (૫) સાંસ્કૃતિક કાર્યો
લગ્ન-સંસ્થા :- (Marriage Institution)
                  લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય.  – વેસ્ટર માર્ક
લગ્નના પ્રકારો :-   (૧) એકસાથી લગ્ન
                              (૨) બહુસાથી લગ્ન
(A) બહુપત્ની :-
(૧) ભગિની લગ્ન     (૨) અભિગિની
(B) બહુપતિ :-  
(૧) ભ્રાતૃકીય બહુપતિ (૨) અભ્રાતૃકીય
(૧)   એકસાથી લગ્ન :-
         - એક પુરુષ કે એક સ્ત્રી કોઇ એક સમયે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાયેલ હોય છે, ત્યારે તેને એકસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે.
(૨)   બહુસાથી લગ્ન :-
         - લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી-પુરુષની કોઇ એક પક્ષે સમાજ માન્ય રીતે સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે તેને બહુસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે.
લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો (ધોરણો) 
કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે બાબતે દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય છે.
(૧)   અંતર્લગ્ન :-
   - જેમાં સમૂહના રીવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્નસાથીની પસંદગી કરવી પડે છે.
   - જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્નસંબંધ બાંધી શકાય તે સમૂહને આંતર્લગ્નીય સમૂહ કહેવામાં આવે છે.
(૨)   બહિર્લગ્ન :-
- બહિર્લગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા-સંબંધીઓ વચ્ચે લગ્નસંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. દા.ત. વ્યક્તિના નિકટના સમૂહો ભાઈ-બહેન અને અન્ય રક્તસંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહી.
(૩)   સમલોમ :-
- પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય છે.
(૪)   અનુલોમ :-
- જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતા ગણાતા જ્ઞાતિ કે વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહે છે.
(૫)   પતિલોમ :-
- જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતિ જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે ત્યારે તે પતિલોમ લગ્ન કહેવાય છે.

લગ્નસાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો

(૧)   કુલીનશાહી :-
    માતા-પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજીક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઇએ એવું મુલ્ય કેટલાંક સમૂહોમાં પ્રવર્તે છે. આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે.
(૨)   દિયરવટુ, જેઠવટુ, સાળીવટુ :-
            - ૧૯૫૪ ના સ્પેશ્યલ મેરેજ એક્ટથી આ જ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
            - ૧૯૫૫ ના હિન્દુ લગ્નના કાયદાથી બહુપત્નીત્વ પર અંકુશ મૂકવામાં આવ્યો છે.
જ્ઞાતિ સંસ્થા :-
-     હિન્દુ સમાજનું જુદાજુદા ખંડોમાં વિભાજન
-     કોપ્ક્રિમ
-     ખાનપાન અને સામાજીક વ્યવહાર અંગેના પ્રતિબંધો
-     વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થનાઓ અને વિશેષાધિકારો
-     વ્યવસાયની પસંદગી પર અંકુશ
-     લગ્ન પરના પ્રતિબંધો
ખંધાડ પ્રથા :-      
-     ગુજરાતના ગામીત આદિવાસીમાં લગ્ન પછી પુરુષ પત્નીના ત્યાં રહેવા જાય છે. જેને ખંધાડ પ્રથા કહે છે.
   
૧.         ઓગસ્ટ કોમ્ટ (ઓગસ્ટ કાંતે) :-
(1)       ફ્રાન્સના વૈજ્ઞાનિક હતા.
(2)       સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે.
(3)       જન્મ ૧૭૯૮ માં ૧૯ મી જાન્યુઆરી ફ્રાન્સમાં
(4)       બે પુસ્તકો લખ્યા Positive Philosophy અને Positive Polity.
(5)       કોમ્ટેને પ્રત્યક્ષવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
(6)       પ્રત્યક્ષવાદનો અર્થ ‘વૈજ્ઞાનિક’ થાય છે.
(7)       કોમ્ટેએ ત્રણ સ્તરનો નિયમ અથવા માનવ પ્રગતિનો નિયમ કહેવામાં આવે છે.
(૧) ધાર્મિક સ્તર
(૨) આદ્યભૌતિક સ્તર
(૩) પ્રત્યક્ષ સ્તર
(8)       ઓગસ્ટ કોંતથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો.
(9)       વિજ્ઞાનોનું વર્ગીકરણ અથવા વિજ્ઞાનોનો કોમ્ટે
(10)     કોમ્ટે સમાજશાસ્ત્રને બે વિભાગોમાં વહેંચે છે.
(૧) સામાજિક સ્થિતિશાસ્ત્ર (Social Statius)
(૨) સામાજિક ગતિશાસ્ત્ર (Social Gynamies)  
૨.         કાર્લ માર્કસ :-
(1)       જર્મનીના વૈજ્ઞાનિક હતા.
(2)       સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે.
(3)       માર્કસ સૌપ્રથમ એવા વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે. એ વાત પર ભાર મૂક્યો.
(4)       તેઓ સમાજને બે વર્ગોમાં વહેંચે છે.
            (૧) માલિક વર્ગ (૨) સમજીવી વર્ગ
(5)       તેમને બે પુસ્તકો લખ્યા છે.
            (૧) Communist Manifesto (૨) Das Capital
(6)       કોમ્યુનિસ્ટ મેનિફીસ્ટોમાં તેઓ લખે છે કે “માનવ સમાજનો આજ સુધીનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.”
(7)       કાર્લ માર્કસના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્વના રહ્યા છે.
(8)       દાસ કેપિટલનો બીજો અને ત્રીજો ભાગ કાર્લમાર્કસના મિત્ર ફેડરિક એજેલસે પ્રકાસિત કર્યો હતો.
૩.         મેક્સ વેબર :-
(1)       જર્મનીના સમાજશાસ્ત્રી હતા.
(2)       મેક્સવેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સમાજિક ક્રિયા છે.
(3)       સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થમુર્ગ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે.

(4)       મેક્સવેબરે સનનો ખ્યાલ, પોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર અને મૂડીવાદ અને નોકરશાહીનો ખ્યાલ આપ્યો.
(5)       મેક્સવેબરે સત્રના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
            (૧) પરંપરાગત સત્તા (૨) બૌધિક કાનૂની સત્તા (૩) વિભૂતિમાન સત્તા
૪.         ઈમાઈલ દુર્ખિમ :-
(1)       ઈમાઈલ દુર્ખિમ ફ્રાન્સના સમાજશાસ્ત્રી હતા.
(2)       સામાજિક તથ્યોના અભ્યાસ પર ભાર મૂક્યો.
(3)       ધર્મનો સિધ્ધાંત, આત્મહત્યા, ગુજ વિભાજન અને સામાજિક એકતા, સામૂહિક પ્રતિનિધિ જેવા સિધ્ધાંતો દુર્ખિમે આપ્યા.
(4)       ડિવિઝન ઓફ લેબર ઈન સોસાયટી
(5)       “રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ” વગેરે જેવા પુસ્તકો લખ્યા છે.
(6)       ‘Suicide’ નામનો અભ્યાસગ્રંથ પણ લખ્યો છે.
(7)       એનોમીનો ખ્યાલ આપ્યો.
૫.         હર્બર્ટ સ્પેન્સર :-
(1)       બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા.
(2)       The Study of Sociology અને સને ૧૯૭૬ માં “The Principles of Sociology જેવા પુસ્તકો લખ્યા.
(3)       સામાજિક ઉત્ક્રાંતિનો સિધ્ધાંત રજુ કર્યો.
(4)       સ્પેન્સરે સમાજની તુલના જીવંત દેહ સાથે કરી.
(5)       ગુજરાતના ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા. અને હર્બર્ટ સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઈન્ડિયન ફેલોશીપ પણ જાહેર કરી હતી.
૬.         ડો. જી. એસ. ધૂર્પે :-
(1)       ડો. ગોવિંદ સદાશિવ ધૂર્પેને ભારતમાં સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે.
(2)       તેમનો જન્મ મહારાષ્ટ્રના માલવણ ગામમાં થયો હતો.
(3)       તેઓએ ‘એન્થોપોલિજિક્સ’ સોસાયટી તથા ઈન્ડિયન સોશ્યોલોજિકલ સોસાયટીના અધ્યક્ષ તરીકે ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું હતું.
(4)       તેઓએ ‘Caste and Race in India 1930, The Indian Scathes, 1962) Vedic India (1977) વગેરે જેવા મહા નિબંધો પણ લખ્યા છે.
(5)       ૧૯૫૨ માં ‘ઈન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી’ ની સ્થાપના કરી.
(6)       “સોશિયોલોજીકલ બુલેટીન” સંપાદન પણ કરતા હતા.
૭.         ડો. અક્ષયકુમાર દેસાઈ :-
(1)       ડો. અક્ષયકુમાર દેસાઈ ગુજરાતના નડિયાદના વતની હતા.
(2)       ગુજરાતના જાણીતા સાહિત્યકાર ર. વ. દેસાઈના તેઓ પુત્ર હતા.
(3)       મુંબઈ યુનિવર્સિટીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવતું.
(4)       ડો. જી.એસ.ધૂર્પેના હાથ નીચે દેસાઈએ સમાજશાસ્ત્રમાં પી.એચ.ડી.ની પદવી મેળવી.
(5)       અક્ષરકુમાર દેસાઈએ સોશિયલ બુકગ્રાઉન્ડ ઓફ ઈન્ડિયન નેશનલ લિ., રૂરલ સોશિયોલોજી ઈન ઈન્ડિયા, ઈન્ડિયાઝ પાથ ઓફ ડેવલપમેન્ટ વગેરે જેવા પુસ્તકો લખ્યા.

(6)       ડો. અક્ષયકુમાર દેસાઈએ ભારતમાં સૌપ્રથમ ગ્રામીણ સમાજશાસ્ત્રનું પુસ્તક લખ્યું.
(7)       ભારતમાં માર્કસવાદી સમાજશાસ્ત્ર વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો.
૮.         ડો. આઈ. પી. દેસાઈ :-
(1)       આઈ. પી. દેસાઈનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લાના પરજણ ગામમાં થયો હતો.
(2)       ૧૯૪૨ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ડો. ધૂર્પેના માર્ગદર્શન હેઠળ “ગુનાના સામાજિક પરિબળો” વિષય પર પી.એચ.ડી.ની પદવી મેળવી.
(3)       1969 માં સુરતમાં ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ નામની સંસ્થાની સ્થાપના કરી.
(4)       ગુજરાતના મહુવા શહેરની સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો.
(5)       ગ્રામીણ ગુજરાતમાં અસ્પશ્યતા પર પણ અભ્યાસ કર્યો.
૯.         એમ. એન. શ્રીનિવાસ :-
(1)       કર્ણાટક રાજ્યના મૈસૂર જિલ્લાના વતની હતા.
(2)       ભારતમાં સામાજિક પરિવર્તનના આંતરિક સ્ત્રોત તરીકે સંસ્કૃતિકરણની પ્રક્રિયાનું અને સામાજિક પરિવર્તનના બાહ્ય સ્ત્રોત તરીકે પશ્ચિમીકરણની પ્રક્રિયાનું વિશ્લેષણ કર્યું છે.
(3)       Ph.d. ડો. જી.એસ.ધૂર્પેના માર્ગદર્શન હેઠળ દ.ભારતના કુર્ગ લોકો પર કરી હતી.
(4)       દ.ભારતના કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ નામનું પુસ્તક પણ પ્રચલિત કર્યું હતું.
(5)       શ્રી નિવાસે ‘પ્રભાવી જ્ઞાતિનો’ શબ્દનો ઉપયોગ પણ સૌપ્રથમ કર્યો હતો.
(6)       શ્રી નિવાસના મતે જ્ઞાતિએ પ્રભાવી જ્ઞાતિ બનવા માટે સ્થાનિક ખેતીની જમીનના સારા એવા ભાગ ઉપર માલિકી ધરાવતી હોવી જોઇએ. સ્થાનિક કોર્ટક્રમમાં તેનું સ્થાન ઊંચું હોવું જોઇએ. સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઇએ.
૧૦.      રામકૃષ્ણ મુખરજી :-
(1)                કલકત્તા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
(2)                કલકત્તાની ઈન્ડિયન સ્ટેસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ સાથે સંકળાયેલા હતા.
૧૧.      રાધાકમલ મુખરજી :-
(1)       લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર હતા.
(2)       રીજીયોનલ સોશિયોલોજી, સોશિયલ ઈકોલોજી વગેરે જેવા પુસ્તકો
(3)       ‘ભારતમાં ભૂમિસમસ્યાઓ’ ભારતનો કામદાર વર્ગ વગેરે પર પણ સંશોધન કર્યા છે.
૧૨.      ડો. ડી.પી.મુખરજી :-
(1)       ડો. ધૂર્જટિપ્રસાદ મુખરજી લખનૌ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર હતા.
(2)       જન્મ બંગાળમાં થયો હતો. 
(3)       ડો. ડી.પી.મુખરજીને ભારતીય સમાજશાસ્ત્રની માર્કસવાદી વિચાર સરણીના અંગ્રેજ માનવામાં આવે છે.
(4)       તેઓએ નીચે મુજબના પુસ્તકો પણ લખ્યા છે.
            (૧) Personality and the Social Science
(૨) Modern Indian Culture
(3) Problems of Indian Youth.
(૪) Views and Counterviews
(૫) Diversities

ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એન. એ. થૂથી, આઈ. પી. દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબહેન પટેલ, એ. એમ. શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું છે.

(1)    હિન્દુ (2) મુસ્લિમ (3) ખ્રિસ્તી (4) શીખ
ભારતના મુખ્ય ધર્મો

૧. હિન્દુ સમુદાય :-
(1)       આદર્શ હિન્દુ માટે ૧૬ સંસ્કારોનું વિવેચના વાસ્તવમાં ત્રણ સંસ્કારો પ્રચલિત છે.
(૧) યજ્ઞોપવિત સંસ્કાર
(૨) લગ્ન સંસ્કાર
(૩) મૃત્યુ સંસ્કાર
(2)       હિન્દુઓ શૈવ, વૈષ્ણવ, શક્તિ અને સ્માર્ત એવા ચાર ભાગમાં વહેંચાયેલા છે.
(3)       શેવે – શિવની પૂજા આરાધનામાં માને છે.
(4)       વૈષ્ણવ – વિષ્ણુની પૂજા આરાધનામાં માને છે.
(5)       શક્તિ – શક્તિ એટલે કે દેવીની પૂજા આરાધનામાં માને છે.
(6)       સ્માર્ત – શિવ, વિષ્ણુ અને શક્તિની પૂજા આરાધનામાં માને છે.
૨. મુસ્લિમ સમુદાય :-
(1)       શિયા અને સુન્ની બે વિભાગોમાં વહેંચાયેલા છે.
(2)       શિયાઓની સરખામણીમાં ભારતમાં સુન્નીઓની સંખ્યા વધારે છે.
(3)       મુસ્લિમોનું નવું વર્ષ મોહરમથી થાય છે.
(4)       ઈસ્લામની મુખ્ય ધાર્મિક વિધિઓમાં તૌહીદ, નમાજ, રોજા, જકાત અને હજ નો સમાવેશ થાય છે.
(5)       રમજાન મુસ્લિમોનો સૌથી પ્રવિત્ર માસ છે.
ભારતમાં લગ્ન અને કુટુંબ

૧. હિંદુ ધર્મમાં લગ્ન :-
(1)       હિન્દુ ધર્મમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે.
(2)       વ્યક્તિ પોતાના જીવનમાં ચાર સમયગાળામાંથી પસાર થાય છે. પ્રત્યેક સમયગાળાને આશ્રમ કહેવામાં આવે છે.
            (૧) બ્રહચર્યાશ્રમ (વિદ્યાર્થીકાળ)
            (૨) ગૃહસ્થાશ્રમ (કૌટુંબિક જીવન)
            (૩) વાનપ્રસ્થાશ્રમ (પ્રોઢે જીવન)
            (૪) સંન્યસ્તાશ્રમ (ધાર્મિક જીવન)
(3)       હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં આઠ પ્રકારના પારંપરિક લગ્નો દર્શાવવામાં આવ્યા છે. તેમાં
            (૧) બ્રહમ વિવાહ             (૨) દેવે વિવાહ                (૩) આર્ષ વિવાહ (૪) પ્રજાપતિ વિવાહ
            (૫) આસુર વિવાહ           (૬) ગાંધર્વ વિવાહ            (૭) રાક્ષસ વિવાહ            (૮) પિશાય વિવાહ
(4)       વર્તમાન સમયમાં બ્રહ્મ વિવાહ (પુત્રીના માતા-પિતા દ્વારા કરવામાં આવતું કન્યાદાન અને ગાંધર્વ વિવાહ આધુનિક પ્રેમલગ્નો પ્રચલિત છે.


૨. મુસ્લિમ ધર્મમાં લગ્ન :-
(1)       મુસ્લિમ લગ્નને ‘નિકાહ’ તરીકે ઓળખવામાં આવે છે.
(2)       ભારતમાં મુસ્લિમો મુખ્યત્વે બે સંપ્રદાયમાં વહેંચાયેલા છે.
            (૧) શિયા (૨) સુન્ની
(3)       મુસ્લિમ લગ્નમાં મુખ્યત્વે ચાર પક્ષો હોય છે.
            (૧) કન્યા (૨) વરરાજા (૩) કાચ્છી (૪) સાક્ષીઓ
(4)       મુસ્લિમ રિવાજ અનુસાર વરપક્ષ તરફથી કન્યા પક્ષને કન્યાના શૂલ્ક રૂપે અમુક રકમ આપવામાં આવે છે જેને   મહેર કહે છે. 
(5)       લગ્નમાં કેટલાક રિવાજો બંને ધર્મોમાં સમાન રીતે જોવા મળે છે.
(6)       કેરલમાં મોખલા મુસ્લિમોમાં હિન્દુઓના ‘કલ્યાણમ’ નું ગાન નિકાહમાં અત્યંત જરૂરી છે.
(7)       મુસ્લિમોમાં મામા-ફોઇ અને કાકા-કાકીનાં સંતાનો વચ્ચે લગ્ન થઈ શકે છે.
૩. ભારતના ખ્રિસ્તીઓમાં લગ્ન :-
(1)       ખ્રિસ્તીઓ એવું માને છે કે દેવી ઈચ્છાથી જ બે પાત્રો લગ્નના બંધનમાં જોડાય છે.
(2)       તેઓમાં જીવનસાથીની પસંદગી માતા-પિતા ધ્વારા અથવા સંતાનોના સ્વ-નિર્ણયથી થાય છે.
(3)       લગ્ન માટે નીચેની બાબતો આવશ્યક છે
            (૧) ચારિત્ર્ય માટેનું પ્રમાણપત્ર
            (૨) લગ્નની તારીખનાં ત્રણ અઠવાડિયા પહેલા ચર્ચમાં લગ્ન માટેની અરજી આપવી પડે છે.
            (૩) ચર્ચના પાદરી ત્યારબાદ આ લગ્ન સંદર્ભે કોઇ વાંધા ન હોય તો મંગાવે છે, અને કોઇ વાંધા ન હોય તો લગ્નની તારીખને મંજુરી આપવી પડે છે.
            (૪) ઈરકની હાજરીમાં વીંટી પહેરાવી બંને એકબીજાને પતિ-પત્નિ તરીકે સ્વીકારે છે.
ખ્રિસ્તી સમુદાય :-
(1)       ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી ૨.૩ ટકા છે.
(2)       ખ્રિસ્તીઓ મુખ્યત્વે ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, તમિલનાડું અને કેરલમાં કેન્દ્રિત થયેલા છે.
(3)       ભારતમાં ખ્રિસ્તીઓ રોમન કેથોલિંક અને પ્રોટેસ્ટંટ સંપ્રદાયમાં વહેંચાયેલા છે.
(4)       ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત પયગંબર તરીકે, નવો કરાર ધર્મ પુસ્તક તરીકે અને ચર્ચ પવિત્ર સ્થળ તરીકે છે. આ પહેલાં બાઈબલ તેમનો ધર્મગ્રંથ હતો.
(5)       ઈસુના બાર શિષ્યોમાંના ઈયોસલ થોમસ ઈસા બાવનમાં વર્ષે ભારતમાં કોચીન આવ્યા હતા.
જૈન સમુદાય :-
(1)       જેનો મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા છે.
(2)       જૈન ધર્મમાં ૨૪ તીર્થકર થયા.
(3)       પહેલા વૃષભદેવ હતા. ૨૪ ના મહાવીર સ્વામી
(4)       જૈન સમુદાય બે ભાગોમાં વહેંચાયેલો છે.
(5)       શ્વેતાંબર (સફેદ વસ્ત્રો ધારણ કરવાવાળા)
(6)       દિગંબર (વસ્ત્ર વગરના)
(7)       સ્થાનકવાસી જેમની દ્રષ્ટિએ તીર્થકરોને મૂર્તિમાં સ્થાપિત કરવાની જરૂર નથી.
શીખ સમુદાય :-
(1)       શીખ ધર્મમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે.

(2)       જે નિજ્ન જ્ઞાતિના લોકોએ શીખ ધર્મ અપનાવ્યો તેઓ ‘મજહબી’ ઓ તરીકે ઓળખાય છે. અને અલગ વાસમાં    રહે છે.
બૌદ્ધ સમુદાય :-  
(1)       ભારતમાં કુલ બૌદ્ધ ધર્મીઓમાંથી ૮૫% બૌદ્ધો મહારાષ્ટ્રમાં વસે છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક બૌદ્ધો વસે છે.
(2)       બૌદ્ધ ધર્મમાં બે પંથ જોવા મળે છે.
            (૧) મહાયાન (૨) હીનયાન
પારસી સમુદાય :-
(1)       ભારતમાં આઠમી સદીમાં ઈરાનમાંથી આવીને વસ્યા છે.
(2)       પારસીઓનું ધર્મસ્થાન ‘અગિયારી’ તરીકે ઓળખાય છે.
યહૂદી સમુદાય :-
(1)       યહૂદીઓ હિબ્રુવંશના છે.
(2)       યહૂદીઓનું ધર્મસ્થાન સિનેગોગ તરીકે ઓળખાય છે.
(3)       યહૂદીઓના બે મુખ્ય જૂથો છે.
            (૧) એક જૂથ કોચીનમાં
            (૨) બીજું જૂથ કોંકણમાં     


      
  
        


Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...