Tet Psychology Descriptive

શિક્ષણના સાંપ્રત પ્રવાહો

પેડાગોજી
સંકલ્પના :
- અધ્યયન અને અધ્યાપન પરસ્પર જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થી શીખે છે. શિક્ષકની શીખવવાની પ્રક્રિયાને અધ્યાપન કહે છે જ્યારે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને અધ્યયન કહે છે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાના શાસ્ત્રીય અભ્યાસને પેડાગોજી કે અધ્યાપનશાસ્ત્ર કહે છે. શિક્ષણ અને તેને અસર કરતાં પાસાંઓનો અભ્યાસ શિક્ષણશાસ્ત્ર કરે છે.
પેડાગોજીનો શાબ્દિક અર્થ :
- શિક્ષણની કળા, વ્યવહાર કે વ્યવસાય.
- અધ્યયન તથા અધ્યાપનના નિયમો અને વિધિઓનો પદ્ધતિસરનો અભ્યાસ. તેમાં વિદ્યાર્થીઓના નિયંત્રણ અને માર્ગદર્શનનો સમાવેશ કરવામાં આવે છે.
- બન્ને અર્થોનું વિશ્લેષણ કરીએ તો પેડાગોજીમાં સમગ્ર શિક્ષણ પ્રક્રિયા કે વ્યવહારનો અભ્યાસ કરવામાં આવે છે. શિક્ષણ પ્રક્રિયામાં મુખ્ય બે પાસાં અધ્યયન અને અધ્યાપન છે. અધ્યયન અને અધ્યાપનનો વૈજ્ઞાનિક દૃષ્ટીકોણથી અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડાગોજી.
- પેડાગોજીના મુખ્ય આધારસ્તંભો મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને જીવશાસ્ત્ર છે.
શૈક્ષણિક તત્ત્વજ્ઞાનની સંકલ્પના
- જ્હોન ડ્યુઈના મતે તત્ત્વજ્ઞાનની વિચારધારાઓના શિક્ષણ અર્કને શિક્ષણના સિદ્ધાંતો અને શિક્ષણ વ્યવહારમાં અમલી કરતું શાસ્ત્ર એટલે શૈક્ષણિક તત્ત્વજ્ઞાન.
- બર્નાટ રસેલના મતે શિક્ષણના પ્રશ્નો તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનો આશરો લઈને ઉકેલવા માટેનું શાસ્ત્ર કેળવણીનું તત્ત્વજ્ઞાન છે. આમ શૈક્ષણિક તત્ત્વજ્ઞાનમાં શિક્ષણના હેતુઓ, અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, શિક્ષકનું અધ્યાપન પ્રક્રિયામાં સ્થાન, શિક્ષક વિદ્યાર્થી સંબંધો, શિસ્ત, શૈક્ષણિક સંચાલન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક તત્ત્વજ્ઞાનનું કાર્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકી તેના અમલીકરણને સુચારૂ બનાવવાનું છે. શૈક્ષણિક તત્ત્વજ્ઞાન વ્યક્તિને સર્વાંગી વિકાસની પ્રક્રિયા તરફ લઈ જાય છે.
- જેઈમ્સ રોસના મતે તત્ત્વજ્ઞાન અને શિક્ષણ જાણે એક સિક્કાની બે બાજુઓ છે. એક ચિંતનાત્મક બાજુ છે અને બીજી ક્રિયાત્મક બાજુ છે.

તત્ત્વજ્ઞાનની શાખાઓ
તત્ત્વ મીમાંસા
જ્ઞાન મીમાંસા
મૂલ્ય મીમાંસા
શિક્ષણ દર્શન
શ્રી અરવિંદનું શિક્ષણ દર્શન
- શિક્ષક એ શીખવનાર મહેતાજી કે મુકાદમ નથી; પણ તે મદદગાર અને માર્ગદર્શક છે. માણસે પોતે પોતાના ભૂતકાળના સંતાન રહેવાનું છે. ભાવિના સૃષ્ટા બનવાનું છે. ભૂતકાળ એ આપણો પાયો છે; વર્તમાન એ આપણી સામગ્રી છે અને ભવિષ્યએ આપણું લક્ષ્ય છે.
- સત્ય, સંવાદ અને સ્વાતંત્ર્ય એ શિક્ષણના નૂતન આદર્શ માટેના સિદ્ધાંતો છે.
- આપણે બાળકને તેના વિષયમાં દરેક પગલે રસ લેતું કરી; તેમાં લીન કરી દઈ અને તે રીતે તેને આખોને આખો વિષય શીખવી દઈએ એ જ શિક્ષણની સાચી કલા છે.
- સાચી વિકાસની શરત છે, મુક્ત અને સ્વાભાવિક બુદ્ધિ.

શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ દર્શન
- આપણે જો ફળ મેળવવું હોય; તો ઈંટ, ચૂનાની ઈમારતોને છોડીને ભૂમિમાતાને ખોળે બેસવું પડશે. વેદના જમાનામાં અથવા નાલંદા અને તક્ષશિલામાં જે વિદ્યાર્થીઓ ભેગા થતાં હતાં; તેમની જેમ આપણે પણ આપણી જીવનશક્તિને કસીને પોષવી પડશે.
- ભલે ને જગત પ્રતિકૂળ હોય; તોય આખા જગત કરતાંય તમારો આત્મા ઘણો મોટો છે.
- તમારા જીવનનો ઈતિહાસ એ કાંઈ તમારા એકલાનો નથી. એમાં આખાય જગતના કલ્યાણનો ઈતિહાસ છે.
- શિક્ષણનું મહત્ત્વનું અંગ ચિત્તનાં દ્વાર ખટખટાવવાં તે છે.
- માતૃભાષામાં શિક્ષણ.
- વૈભવના ઠઠારા કરતાં સાદાઈનું મૂલ્ય વધારે છે.

ગાંધીજીનું શિક્ષણદર્શન

- જન્મ 2 ઓક્ટોબર, 1869
- જન્મસ્થળ પોરબંદર
- 1917 : સાબરમતી આશ્રમની સ્થાપના
- 1920 : ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
- 1937 : ‘નઈ તાલીમના’ વિચારો.
 ર્ડા. ઝાકીર હુસેનના પ્રમુખપદે ‘વર્ધા યોજના’ સમિતિ
- 1938 : બુનિયાદી શિક્ષણનો પ્રારંભ
- નઈ તાલીમનાં નામો :
(1) બુનિયાદી શિક્ષણ
(2) વર્ધા શિક્ષણ યોજના
(3) જીવન શિક્ષણ
(4) પાયાની કેળવણી
(5) બેઝિક એજ્યુકેશન
(6) રાષ્ટ્રીય શિક્ષણ.
શિક્ષણદર્શનના આધારભૂત સિદ્ધાંતો :
- હસ્ત ઉદ્યોગને મહત્ત્વ બેરોજગારીની સમસ્યાનું સમાધાન.
- બાળકને ક્રિયા દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
- શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ.
કેળવણીનો અર્થ :
- સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
- કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્મા ઉત્તમાંશોનું આવિષ્કરણ.
- કેળવણી યથાર્થતામાં બાળકની આધ્યાત્મિક, માનસિક કે બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેને ઉત્તેજે છે અને વિકાસ કરે છે.
કેળવણીના હેતુઓ :
- સ્વાવલંબન માટે કેળવણી
- આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબન
અભ્યાસક્રમ :
- 1 થી 5 સુધી સમાન અભ્યાસક્રમ
- શિક્ષણનું માધ્યમ માતૃભાષા
- છઠ્ઠા ધોરણથી છોકરીઓ માટે ગૃહવિજ્ઞાનનું શિક્ષણ
બુનિયાદી શિક્ષણ :
- 6 થી 14 વર્ષની વયજૂથનાં બાળકો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ
- માતૃભાષા શિક્ષણનું માધ્યમ

- જે માણસ પોતાની ફરજ બજાવે છે; તે સદાય અભ્યાસ કરે છે. સારી રીતે રહેતા શીખવું એ અભ્યાસ છે, બાકી બધુ મિથ્યાભાસ છે.
- શરીર, મન અને આત્મા એ ત્રણેનો જેના વડે વધારેમાં વધારે વિકાસ થાય એ કેળવણી ગણાય.
- સમગ્ર જીવનને આવરી લે તેનું નામ શિક્ષણ.
- ખરી કેળવણી તો એ છે કે જે માણસના અંતરના ગુણોનો વિકાસ કરે.
- કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય; તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.
- જે કેળવણીથી સાચુ સ્ત્રીત્વ ખીલવી શકાય; તે જ ખરી કેળવણી છે. એ જ પ્રમાણે જે ખરૂ પુરૂષત્વ જાગૃત કરે એ જ પુરૂષોની ખરી કેળવણી છે.
- શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહીં; પણ ચારિત્ર્યની ખીલવણી, ધર્મભાવનાનું ભાન.
- કેળવણીનો ઉદ્દેશ ચારિત્ર્ય ઘડવાનો છે.
- વિદ્યાનું ફળ જ એ છે કે વિદ્યાર્થી ઉત્તમ નાગરિક બને; ઉત્તમ દેશ સેવક બને; સમાજને, ગૃહસ્થાશ્રમને, દેશને સુશોભિત કરે.
- વિદ્યા તો આપણને છોડાવે, બંધનમુક્ત કરે, શોભાવે. એનાથી મુલકનું ધન વધે, ચારિત્ર્યનું ધન વધે. આપણા દીકરા-દીકરી પાવરધાં થાય.
- વિદ્યાનું લક્ષ્ય આત્મવિકાસ છે. જ્યાં આત્મ વિકાસ છે; ત્યાં આજીવિકા છે.

સ્વામી દયાનંદ સરસ્વતી
- જેનાથી માણસ વિદ્યા વગેરે સદગુણોની પ્રાપ્તિ કરે અને અવિદ્યારૂપી દોષોને છોડીને હંમેશાં પ્રસન્ન રહે એને શિક્ષણ કહેવાય.
- શિક્ષણ કે જેનાથી વિદ્યા, સભ્યતા, ધાર્મિકતા વગેરેમાં પ્રગતિ થાય અને અવિદ્યારૂપી દોષો છૂટે એને શિક્ષણ કહેવાય.




કેળવણી
વ્યાખ્યા :
- ‘બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયા એટલે કેળવણી.’

પશ્ચિમની સંસ્કૃતિમાં કેળવણીની વ્યાખ્યાઓ
રૂસો ‘કુટુંબ દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી.
એરિસ્ટોટલ ‘કેળવણીથી તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર થાય છે.’

કેળવણીની શરૂઆત
1. પ્રથમ સોપાન :
ગર્ભાવસ્થા
2. દ્વિતીય સોપાન :
- શાળા-શિક્ષક                        - અધ્યયન અધ્યાપન પદ્ધતિ
- અભ્યાસક્રમ               - વિષયવસ્તુ
- કઠીનતા મૂલ્ય            - શિક્ષણ-વિદ્યાર્થી
- આંતરક્રિયા                 - શાલેય પર્યાવરણ.
3. તૃતીય સોપાન :
- શિક્ષણ-વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન
4. ચતુર્થ સોપાન :
- ફલશ્રુતિ (નીપજ)       - અપેક્ષિત સમાજનું નિર્માણ
- વિદ્યાર્થીઓનો વિકાસ - ભાવિ નાગરિકો અને રાષ્ટ્રનું ઘડતર
કેળવણીના ધ્યેયના પ્રકારો
1. વ્યક્તિગત ધ્યેય
2. સામાજિક ધ્યેયો

બુનિયાદી શિક્ષણ
- બુનિયાદી શિક્ષણ એટલે સરળ અર્થમાં ‘પાયાનું શિક્ષણ (Basic education) .’
- ભારત દેશમાં તેના પ્રણેતા ગાંધીજી હતા. તેમણે ભારત દેશમાં બુનિયાદી શિક્ષણનો પાયો નાખ્યો છે.
- જ્હોન ડ્યુઈ જેવા શિક્ષણશાસ્ત્રી પણ કેળવણીનો આત્મા બુનિયાદી શિક્ષણને ગણતા.
- ઈ.સ. 1937માં વર્ધા મુકામે મારવાડી વિદ્યાલય (હાલ નવભારત વિદ્યાલય)ની રજત જયંતીના પ્રસંગે તા. 22, 23 ઓક્ટોબરે શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન યોજ્યું. આ સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનાં બીજ રોપ્યાં.

બુનિયાદી શિક્ષણનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
- અહીં વિદ્યાર્થી સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્રમાં રહે છે.
- તેને શિક્ષણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાય છે.
- વિદ્યાર્થીનું ધ્યેય વ્યવસાયિક બને છે અને તે મૂર્તથી અમૂર્ત તરફ જાય છે.
- બધું જ જ્ઞાન સ્વયં રીતે તે પ્રાપ્ત કરે છે.

બુનિયાદી શિક્ષણનો સામાજિક દૃષ્ટિકોણ
- વિદ્યાર્થીમાં સમાજ ભાવના વિકસે છે.
- તે શ્રમનું મહત્ત્વ સમજે છે.
- બેકારીમાંથી બહાર આવે છે.

બુનિયાદી શિક્ષણનો તાત્ત્વિક દૃષ્ટિકોણ
- તે નૈતિક બને છે.
- ચારિત્ર્ય ઘડતર થાય છે.
- આત્મનિર્ભર બને છે.

બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતો
- સાત વર્ષ સુધી મફત અને ફરજીયાત શિક્ષણ
- માતૃભાષામાં જ શિક્ષણ
- ઉદ્યોગો દ્વારા શિક્ષણ
- સમવાયી શિક્ષણ
- સ્વાવલંબન શિક્ષણ

અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક
વ્યાખ્યા
- ‘વિદ્યાર્થી દ્વારા ચોક્કસ પાઠ્યપુસ્તકીય વિષયવસ્તુનું અધ્યયન એટલે અભ્યાસક્રમ.’
- વાસ્તવમાં વર્તમાન યુગ મુજબ વિદ્યાર્થીઓનો માનસિક, શારીરિક, વ્યવસાયિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ કરતો મુસદ્દો એટલે અભ્યાસક્રમ.
ક્ષમતાલક્ષી (MLL) અભ્યાસક્રમની લાક્ષણિકતા
- વર્ગના 80% વિદ્યાર્થીઓ તમામ વિષયોમાં 75% જેટલું શીખે એ ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનું મુખ્ય ધ્યેય છે.
- વય મુજબ તેમને શીખતા કરવા પ્રેરે છે.
- વિદ્યાર્થી જાતે શીખતો થાય છે.
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અને ત્યારબાદ નિદાન અને ઉપચાર કરવામાં આવે.
અભ્યાસક્રમમાં શિક્ષણનું સ્થાન
- વર્ગખંડમાં શીખેલી પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે અને વર્ગખંડ બહારથી વિદ્યાર્થી જે શીખે; તેને પરોક્ષ જ્ઞાન કહેવાય.

પાઠ્યક્રમ
- ‘ચોક્કસ અવધિમાં અધ્યયન- અધ્યાપન પદ્ધતિ દ્વારા મેળવેલ વિષયવસ્તુનું જ્ઞાન એટલે પાઠ્યક્રમ.’

પાઠ્યક્રમની વિશેષતાઓ
- વિદ્યાર્થીઓની અધ્યયન, વિષયવસ્તુ, અનુભવો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી વિવિધ ક્ષમતાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસક્રમ નક્કી થાય છે.
- દરેક ક્ષમતાઓને ચોક્કસ કોડ અપાય છે. દા.ત., વિજ્ઞાનની ક્ષમતાઓમાં 3.5.6 અપાય છે. એટલે કે 3 એટલે અધ્યયન ક્ષેત્ર, 5 એટલે ધોરણ 5 તથા 6 એટલે ક્ષમતાક્રમાંક
- વિદ્યાર્થી ક્ષમતાઓમાં પારંગતતા મેળવતો જાય; તેમ તેની ક્ષમતા સિદ્ધ થતી જાય છે.
- દરેક એકમ સાથે ચોક્કસ ક્ષમતાઓ આપવામાં આવેલી હોય છે.
- ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમમાં વિવિધ શૈક્ષણિક સામગ્રી પણ વાપરવામાં આવે છે.

1. અધ્યયનપોથી
2. સ્વાધ્યાયપોથી
3. પ્રશ્નપત્રો
4. કસોટીઓ
5. પ્રોજેક્ટો TLM
6. પાઠ્યપુસ્તકો
7. પ્રયોગો
8. પ્રયોગપોથી
9. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ
10. નિદાન

વિદ્યાર્થીની મૂળભૂત જરૂરિયાતો
જરૂરિયાત એટલે શું ?
- વ્યક્તિને કોઈ ધ્યેય (ખોરાક, પાણી, પ્રેમ, ક્રોધ, હૂંફ)ને મેળવવા તરફ દોરી જતો આંતરીક આવેગ.

વિદ્યાર્થીની જરૂરિયાતોના પ્રકારો
1. શારીરિક જરૂરીયાતો
- ખોરાક, પાણી, જાતીયતા વગેરે.
2. માનસિક અને સાંવેગિક જરૂરિયાતો
- પ્રેમ, હૂંફ, ક્રોધ, લાગણી, સંવેદનાઓ, હર્ષ, ઈર્ષા, જિજ્ઞાસાવૃત્તિ વગેરે.
3. સામાજિક જરૂરીયાતો
- સમાજ દ્વારા સ્વીકૃતિ
- માન, મોભો, પ્રતિષ્ઠા, સિદ્ધિઓ
- નેતૃત્વ
અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે તફાવત

અભ્યાસક્રમ
પાઠયક્રમ
- તે વિશાળ છે.
- વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરે છે.

- તમામ શૈક્ષણિક અનુભવોનું ભાથું છે.
- અભ્યાસક્રમ એ શિક્ષણની કક્ષા દર્શાવે છે.
- અભ્યાસક્રમ એ સર્વાંગી વિકાસનો પાયો છે.
- તે અમૂર્ત છે.
- તે લેખકોની મર્યાદા નક્કી કરતું અધ્યયનક્ષેત્ર છે.
- તે સંકુચિત છે.
- વર્ગખંડને લગતી વિષયવસ્તુની ક્ષમતા સિદ્ધ કરે છે.
- તે માત્ર અભ્યાસક્રમનો જ એક ભાગ છે; વ્યાપક નથી.
- પાઠયક્રમ માત્ર ધોરણ અને તેને લગતું વિષયવસ્તુ દર્શાવે છે.
- પાઠયક્રમ માત્ર વિષયવસ્તુનો પાયો છે.
- તે મૂર્ત છે.
- તે લેખકો માટે વિષયવસ્તુની મર્યાદા નક્કી કરતું અધ્યયન ક્ષેત્ર છે.

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ             

વૂડનો ખરીતો (૧૮૫૪)
-         માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવા પર બળ આપવામાં આવ્યું.
-         માધ્યમિક સ્તર પર વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ વ્યાવસાયિક જીવન માટે તૈયાર કરી શકાય.
-         1857માં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી.
-         આ બધા પ્રયાસો છતાં માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ આપવાની કવાયત ન થઈ શકી.

હંટર કમિશન (૧૮૮૨)
ભારતીય શિક્ષા આયોગ અંતગર્ત બનાવાયેલા હંટર કમિશને સૂચવ્યું કે માધ્યમિક સ્તરના શિક્ષણને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે. (૧) એક વિભાગમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે, (ર) બીજા વિભાગમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે.
હંટર કમિશનના આ રિપોર્ટને 1884માં સ્વીકારી દર વર્ષે બે વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું. સ્થાનીય ‘સ્વશાશન અધિનિયમ’ અંતગર્ત આ માટે સરકારે અનુદાન (grant) આપવાના નિયમો બનાવ્યા. જેના કારણે માધ્યમિક સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો. સ્થાનીય સમિતિઓ દ્વારા ફી લઈને ચલાવાતી આવી સ્કૂલોના કારણે હંટર કમિશનની ભલામણો ફળદાયી સાબિત ન થઈ. ઈ.સ. ૧૮૯૬માં “અખિલ ભારતીય શિક્ષણ સેવા” શરૂ કરવામાં આવી. ઇંગ્લેન્ડમાં યોજાનારી પરીક્ષા દ્વારા આ સેવામાં નિમણૂક કરવામાં આવી. ભારતીયો આ પરીક્ષા આપી શકતા, પરંતુ ઇંગ્લેન્ડમાં આ પરીક્ષાઓ યોજાતી હોવાથી મોટા ભાગે ‘અખિલ ભારતીય શિક્ષણ સેવા’માં અંગ્રેજો જ નિયુકત થતા. આ પ્રકારની વ્યવસ્થા, છેક 1919 સુધી ચાલી.

હાર્ટોંગ કમિટી (૧૯૨૮)
-         ૧૯૧૯માં બ્રિટિશ સરકારે નવું સંવિધાન લાગુ કર્યું. આ સંવિધાન મુજબ કેટલાક વિભાગોનું સંચાલન ગવર્નર દ્વારા; જ્યારે કેટલાક વિભાગોનું સંચાલન પ્રાંતીય ધારાસભાના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હતું.
-         આ સમય દરમિયાન શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ‘ઈન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન’ની સહાયક સમિતિ; જે હાર્ટોગ કમિટીના નામે પ્રસિદ્ધ છે, તેણે પોતાના રિપોર્ટમાં કેટલીક ભલામણો કરી. તેની ભલામણો નીચે મુજબ હતી.
-         પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર જેટલા પ્રમાણમાં થયો તેટલા પ્રમાણમાં સાક્ષરતા દરમાં વધારો થયો નહીં. કારણ કે પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર બાળકો ચોથાપાંચમા ધોરણ પછી ભણવાનું છોડી દેતાં હતાં. તેથી આ અપવ્યયને રોકવા કમિટીએ ભલામણો કરી.
-         માધ્યમિક કક્ષાએ અભ્યાસક્રમમાં વિવિધતા લાવવાનું સૂચન કર્યું.
-         આ આયોગ દ્વારા સામાન્ય શિક્ષણની સાથે સાથે ભૌતિક અને શારીરિક વિજ્ઞાનના સિદ્ધાંતો, આદાન પ્રદાનના સાધનરૂપે ભાષાના સ્પષ્ટ અને પ્રભાવશાળી પ્રયોગ, ઉચ્ચ જીવનમૂલ્યો અને સહકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો.
-         ઈ.સ. ૧૯૩૨માં આંધ્ર યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજની સ્થાપના કરવામાં આવી અને ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એડનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો.
-         આ સિવાય આયોગે પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, ખેતી અને વ્યવાસાયિક શિક્ષણનો પ્રસાર કરવા, ગ્રામ વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવા, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અવધિ, ત્રણ વર્ષ કરવા, શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવા તેમજ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી. આ આયોગની ભલામણના આધારે ૧૯૫૩માં વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની કરવામાં આવી.

સાર્જન્ટ પ્લાન (૧૯૪૪)
-         ૧૯૩૫માં ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ મુજબ પ્રાંતીય સરકારોમાં માધ્યમિક શિક્ષણના વિસ્તરણની ગતિ મંદ રહી. આના કારણે સાર્જન્ટ પ્લાન મુજબ માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કરવામાં આવ્યું.
-         (૧) કલા (Art) અને મૂળ વિજ્ઞાન (Basic Science)નો અભ્યાસ કરાવતી શાળાઓ અને
-          (ર) ટેકનિકલ હાઈસ્કૂલ
-         આમ, બે પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી. સાર્જન્ટ પ્લાનની અગત્યની ભલામણો
-         ગ્રામીણ અભ્યાસક્રમમાં ખેતી (કૃષિ) પર બળ આપવું.
-         કન્યા કેળવણીના ક્ષેત્રમાં વૈકલ્પિક વિષય તરીકે ગૃહ વિજ્ઞાન સામેલ કરવું.
            ૧૯૪૦ના દશકને શિલ્પ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, વાણિજિયિક શિક્ષણના સ્વસ્થ વિકાસની દિશામાં સાર્થક કદમ માની શકાય. સાર્જન્ટ કમિશને ભારતમાં શિક્ષણના વિકાસ માટે એક દીર્ધકાલીન રિપોર્ટ તૈયાર કર્યો.

રાધાકૃષ્ણન આયોગ (૧૯૪૮-૪૯)
(યુનિવર્સિટી શિક્ષણ પંચ)
- આઝાદી પછી સૌપ્રથમ શિક્ષણ પંચ એટલે રાધાકૃષ્ણન પંચ.
- 4 નવેમ્બર, 1948 ના રોજ ડૉ. એસ. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે આ પંચની સ્થાપના કરવામાં આવી હતી.
- રાધાકૃષ્ણન પંચે ભાષા શિક્ષણ માટે ‘ત્રિભાષી સૂત્ર’ આપ્યું હતું.
- રાધાકૃષ્ણન પંચે ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાની ભલામણ કરી હતી.
- ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે ‘ગ્રામ વિદ્યાપીઠો’સ્થાપવાની ભલામણ કરી હતી.
            ઉચ્ચ શિક્ષણ માટે બનાવવામાં આવેલા આ આયોગે પોતાના પ્રતિવેદનમાં સ્પષ્ટ કર્યું કે,
            વિદ્યાલય દ્વારા અપાતા શિક્ષણનું કાર્ય માત્ર વિદ્યાર્થીને યુનિવર્સિટીના કાર્ય માટે તૈયાર કરવાનું નથી. પરંતુ કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટી નથી જતો; તો તેને વ્યાવહારિક કાર્ય માટે તૈયાર કરવાનું પણ છે. જેથી તે પોતાનું  જીવનઅધ્યયન કરી શકે. વિદ્યાલયોમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીને બૌદ્ધિક જ્ઞાન તો આપે જ છે, પરંતુ સાથે-સાથે શારીરિક શિક્ષણ અને સમૂહ શિક્ષણ પર  પણ સરખો ભાર આપવો જોઈએ.
            આયોગના આ પ્રતિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉચ્ચ શિક્ષણ બધા માટે નથી. પરંતુ વિદ્યાર્થીના રસ અને રુચિ પર આધારિત છે. આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. કૃષિ, કૃષિવિજ્ઞાન, લલિતકલા જેવા વિષયોને ઐચ્છિક વર્ગના વિષયોમાં મૂકવા જોઈએ.

મુદલિયાર પંચ
(માધ્યમિક શિક્ષણ પંચ  ૧૯૫૨-૫૩)

- માધ્યમિક સ્તરે ત્રણ ભાષાઓનું શિક્ષણ ફરજિયાત કરાયું.
- તેના અનુસંધાનમાં ‘અખિલ ભારતીય ખેલકૂદ પરિષદ’ની સ્થાપના કરવામાં આવી.
- માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને સલાહ આપવા માટે ‘અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ’ની સ્થાપના થઈ.  
            ડૉ. લક્ષ્મણ સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં ઈ.સ. 1952માં આ પંચની રચના કરવામાં આવી.
- અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું, ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી.
- પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. જેના કારણે વિદ્યાર્થીની રસરુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડે છે.
મુખ્ય ભલામણો :
- હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી.
- સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો.
- સંખ્યાત્મક ગુણ (માર્કસ) આપવાના બદલે સાંકેતિક અંકન (ગ્રેડ) પદ્ધતિને અનુસરવું.
- એક જાહેર પરીક્ષા લેવી જેનાં અંતિમ પરિણામ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય (કોમર્સ) અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું.
- માધ્યમિક સ્તર પર વ્યવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી.
- માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમરૂપે સ્વીકારવામાં આવી. જો કે વિશ્વવિદ્યાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું.
૧૯૫૨-૫૩ માં નિમાયેલા માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણના નીચેના ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા.
૧.        લોકશાહી નાગરિકતાનો વિકાસ
ર.         જીવન જીવવાની કળા માટે શિક્ષણ
૩.        સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ
૪.        વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ
પ.        વ્યકિતત્ત્વનો વિકાસ
૬.        નેતૃત્વ માટેની કેળવણી

કોઠારી પંચ
(રાષ્ટ્રીય શિક્ષણ પંચ ૧૯૬૪-૬૬)
- ભારત સરકારે 4 જુલાઈ, 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રો. ડી. એચ. કોઠારીના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી.
- આ પંચમાં 14 જેટલા સભ્યો હતા. તેમાં 9 ભારતીય અને 5 ભારત સિવાયના સભ્યો હતા.
- કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઈતિહાસમાં ‘મેગ્નાકાર્ટા’ તરીકે જાણીતું બન્યું હતું.
            ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનાં બે કારણો છે.
(૧) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર,
(ર) રાષ્ટ્રીય શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યું.
            સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. પરંતુ વાસ્વતિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સંર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું. જેના પરિણામસ્વરૂપ ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.
-         રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.
-         યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી.
-         સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા.
પંચે શિક્ષણને ભારતીય સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે શક્તિશાળી માધ્યમ તરીકે માન્યું. સંગઠિત શિક્ષણ કાર્યક્રમની જરૂરિયાત પણ જણાતાં આયોગ દ્વારા બાર કાર્યદલ અને સાત કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી. જેના દ્વારા દેશની જરૂરિયાતો અને સામાજિક આર્થિક પરિવર્તન વિશે પંચે અનેક ઉપાયો સૂચવ્યા અને ભલામણો કરી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૧૯૬૮)
કોઠારી શિક્ષણ પંચની ભલામણોને આધારે સરકાર દ્વારા ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી. જેની પ્રમુખ વિશેષતાઓ નીચે મુજબ છે.
(૧) સામાન્ય રીતે દેશના બધા ભાગોમાં એક સમાન શિક્ષણ માળખું અપનાવવાનું લાભપ્રદ રહેશે. જે 10 + 2 + 3 પ્રકારનું રહેશે. (રા.શિ.ની. અનુચ્છેદ 4 પરિચ્છેદ 17)
(ર) શિક્ષણ પર કરવામાં આવતા ખર્ચમાં ધીરે ધીરે કુલ રાષ્ટ્રીય આવકના 6 % જેટલો વધારવો. (ભાગ પ)
(૩) શિક્ષકોના પગાર અને સેવાની શરતો એમની યોગ્યતા અને જવાબદારી અનુરૂપ હોવી જોઈએ અને વળી શિક્ષકોને સેવાકાલીન પ્રશિક્ષણ આપવું જોઈએ. (ભાગ ૪ અનુ. ર એ તથા ર સી)
(૪) ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં શિક્ષણની સર્વોત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.
(પ) મહિલાઓ, અનુસૂચિત જાતિ જનજાતિ, આદિવાસી તથા વિકલાંગ બાળકોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે તેની વ્યવસ્થા કરવી.
(૬) અભ્યાસક્રમને વધારે ઉંડાણવાળો બનાવવામાં આવે અને પાઠયપુસ્તકો તથા અધ્યાપન વિધિઓમાં સુધારો કરવો જોઈએ.
(૭) સ્કૂલ લેવલના શિક્ષણમાં વિજ્ઞાન ટેકનોલોજી અને વ્યાવસાયિક શિક્ષણને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ.
(૮) નબળા વર્ગના બાળકોના શિક્ષણને ઉત્તેજન આપવા માટે શિષ્યવૃત્તિ વધારવી જોઈએ તથા અલ્પકાલીન તેમજ પત્રવ્યવહાર દ્વારા ચાલતા અભ્યાસક્રમો પર ભાર આપવામાં આવે.
            ૧૯૬૮ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી ૨૧ સદીના ભારતને ઝડપથી વિકસતા વિજ્ઞાનયુગ સાથે કદમ મિલાવવા માટે જાન્યુઆરી, ૧૯૮૫માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ નવી શિક્ષણ નીતિ લાવવાનું વચન આપ્યું હતું. ઈ.સ. ૧૯૮૬ના અદાંજપત્ર સત્ર દરમિયાન લોકસભાએ પુખ્ત વિચાર વિર્મશ કર્યા બાદ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬’નો નિર્ધાર જાહેર કર્યો. આ કાર્યક્રમો નક્કી કરવા માટે સૌપ્રથમ તો ૨૩ જેટલી કાર્યસમિતિઓની રચના કરવામાં આવી. સમિતિના સક્રિય સભ્ય તરીકે વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ વ્યકિતઓ જેવી કે પ્રખર કેળવણીકાર, તજજ્ઞો, ભારત તેમજ રાજય સરકારના પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
કાર્ય સમિતિઓને સોંપવામાં આવેલા વિવિધ વિષયોની સૂચિ નીચે પ્રમાણે હતી.
(૧) શિક્ષણનીતિને કાર્યાન્વિત કરવી.
(ર) શાળા શિક્ષણની પ્રક્રિયા તથા પાઠયક્રમ (અભ્યાસક્રમ)
(૩) સ્ત્રીઓને સમાનતા માટે શિક્ષણ
(૪) અનુસૂચ જાતિ, અનુસૂચિત જનજાતિ તથા પછાત વર્ગ માટેનું શિક્ષણ
(પ) લઘુમતીઓ માટેનું શિક્ષણ
(૬) શારીરિક ક્ષતિવાળા માટેનું શિક્ષણ
(૭) પ્રૌઢ  તથા નિરંતર શિક્ષણ
(૮) બાળસંભાળ અને શિક્ષણ
(૯) પ્રાથમિક શિક્ષણ (અવૈધિક શિક્ષણ તથા શાળા સુવિધાઓ ઓપરેશન બ્લેકબોર્ડ સહિત)
(૧૦) માધ્યમિક શિક્ષણ અને નવોદય વિદ્યાલય
(૧૧) વ્યવસાયીકરણ
(૧ર) ઉચ્ચ શિક્ષણ
(૧૩) ખુલ્લી વિદ્યાપીઠો  તથા દૂરવર્તી શિક્ષણ
(૧૪) તાંત્રિક અને સંચાલન શિક્ષણ
(૧પ) સંશોધન અને વિકાસ
(૧૬) માધ્યમ અને શૈક્ષણિક ટેકનોલોજી (શિક્ષણક્ષેત્રે કમ્પ્યુટરના ઉપયોગ સહિત)
(૧૭) વિવિધ સેવાઓ સાથે ઉપાધિઓનું વિચ્છેદન અને માનવશક્તિ અંગે આયોજન.
(૧૮) સાંસ્કૃતિક તથા દર્શન અને ભાષાકીય નીતિનું અમલીકરણ.
(૧૯) રમત ગમત, શારીરિક શિક્ષણ તથા યુવાવર્ગ
(ર૦) મૂલ્યાંકન પ્રક્રિયા અને પરીક્ષા સુધારણા
(ર૧) શિક્ષકો અને શિક્ષણની તાલીમ
(રર) શિક્ષણનું સંચાલન
(ર૩) ગ્રામ વિદ્યાપીઠો સંસ્થાઓ.
            કાર્યસમિતિઓ દ્વારા જુલાઈ, ૧૯૮૬માં પોતાના વિવિધ વિષયો પરના અભ્યાસક્રમપૂર્ણ અહેવાલો સુપરત કરવામાં આવ્યા. માનવસંપત્તિ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રીની અધ્યક્ષતામાં અહેવાલ અંગે અનેક મીટીંગો દ્વારા વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ર૦ જુલાઈ, ૧૯૮૬ના રોજ ભારત સરકાર તથા રાજય સરકારના પ્રતિનિધિઓની પરિષદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં ‘અમલીકરણ કાર્યક્રમ’ તૈયાર કરવામાં આવ્યો. ૧૯૮૬ની પહેલી અને બીજી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે શિક્ષણવિષયક મધ્યસ્થ સલાહકાર બોર્ડની બેઠકમાં બહુમૂલ્ય સૂચનો કરવામાં આવ્યાં. ત્યારબાદ ચર્ચા વિચારણાને અંતે અમલીકરણ કાર્યક્રમ લોકસભાના ટેબલ ઉપર મૂકાયો. આ કાર્યક્રમનો અમલ એ ભારત તેમજ રાજય સરકારોનો સહિયારો પ્રયાસ રહેશે. આમ રાષ્ટ્ર નવનિર્માણની કેડી કંડારવામાં “કરના નિર્માણ હૈ”ના નારા સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કાર્યાન્વિત કરાઈ.
            શિક્ષણ મંત્રાલય દ્વારા ઓગસ્ટ, ૧૯૮૫માં પ્રકાશિત કરેલ ‘શિક્ષણના પડકાર - નીતિ પરિપ્રેક્ષ્ય’ની વિષયસૂચિ ચાર પ્રકરણમાં વિભાજિત કરેલી હતી.
(૧) શિક્ષણ, સમાજ અને વિકાસ
(ર) શૈક્ષણિક વિકાસનું સમગ્ર દર્શન
(૩) આલોચનાત્મક મૂલ્યાંકન
(૪) શૈક્ષણિક નવસંકરણનો અભિગમ
રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે.
-         જ્ઞાતિ, જાતિ, પ્રાદેશિકતા કે લિંગના ભેદભાવ વિના નક્કી કરેલા સ્તરે તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ.
-         પ્રત્યેકને શિક્ષણની સમાન તક જ નહીં, પરંતુ શિક્ષણમાં સફળતા પ્રાપ્તિની પરિસ્થિતિ ઉભી કરવા.
-         10 + 2 + 3 નું શિક્ષણ સમાન માળખું.
-         અન્ય સ્થિતિસ્થાપક વિભાગો સાથે સર્વસામાન્ય હાર્દરૂપ તત્ત્વો ધરાવતું રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું. હાર્દરૂપ તત્ત્વો જેવાં કે,
·        ભારતની સ્વતંત્રતા ચળવળને આવરી લેતો ઈતિહાસ.
·        બંધારણીય જવાબદારીઓ.
·        રાષ્ટ્રીયતાની ગૌરવને વધારનારી બાબતો.
·        રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસો
·        લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા
·        દૂરંદેશીતા, જાતીય સમાનતા
·        પર્યાવરણનું રક્ષણ
·        સામાજિક ભેદભાવો દૂર કરવા.
·        નાના કુટુંબના લક્ષ્યાંકનું પાલન કરવું.
·        વૈજ્ઞાનિક વલણ કેળવવું.
-         શિક્ષણના દરેક તબક્કે અધ્યયનનું ન્યૂનતમ સ્તર નક્કી કરવું.
-         દેશના વિભિન્ન ભાગોમાં વસતા લોકોની વિવિધ સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓના મનમાં સમજ કેળવવી.
-         વ્યવસાયિક જગત અને સાહસિકતાના વિકાસ માટે કડીરૂપ બનવું.
-         અધ્યેતામાં વિવિધ સાધનો દ્વારા આજીવન અભ્યાસ અને તાલીમ માટે જિજ્ઞાસા ઉભી કરવી.
-         રાષ્ટ્રીય પદ્ધતિના શિક્ષણ માટે રાષ્ટ્રીય સંસ્થાઓને મુખ્ય અગત્યનો ભાગ ભજવવા માટે પગભર કરવી.

રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આર્ષદૃષ્ટીપૂર્વક એવા અભ્યાસક્રમની ભલામણ કરે છે કે જેનું હાર્દ તથા વિષયવસ્તુ એકસરખુ (Common) હોવા છતાં લવચિકતા (Flexible) વાળા ફેરફારને પાત્ર હોય.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસક્રમનાં મૂળભૂત લક્ષણો
-         રાષ્ટ્રીય વિકાસના ધ્યેયને અભિભૂત કરવા માટે માનવસંપત્તિનો વિકાસ.
-         પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ દરેક અધ્યેતાને વિશાળ પાયાનું સામાન્ય જ્ઞાન.
-         પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણ માટેની સામાન્ય નીતિ.
-         અભ્યાસક્રમના માળખામાં હાર્દ રૂપ બાબતોનો સમાવેશ.
-         શિક્ષણના દરેક ક્ષેત્ર અને દરેક કક્ષાએ લઘુત્તમ અધ્યયન નીપજની વ્યાખ્યા કરવી.
-         અપેક્ષિત લઘુત્તમ અધ્યયન નીપજ પ્રાપ્તિ માટે શિક્ષણ અનુભવમાં વિષયવસ્તુ, વિષયક્ષેત્રોની પસંદગીમાં લવચિકતા.
-         બાળકેન્દ્રી શિક્ષણ.
-         શૈક્ષણિક અને બિનશૈક્ષણિક વિષયોનાં મૂલ્યાંકન માટે પરીક્ષા પદ્ધતિનું નવીનીકરણ.
-         સમગ્ર રાષ્ટ્ર માટે વિષયક્ષેત્રો તથા પસંદગી માટે, નેશનલ ટેસ્ટ સર્વિસ જેવા એક સુવ્યવસ્થિત તંત્રની સ્થાપના.
-         અધ્યેતા ગમે તે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરતો હોય પણ અભ્યાસક્રમ તેને એ રીતે લાગુ થવો જોઈએ કે તે અધ્યેતાને સમાંતર તથા ઊર્ધ્વગામી વિકાસની તકો પૂરી પાડે.
-         દરેક શાળા તથા અવૈધિક શિક્ષણનાં કેન્દ્રોમાં અભ્યાસક્રમના અસરકારક વિનિમયની સુવિધાઓ.

શિક્ષણ કાર્યદળ (૧૯૮૫)
૧૯૮૦ના દશકામાં ભારતમાં રાજનીતિક અને આર્થિક ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળ્યું. ભારતમાં ટેકનિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા ઈ.સ. ૧૯૮૫માં પ્રો. કુલદૈસ્વામીની અધ્યક્ષતામાં એક કાર્યદળની રચના કરવામાં આવી; જેણે વ્યવસાયલક્ષી પ્રવાહોમાં નીચે મુજબના વર્ગીકરણની ભલામણ કરી.
(૧) કૃષિ અભ્યાસક્રમ
(ર) વ્યવસાય અને વાણિજિયક અભ્યાસક્રમ
(૩) એન્જિનિયરિંગ અને ટેકનોલોજી અભ્યાસક્રમ
(૪) સ્વાસ્થ્ય તથા ઉપ ચિકિત્સીય અભ્યાસક્રમ
(પ) ગૃહવિજ્ઞાન અભ્યાસક્રમ
(૬) અન્ય અભ્યાસક્રમ.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ (૧૯૮૬)
ભારતમાં આકાર લઈ રહેલી નવી સામાજિક આર્થિક વ્યવસ્થાના અનુસંધાને ભારત સરકાર દ્વારા “શિક્ષણના પડકારો-નીતિગત પરિપ્રેક્ષ્ય” નામે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું, જે દસ્તાવેજ ૧૯૮૬ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપમાં પરિણમ્યો. આ નીતિની પ્રમુખ વિશેષતાઓ નીચે મુજબ છે.
(૧) ર૧મી સદીની જરૂરિયાતો મુજબ બાળકોમાં જરૂરી કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવો.
(ર) એક ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનશીલ સમાજનું નિર્માણ કરવું.
(૩) પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર અને વિકાસ કરવો.
(૪) ૧૪ વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમની રચના કરવી.
(પ) સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે.
(૬) સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી અને જાળવી રાખવી. ટેકનિકલ જ્ઞાનક્ષેત્રે આત્મનિર્ભર બનવું અને એના સંચાલન માટે આવશ્યક મનોબળ ઊભું કરવું.
(૭) 10 + 2 + 3 પદ્ધતિ આખા દેશમાં લાગુ કરવી.
(૮) આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો, જે ભારતની સાંસ્કૃતિક પરંપરા, સમાનતા, બિન સાંપ્રદાયિકતા , લૈંગિક સમાનતા, પર્યાવરણ સુરક્ષા, સામાજિક ભેદભાવની સમાપ્તિ, વૈજ્ઞાનિક માનસના વિકાસ અને નાના કુટુંબની વિભાવના જેવા મૂલ્યોને સ્પષ્ટ કરતો હોય.
(૯) શિક્ષણના દરેક સ્તર પર લઘુત્તમ અધ્યયન સ્તર (MLL)નું નિર્ધારણ કરવું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં યોગ્યતાના આધારે પ્રવેશ આપવો.
(૧૦) રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યક્રમ, અનૌપચારિક તેમજ મુક્ત અને દૂરવર્તી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો.
            રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ જે પરિવર્તનો સૂચવ્યાં તે આ પ્રમાણે છે :
(1) રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું
(2) અધ્યેતાકેન્દ્રી શિક્ષણ
(3) મૂલ્યલક્ષી શિક્ષણ
(4) શિક્ષકોની સેવાકાલીન તાલીમ
(5) નવોદય વિદ્યાલયો
(6) સતત સર્વાંગી મૂલ્યાંકન
(7) વિશેષ જરૂરિયાતવાળાં બાળકોનું શિક્ષણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૧૯૮૬નો માધ્યમિક કક્ષાએ અમલ

(૧) એક સમાન શિક્ષણ માળખું
            રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કોઠારી કમિશને 10 + 2 + 3 નું માળખું સૂચવ્યું હતું, જેનો મહદઅંશે સ્વીકાર થયો છે. સરકાર આગામી વર્ષોમાં ધો.૧૦ સુધીના શિક્ષણને 5 + 3 + 2 ના માળખામાં એટલે 5 વર્ષ નિમ્ન પ્રાથમિક શિક્ષણ (ધો. ૧ થી પ), ત્રણ વર્ષ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો. ૬ થી ૮) અને પછીનાં બે વર્ષ (ધો. ૯ ૧૦) માધ્યમિક શિક્ષણમાં વિભાજિત કરશે. કેટલાંક રાજયોમાં આનો અમલ થઈ ગયો છે. કેટલાંક રાજયો આ પેટર્નનો હવે અમલ કરશે.
(ર) એક સરખો અભ્યાસક્રમ
- માધ્યમિક કક્ષાએ એકસરખો અભ્યાસક્રમ.
- પાઠયસામગ્રીમાં રાજયો પોતાની સ્થાનિક પરિસ્થિતિ, જરૂરિયાત અને આકાંક્ષાઓ મુજબ કેટલાક ફેરફારો કરી શકે છે.
(૩) હાર્દરૂપ તત્ત્વો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે રાષ્ટ્રીય અભ્યાસક્રમનાં હાર્દરૂપ તત્ત્વો :
-         ભારતની સ્વતંત્રતા ચળવળનો ઈતિહાસ
-         બંધારણીય જવાબદારીઓ
-         રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષયવસ્તુ
-         ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો
-         જાતીય સમાનતા
-         સર્વસમાનતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા
-         પર્યાવરણ સુરક્ષા
-         સામાજિક અવરોધો દૂર કરવા
-         નાના કુટુંબના ધોરણોનું પાલન
-         વૈજ્ઞાનિક વલણની કેળવણી.
(૪) કાર્યાનુભાવ (Work – Experience)
માધ્યમિક કક્ષાએ કાર્યાનુભવને કોઠારી કમિશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે જોઈએ તો સુથારીકામ, ધાતુકામ, ચર્મકામ, ચિનાઈ માટીકામ, ખાદ્યપદાર્થોની જાળવણી, વીજળી સમારકામ, બુક બાઈન્ડિંગ, જમીન, સંરક્ષણ, સાદાં વૈજ્ઞાનિક સાધનોની બનાવટ, પાકસંભાળ જેવી પ્રવૃત્તિઓ સૂચવાઈ છે. ઈશ્વરભાઈ પટેલ સમિતિની ભલામણો અનુસાર ગુજરાત સરકારે કાર્યાનુભવમાં થોડો ફેરફાર કરી સમાજોપયોગી ઉત્પાદક શ્રમકાર્ય (SUPW)ના અમલની દિશામાં પગલાં લીધાં છે.
(પ) પર્યાવરણ શિક્ષણ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬માં માધ્યમિક કક્ષાએ પર્યાવરણના શિક્ષણને સ્થાન અપાયું છે. પરંતુ માધ્યમિક કક્ષાએ તેનો અલગ વિષયના રૂપમાં સ્વીકાર થયો નથી. ગુજરાત જેવાં કેટલાંક રાજયોએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં ભૂગોળના વિષયને પર્યાવરણલક્ષી બનાવવાનો સારો પ્રયાસ કર્યો છે. એ સિવાય વિજ્ઞાન અને ભાષાની પાઠયસામ્રગીમાં પણ પર્યાવરણના વિષયવસ્તુને સાંકળી લેવાઈ છે. બી.એડ.ના નવા અભ્યાસક્રમમાં Elective Subjectમાં પર્યાવરણ શિક્ષણનો વિષય સ્થાન પામ્યો છે.
(૬) અધ્યેતાકેન્દ્રી શિક્ષણ
અધ્યેતાકેન્દ્રી શિક્ષણમાં અધ્યેતાને કેન્દ્રસ્થાને રાખી અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિઓ પ્રયુક્તિઓની રચના કરવા બાબતે શિક્ષણ નીતિ-૧૯૮૬ ભાર મૂકે છે.
(૭) વ્યવસાયલક્ષી શિક્ષણ
-         વ્યવસાયલક્ષી શિક્ષણને એક જુદો પ્રવાહ ગણી એના અભ્યાસક્રમો માધ્યમિક શિક્ષણને અંતે અપાય તેવું સૂચન કરવામાં આવ્યું.
-વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો ગાળો ૧ થી ૩ વર્ષનો રાખવો.
વ્યવસાયલક્ષી શિક્ષણના સંદર્ભમાં કોઠારી કમિશનની ભલામણો :
            પછીના સમયમાં દેશના વિવિધ ભાગોમાં ટેકનિકલ હાઈસ્કૂલો, આઈ.ટી.આઈ. સંસ્થાઓ તથા પોલિટેકનીક સંસ્થાઓનું વિસ્તરણ થયું છે.
-હાલમાં ધોરણ ૭ થી વિધાર્થીઓને ટેકનિકલ વિષયોમાં શિક્ષણ આપવાની જોગવાઈ છે.
-આઈ.ટી.આઈ સંસ્થાઓમાં પણ ધો. ૮ કે ૯ પાસ કર્યા પછી પ્રવેશ મળી શકે છે.
- પોલિટેકનિક અભ્યાસક્રમોની +2 સ્તરે જોગવાઈ થયેલી છે.
(૮) સતત સર્વાંગી મૂલ્યાકંન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક એ બંનેનાં મૂલ્યાંકનનો સર્વાંગી મૂલ્યાંકન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ.
(૯) નવોદય વિદ્યાલયો
કોઠારી કમિશન દ્વારા ખાસ બુદ્ધિ પ્રતિભા ધરાવતાં તેજસ્વી બાળકો માટે ગતિશીલ શાળાઓ સ્થાપવાની ભલામણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નવોદય શાળાઓ શરૂ કરવામાં આવી. તેમાં ગ્રામ્ય વિસ્તારોના શક્તિશાળી વિદ્યાર્થીઓને તેમની શક્તિ પ્રતિભા વિકસાવવાની તક મળે તેવો હેતુ રખાયો છે. આ હેતુને ધ્યાનમાં રાખી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક નવોદય વિદ્યાલયની સ્થાપના થઈ છે. જે જિલ્લા કક્ષાએ મોડલ સ્કૂલની ભૂમિકા ભજવી રહી છે.
(૧૦) શિક્ષક પ્રશિક્ષણ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સેવાકાલીન શિક્ષણને મહત્ત્વનું સ્થાન અપાયું છે. દેશભરની શિક્ષણ કોલેજો પૈકી કેટલીક કોલેજોને ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજયુકેશન (IASE) કે કોલેજ ઓફ ટીચર એજયુકેશનમાં રૂપાંતર કરવાની જોગવાઈ કરેલી છે.

આચાર્ય રામમૂર્તિ સમિતિ (૧૯૯૦)
            વર્ષ ૧૯૮૯માં સંયુક્ત મોરચાની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી. તેના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬માં સંશોધન કરવાની કવાયત શરૂ કરી તેના માટે આચાર્ય રામમૂર્તિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ સામે ત્રણ મુખ્ય વિષય વિચારણા માટે રજૂ કરવામાં આવ્યા.
(૧) ઈ.સ. ૧૯૮૬ ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના ક્રિયાન્વયનની સમીક્ષા કરવી.
(ર) નીતિમાં સુધારા વધારા માટે જરૂરી ભલામણો કરવી.
(૩) સંશોધિત નીતિના ક્રિયાન્વયન માટે સમયબદ્ધ યોજના બનાવવી.
આ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો નીચે મુજબ છે.
(૧) પછાત વર્ગના લોકોના શિક્ષણ માટે કાર્યક્રમ બનાવવો અને તેના પર જરૂરી ખર્ચ કરવો.
(ર) શિક્ષણમાં મોડ્યુલ તથા સેમેસ્ટર પદ્ધતિ અપનાવવી.
(૩) તમામ પ્રકારની સામાજિક આર્થિક અસમાનતાઓ દૂર કરવા ખાનગી શાળાઓને પણ સામાન્ય વિદ્યાલયના માળખામાં સમાવી લેવા.

યશપાલ સમિતિ (૧૯૯૨)
            શિક્ષણ પ્રણાલીમાં સુધાર લાવવા માટે, પ્રાથમિક શિક્ષણને વધુ સુરૂચિપૂર્ણ અને ગુણવત્તાયુકત બનાવવા માટે તેમજ અભ્યાસક્રમને વ્યવસ્થિત અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી ઈ.સ. ૧૯૯૨માં પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી પ્રો. યશપાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. ભાર વગરના ભણતરને આ સમિતિ દ્વારા મહત્ત્વ આપવામાં આવ્યું છે.

સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૧૯૯૨)
            ૧૯૯૧માં કોંગ્રેસ ફરીથી સત્તા પર આવી. પાછળની સરકારો દ્વારા કરવામાં આવેલ પરિવર્તનોનું પુનઃ નિરીક્ષણ કરવાના હેતુથી આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જર્નાદન રેડ્ડીની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી, જેણે નીચે મુજબની ભલામણો કરી.
(૧) દરેક વિદ્યાલયોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ગો અને ત્રણ શિક્ષકોની વ્યવસ્થા લાગુ કરવી.
(ર) ઓપરેશન બ્લેકબોર્ડ તથા સ્કૂલ કોમ્પ્લેક્સ જેવી યોજનાઓ ચાલુ રાખવામાં આવે.
(૩) સામાજિક આર્થિક રાષ્ટ્રીય હિતોને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવામાં આવે.
(૪) પ્રૌઢ શિક્ષણ માટે જિલ્લા સાક્ષરતા અભિયાન (DLM) શરૂ કરવાની ભલામણ કરી.
(પ) વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે વિદ્યાર્થીઓને  અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના કેન્દ્રીય ઘટક તરીકે માનવામાં આવે.
(૬) વ્યવસાયિક શિક્ષણ માધ્યમિક સ્તરે પણ શરૂ કરવામાં આવે.
(૭) સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે, સાથે સાથે શિક્ષણ સંસ્થાઓ પોતે નાણાકીય મદદ મેળવવા માટે પ્રયત્ન કરે, જેથી કરીને માળખાગત સુવધિાઓનો વિકાસ કરી શકાય.

નોલેજ કમિશન (૨૦૦૫)
            દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો હોવા છતાં તેની ગુણવત્તાનો પ્રશ્ન આપણને સતત પજવે છે. વિશ્વમાં સૌથી વધુ નિરક્ષરો આપતા દેશમાં છે. સમાજમાં વધતી જતી અસમાનતાની ખાઈ ચિંતાપ્રેરક છે. આ બધા પ્રશ્નોના ઉકેલ માટે અને સમયની માંગને સંતોષવા માટે ‘ નેશનલ એજયુકેશન કમિશન’ નિમાયું હતું.
            ૧૩ જૂન, ૨૦૦૫માં જ્ઞાન સંવર્ધિત સંસ્થાઓ અને તેની ભૌતિક સુવિધાઓમાં જરૂરી સુધારા સૂચવવા શ્રી સામ પિત્રોડાના અધ્યક્ષપદે ઉચ્ચ કક્ષાની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેને નેશનલ નોલેજ કમિશન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અધ્યક્ષ સિવાયના અન્ય સાત સભ્યો હતા.
અધ્યક્ષ -         શ્રી સામ પિત્રોડા
                        (અધ્યક્ષ, નેશનલ ટેકનોલોજી મિશન, ભારત)
સભ્યો               ૧. ડૉ. અશોક ગાંગુલી
                        ર. પ્રો.પીફ બલરામ
                        ૩. ડૉ. જ્યંતી ઘોષ
                        ૪. ડૉ. દીપક નાયર
                        પ. શ્રી નંદન નિલેકણી
                        ૬. ડૉ. સુજાતા રાજ દોરાઈ
                        ૭. પ્રો. અભિતાભ મારુ
સલાહકાર         (૧) શ્રી. એસ. રેગુનાથન
                        (ર) ડૉ.કિરના દાતાર
                        (૩) ડૉ. કુમુદ બંસલ
                        (૪) ડૉ.અશોક કોલાસ્કર
            આ પંચ ર ઓકટોબર, ૨૦૦૬થી અસ્તિત્વમાં આવ્યું. પંચે વડાપ્રધાનને ૨૪ જેટલા કાર્યક્ષેત્રોમાં પત્ર સ્વરૂપે ભલામણ સુપરત કરી હતી અને ૨૦૦૬ અને ૨૦૦૭માં બે સંકલિત અહેવાલો પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
પંચના ઉદ્દેશો :
            પંચના ઉદ્દેશો ભારતને જીવંત અને ઉત્સાહપૂર્ણ જ્ઞાન આધારિત સમાજ (Vibrant Knowledge – Based Society) બનાવવાનું પ્રતિબિંબ પાડે છે. જે નીચે મુજબ છે.
-         ર૧મી સદીના જ્ઞાનના પડકારોને પહોંચી વળે અને જ્ઞાનના ક્ષેત્રમાં ભારતને સ્પર્ધાત્મક ફાયદો કરાવે તેવી નિપુણ વ્યકિતઓ તૈયાર કરવા શિક્ષણ પદ્ધતિ વિકસાવવી.
-         વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રયોગશાળાઓમાં જ્ઞાનની વૃદ્ધિ કરવી.
-         બૌદ્ધિક માલિકીના કાયદાઓનું સંવર્ધન કરતી વ્યવસ્થાપનની સંસ્થાઓ સુધારવી.
-         ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રમાં જ્ઞાનના ઉપાયોજનને પ્રાધાન્ય આપવું.
-         સરકારે અસરકારક, પારદર્શક અને જવાબદારીપૂર્વક સેવા લોકોને આપવા અને પ્રજાને તેના મહત્તમ લાભો મળે તે માટે કુશાગ્ર સેવકો પૂરા પાડવા.

પંચની મુખ્ય ભલામણો
૨૦૦૬ની ભલામણો પુસ્તકાલયો, અનુવાદ, અંગ્રેજી ભાષાનું શિક્ષણ, રાષ્ટ્રીય જ્ઞાન જાળ, ખુલ્લી અને દૂરવર્તી શિક્ષણ વ્યવસ્થા, બુદ્ધિગમ્ય મિલકતના હકો, પ્રણાલીગત તંદુરસ્ત પ્રણાલીઓ, લોકફાળાના સંશોધન માટે કાયદાકીય માળખું.
૨૦૦૭ની ભલામણો હેલ્થ ઈન્ફોર્મેશન નેટવર્ક, પોર્ટેલ્સ, ખુલ્લા શૈક્ષણિક કાર્યક્રમો, કાયદાકીય શિક્ષણ, દાકતરી શિક્ષણ, વ્યવસ્થાપનનું શિક્ષણ, ખુલ્લી અને દૂરવર્તી શિક્ષણ વ્યવસ્થા, બુદ્ધિગમ્ય મિલકતના હકો, પ્રણાલીગત તંદુરસ્ત પ્રણાલીઓ, લોકફાળાના સંશોધન માટે કાયદાકીય માળખું.
૨૦૦૮ની ભલામણો : - શાળાકીય શિક્ષણ, ઈજનેરી શિક્ષણ, ગણિત-વિજ્ઞાનના વધુ વિદ્યાર્થીઓ, ધંધાકીય સાહસિકતા.
વિચારાધીન બાબતો :
- પોર્ટેલ્સ (જૈવ વિવિધતા, તંદુરસ્તી)
- વધુ પી.એચ.ડી.
- ખેતીવાડીમાં જ્ઞાનનું ઉપાયોજન
- એક્વા ફૂડ્ઝ
- જીવનમાં ગુણવત્તા

પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ
            6 થી 14 વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરુ પાડવામાં આવશે એવું બંધારણની કલમ 45થી નક્કી કરવામાં આવ્યું હતું. 1976 પછી બંધારણમાં સુધારો કરી તેની જવાબદારી કેન્દ્ર અને  રાજ્યની સંયુક્ત કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણના હેતુ માટે વિકેન્દ્રીકરણ જરૂરી હતું. 1992માં પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણમાં વિકાસાત્મક પ્રયત્નો માટે ઘડેલા થોડા કાર્યક્રમો વિશે જાણકારી મેળવીએ.

1. પ્રવેશોત્સવ :-
            ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
2. વૈકલ્પિક શિક્ષણ યોજના :-
            1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ ન મેળવી શકે; ત્યારે તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.

3. અવૈધિક શિક્ષણ કાર્યક્રમ :-
            6 થી 14 વર્ષની વયજૂથનાં શાળાએ ન જઈ શકતાં બાળકો માટે અવૈધિક શિક્ષણ અથવા અશાલેય શિક્ષણનો કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 1979-80થી શરૂ કરવામાં આવ્યો છે.
4. ઓપરેશન બ્લેકબોર્ડ :-
            આ કાર્યક્રમ 1997-98માં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના આશયથી શરૂ થયો હતો. 1999 સુધીમાં 5 લાખ કરતાં વધુ પ્રાથમિક શાળાઓમાં  આ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક ઉપકરણો પૂરાં પાડવામાં આવ્યાં.
5. મધ્યાહન ભોજન યોજના :-
            19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી આ યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને શાળા પ્રવેશમાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
6. ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ (M.L.L) :- (મિનિમમ લેવલ ઓફ લર્નિંગ) :-
          બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી વિષયવસ્તુ આધારિત પાઠ્યક્રમની ગોઠવણી 1995થી કરવામાં આવી; જેમાં બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય એવા પાઠ્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ મેળવતાં 80 %બાળકોમાં ક્ષમતાસિદ્ધિનો આંક 75% ટકા સુધી પહોંચે એ આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે.

7. ભાર વિનાનું ભણતર :-
          બાળકો ઉપર પાઠ્ય પુસ્તકોનું માનસિક ભારણ ન આવે તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રો. યશપાલજીના અહેવાલના આધારે નાનાં બાળકો ઉપર શિક્ષણનો જે ભાર જોવા મળે છે; તેને ઘટાડવા ગુજરાત રાજ્યમાં ભાર વિનાના ભણતરનો પ્રયોગ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકને દફતરનો ભાર ન લાગે તે માટે તેનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે.
8. વિદ્યાલક્ષ્મી યોજના :-
          કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગુજરાત સરકારે 2002-03ના વર્ષને કન્યા-કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ યોજના અનુસાર શાળા પ્રવેશ સમયે દરેક કન્યાને 1000 રૂ.ના બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ મેળવનાર વિદ્યાર્થીનીને ધોરણ 8 પાસ કરે; ત્યારે તે બોન્ડ વટાવી શકે છે. આ યોજનાના હેતુઓ નીચે મુજબ છે :
- સાક્ષરતાનું પ્રમાણ જે વિસ્તારોમાં ઓછું છે ત્યાં કેળવણીનું પ્રમાણ વધે
- શિક્ષણ મેળવવા તરફ કન્યાઓ આકર્ષાય
- 25 ટકાથી ઓછી સાક્ષરતાવાળા વિસ્તારોમાં કન્યા-કેળવણીનું પ્રમાણ સુધરે.
- કન્યાઓનું નામાંકન 100 ટકા થાય તેમજ તે આઠમા ધોરણ સુધી જળવાઈ રહે.

ADEPTS
(Advancement of Educational Performance through Teacher Support) (શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ)
- શિક્ષકોના વલણ ઘડતર માટેનો કાર્યક્રમ એટલે એડપ્ટસ કાર્યક્રમ.
- 5 સપ્ટેમ્બર, 2007થી ગુજરાતમાં 500 શાળાઓમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

એડપ્ટસનાં ક્ષેત્રો અને તેનાં વિધાનો :
(૧) જ્ઞાનાત્મક પરિમાણ : 1 થી 39 વિધાનો.
(૨) સામાજિક તથા ભાવાત્મક પરિમાણ : 40 થી 55 વિધાનો.
(૩) ભૌતિક પરિમાણ : 56 થી 61 વિધાનો.
(૪) સંસ્થાકીય પરિમાણ : 62 થી 80 વિધાનો.
- કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચાલે છે.
- એડપ્ટસના અનુસંધાનમાં શાળાઓમાં નીચેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
- રામહાટ                     - મુખ વાચન
- અક્ષયપાત્ર                 - શાળા પર્યાવરણ
- આજનું ગુલાબ            - વર્ગ પુસ્તકાલય
- આજનો દીપક            - પ્રતિભા શોધ પ્રવૃત્તિઓ
- ખોયાપાયા                  - શૈક્ષણિક આયોજન
- પ્રાર્થના સભા              - ક્ષેત્રિય મુલાકાત
- યુનિટ ટેસ્ટ                 - મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ
- સ્ટુડન્ટ પોર્ટફોલિયો     - મુખપત્ર
- સ્ટુડન્ટ પ્રોફાઈલ         - હેલ્થ કોર્નર
- ડિસ્પ્લે બોર્ડ               - વિષયમંડળ
- શિક્ષક બેઠક               - સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ

School Management Committee (SMC)
(શાળા વ્યવસ્થાપન સમિતિ)
            RTE – 2009 ના ‘શિક્ષણના અધિકાર’ કાયદામાં SMCની રચના કરવાની જોગવાઈ આપવામાં આવી છે. જેમાં સ્થાનિક કક્ષાએ શાળામાં શિક્ષણ કાર્ય સુચારુ રીતે થાય તેવા પ્રયત્નો કરવા તે મુખ્ય હેતુ રહેલો છે.

SMC વિશે થોડી માહિતી :
- શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)માં કુલ બાર સભ્યો હોય છે.
- તેમાં 75% પ્રતિનિધિત્વ વાલીઓનું હોય છે. એટલે કે 7 સભ્યો બાળકોના વાલીઓ હોય છે.
- જ્યારે 25% સભ્ય સંખ્યામાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
(૧) સ્થાનિક સત્તાતંત્ર નક્કી કરે તેવા ચૂંટાયેલા સભ્ય.
(૨) એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.
(૩) એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ.
(૪) એક સભ્ય સ્થાનિક કડિયો.
- એસ.એમ.સી.ની બેઠક દર મહિને બોલાવવામાં આવે છે.
- દર બે વર્ષે એસ.એમ.સી.ની પુનઃરચના કરવામાં આવે છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)
- સમાજમાં ગરીબી રેખા નીચે આવતી કન્યાઓ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે.
- રાજ્યમાં તાલુકા કક્ષાએ એક-એક KGBVની સ્થાપના કરવામાં આવી છે.
- તાલુકા કક્ષાએ તેનું સંચાલન BRC દ્વારા થાય છે.
- જિલ્લામાં આવેલી KGBV શાળાઓનું સંચાલન DPEO હસ્તક થતું હોય છે.
-  ખાસ કરીને KGBV કન્યાઓમાં નીચો સાક્ષરતા દર ધરાવતા તાલુકાઓમાં ખોલવામાં આવે છે.
- KGBV શાળાઓમાં મફત શિક્ષણ, શૈક્ષણિક સાધન સામગ્રી, ગણવેશ, વિવિધ જીવન કૌશલ્યની તાલીમ, શૈક્ષણિક પ્રવાસ અને રહેવાનું, જમવાનું વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.  

કન્યાઓના પ્રાથમિક શિક્ષણ અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ
(NPEGEL)
(National Programme for Education of Girls at Elementary Level)
- ગુજરાતમાં શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં કન્યા શિક્ષણને વેગ આપવાના હેતુથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.
- કન્યાઓ શાળામાં પ્રવેશ મેળવે, પ્રાથમિક શિક્ષણ મેળવે તેવા હેતુથી આવી શાળાઓ શરૂ કરવામાં આવી છે.
- શિક્ષણની સાથે કન્યાઓ જીવન કૌશલ્યની તાલીમ મેળવી શકે તેવો આ યોજનાનો આશય છે.

વિકલાંગ બાળકો માટેનું સંકલિત શિક્ષણ (IED)
(ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્સ)
- ભારતમાં વિકલાંગ ધારો 1995માં અમલમાં આવ્યો.
- વિકલાંગ બાળકો માટે પ્રાથમિક શિક્ષણમાં 6 થી 18 વર્ષની વય સુધી વિકલાંગ ધારા અન્વયે જોગવાઈ કરવામાં આવી છે.
- વિકલાંગતા નીચે મુજબની હોઈ શકે.
(૧) અંધત્વ અને અલ્પદૃષ્ટિ TB
(૨) માનસિક ક્ષતિ અને માનસિક રોગ MR
(૩) માનસિક બિમારી
(૪) સેરેબ્રઇ પાલ્સી (મગજનો લકવો) – CP
(૫) બહુવિકલાંગતા MD
(૬) શ્રવણની ખામી HI
(૭) અસ્થિ વિષયક વિકલાંગતા OH
(૮) મટી ગયેલ રક્તપિત્ત LAP
(૯) ઓટિઝમ
શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો

SSA
સર્વ શિક્ષા અભિયાન
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ
CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન
ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ           
BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ
BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ           
BRC
બ્લોક રિસોર્સ સેન્ટર      
BRP
બ્લોક રિસોર્સ પર્સન
BRG
બ્લોક રિસોર્સ ગૃપ          
CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર
CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ        
CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ
DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર
DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર
DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ
EC
એજ્યુકેટિવ કમિટી
ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન
GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી
GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત
GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ
KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
MTA
મધર ટીચર એસોસિએશન
NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ
PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન
RTE
રાઈટ ટુ એજ્યુકેશન
RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન
SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન
SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર
SSA
સર્વ શિક્ષા અભિયાન
STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ
TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ
TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન
TT
ટીચર્સ ટ્રેનિંગ
UP
અપર પ્રાયમરી
VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી
VEC
વિલેજ એજ્યુકેશન કમિટી
VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર
WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી
WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી
WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર
NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન
CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન
ET
એજ્યુકેશનલ ટેકનોલોજી
P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ
RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર
DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ
DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ
TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર
TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર
EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક
EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ
WE
વર્ક એક્સપિરિયન્સ
MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ
NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ
LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ
GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન
SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ
DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન
ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ
MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી
CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન
NKU
નેશનલ નોલેજ કમિશન
NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ
SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી
ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી
TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ
TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ
TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ
ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો
GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી
GR
જનરલ રજીસ્ટર
CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ
CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન
IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન
CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન
IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન
NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ  
RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન
ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો
SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી
UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન
UPS
અપર પ્રાયમરી સ્કૂલ

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...