Law For PSI and Constable Exam

પુરાવાની વ્યાખ્યાને જોઇએ તો પ્રથમ ભાગમાં સાક્ષીના નિવેદનોની વાત કરેલ છે. એટલે મૌખીક પુરાવા.
જ્યારે બીજા ભાગમાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ સહીત રજુ થતાં તમામ દસ્તાવેજ ની વાત કરેલ છે એટલે દસ્તાવેજી પુરાવો.
(૧) મૌખીક પુરાવો (કલમ ૫૯) અને તે મૌખીક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઇએ. (કલમ ૬૦) આ બન્ને કલમ જોઇએ તો ટુંકમાં કહેવાય કે મૌખીક પુરાવો  સીધો હોવો જોઇએ કોર્ટ સાંભળેલો પુરાવો માન્ય ગણતી નથી. હંમેશા શ્રેષ્ઠ પુરાવો રજુ થવો જોઇએ . સાંભળેલો પુરાવો એ નબળો પુરાવો છે. પરંતુ ભારતીય પુરાવા અધિનીયમ મુજબ તેના ત્રણ અપવાદ છે.
(અ) કલમ ૩૨
૩૨(૧) મુજબ મરણોન્મુખ નિવેદન
(બ) કલમ ૩૩
(ક) કલમ ૬ રેસગેસ્ટેનો સિધ્ધાંત કાનેથી સાંભળેલી બાબત જાતે અનુભવી હોઇ અને તે બનેલી ઘટના સાથે સીધો સબંધ ધરાવતી હોઇ ત્યારે સાંભળેલો પુરાવો કોર્ટ કઇક અંશે ધ્યાને લે છે.
(૨) દસ્તાવેજી પુરાવો– દસ્તાવેજી પુરાવા બાબતે ભા.પુ અધિનિયમની કલમ ૬૧ થી ૯૦ તેને સમજવા તેના બે પ્રકાર
૧. દસ્તાવેજ
૨. ઇલેક્ટ્રોનિક રેકર્ડ (કોમ્પ્યુટર અને મોબાઇની શોધ પછીનો યુગ)
હવે આપણે ૬૧ થી ૯૦ કલમને સમજવા માટે ત્રણ અલગ ભાગ પાડીએ
૧. દસ્તાવેજ (ઇલે.રેકર્ડ સિવાયના) કલમ ૬૧ થી ૯૦
૬૧ થી ૬૬ કયો દસ્તાવેજ રજુ કરવો
પ્રાથમિક અને ગૌણ વિષે જણાવેલ છે.           
૬૭ થી ૭૮ દસ્તાવેજનું ખરાપણું સાબિત કરવું
જાહેર દસ્તાવેજ અંગત દસ્તાવેજ અને જાહેર દસ્તાવેજની પ્રમાણિત નકલ ક્યારે રજુ થાય તે વિષે જણાવેલ છે. ૬૮ થી ૭૧ માં કયા દસ્તાવેજો ઉપરશાખ/સાક્ષીકરણ જરૂરી છે તે જણાવેલ
છે.       
૭૯ થી ૯૦ કોર્ટે દસ્તાવેજને લગતા અનુમાન સાબિત કરવા.
પુરાતન દસ્તાવેજ વગેરે જણાવેલ છે.
 (૨) ઇલેક્ટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા અને તેને લગતી તમામ હકીકતનો સમાવેશ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-૨૦૦૦ થી અને તે લગતી ભારતની સંસદે તેની સાથે સબંધ ધરાવતા કાયદામાં
સુધારા કર્યા. તેમાં I.P.C, C.R.P.C અને EVIDENCE ACT માં સુધારા થયેલ છે. જેમાં મહત્વનાં અને મોટાભાગનાં ફેરફાર INDIAN EVIDENCE ACT માં થયેલ છે તે ધ્યાને લઇએ.
૪૫-એ :- ઇલેક્ટ્રોનિક પુરાવાના પરીક્ષકનો અભિપ્રાય
            જ્યારે કોઇ કાર્યવાહીમાં અપાયેલી માહિતી અથવા કોઇપણ કોમ્પ્યુટર રીસોર્સમાં સંગ્રહિત કરેલી અથવા અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક અથવા ડીજીટલ સ્વરૂપમાં સંઘરાયેલી કોઇપણ માહિતી વિષે અદાલતે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે ઇન્ફોર્મેશન ટકનોલોજી એક્ટ – ૨૦૦૦ ની કલમ – ૭૯ એ માં જેનો સંદર્ભ આપ્યો છે. તેવા ઇલેકટ્રોનિક પુરાવાના પરીક્ષકનો અભિપ્રાય એ સંગત હકીકત ગણાશે.
૪૭-ક ઇલેક્ટ્રોનિક સહી વિષેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત કરાય
            કોઇપણ વ્યક્તિ (ઇલેક્ટ્રોનિક સહી) સબંધી ન્યાયાલય અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે પ્રમાણપત્ર કાઢી આપનાર અથવા પ્રમાણિત કરનાર સત્તાધિકારીનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે.
૬૫- ક ઇલેક્ટ્રોનિક રેકર્ડને લગતા પુરાવા સબંધી ખાસ જોગવાઇ
            તે સાબિત કરવાની પધ્ધતી કલમ ૬૫ (ખ) માં આપેલ છે. ૬૫ (ખ) મુજબની પધ્ધતી અનુસરવી પડે તે કલમનાં કુલ પાંચ પેટા વિભાગ આપેલ છે. જેને ટુંકમાં જોઇએ તો કોમ્પ્યુટર આઉટપુટથી કે ઇલેક્ટ્રોનિક ડીવાઇસનું આઉટપુટ અથવા અન્ય કોમ્પ્યુટરના જોડાણ દ્વારા મેળવેલ તમામ હકીકતો ગ્રાહ્ય છે અને તે બાબતે પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએ.
૬૭-ક ઇલેક્ટ્રોનિક સહી સબંધે સાબિતી
            નિશ્ચિત ઇલેક્ટ્રોનિક સહીના કિસ્સા સિવાય તે સહી ઇલેક્ટ્રોનિક સહી કરનારની છે તે હકીકત સાબિત કરવાની રહેશે.
૭૩-ક ડીજીટલ સહીની ખરાઇની સાબિતી
            આ કલમમાં ડીજીટલ સહી નક્કી કરવાની વાત છે અને તે બાબતે ડીજીટલ સહી પ્રમાણપત્ર રજુ કરવુ તેમજ આઇ.ટી એક્ટની કલમ ૧૭(૧) મુજબ નિયંત્રકનો અહેવાલ જરૂરી છે.
૮૧-ક ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ગેઝેટ સબંધી માનીલેવા બાબત.
            તેમાં કોર્ટ બે બાબત માની લે છે. તેવુ જણાવેલ છે. જે યોગ્ય કસ્ટડીમાંથી રજુ થાય અને કાયદાએ ફરમાવેલ સ્વરૂપમાં રજુ થાય તો તે યોગ્ય છે તેવુ કોર્ટ માની લે છે.
૮૫- ક ઇલેક્ટ્રોનિક કબુલાતો સબંધી માની લેવા બાબત.
૮૫-ગ ઇલેક્ટ્રોનિક સહી પ્રમાણપત્ર સબંધી માની લેવા બાબત.
૮૮-ક ઇલેક્ટ્રોનિક સંદેશા (મેસેજ) સબંધી માની લેવા બાબત.
            કોર્ટ સંદેશા સબંધી અનુમાન કરશે પરંતુ તે વ્યક્તિ સબંધી સંદેશા બાબતે કશું અનુમાન માની લઇ શકાય નહી.
૯૦-ક પાંચ વર્ષ જુના ઇલેક્ટ્રોનિક રેકર્ડ સબંધી અનુમાન
            જેવી રીતે પુરાતન દસ્તાવેજ ૩૦ વર્ષ જુનો હોય તો કોર્ટ તે યોગ્ય પ્રક્રિયાથી થયેલ છે તેમ માનશે તેમ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ બાબતે આ કલમ પાંચ વર્ષ જુનાનો જણાવે છે.
કલમ ૧૩૧:બીજી વ્યક્તિના કબજામાં હોય અને જે રજુ કરવાનો ઇન્કાર કરે તેવા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક રેકર્ડ રજુ થવા બાબતે છે.
Ø  સાક્ષીઓ અને તે લગતી જોગવાઇ :-
(૧) સાક્ષીઓની સંખ્યા કલમ ૧૩૪ મુજબ  કોઇ કાર્યવાહીમાં કેટલા સાક્ષીઓ હોવા જોઇએ તે નક્કી નથી. તે દરેક ઘટના બનાવ કે હકીકત ઉપર આધાર રાખે છે.
(૨) કલમ ૧૧૮ અને ૧૧૯ માં સાક્ષીઓ બાબતે જણાવેલ છે તે મુજબ કોઇપણ વ્યક્તિ જે પુછાયેલ પશ્નનો તાર્કિક રીતે અને સમજુતી સહ તેમજ યોગ્ય જવાબ આપી શકે તેવો કોઇપણ વ્યક્તિ સાહેદ...... બાળક કે વૃધ્ધ પરંતુ  જો પુછાયેલ પ્રશ્નનો સમજપૂર્વક પ્રત્યુત્તર આપે તો તે સાહેદ છે.
કલમ ૧૧૯ મુજબ મુંગો વ્યક્તિપણ સાહેદ છે. તે હાથના ઇશારાઓથી નિશાનીઓ વડે પોતાની રજુઆત કરી શકે છે.
(૩) સાક્ષી (સાહેદ) બાબતે કલમ ૧૩૭,૧૩૮ મુજબ કોર્ટમાં ‘સરતપાસ’ ,‘ઉલટતપાસ’, અને ‘ફેરતપાસ’ વિશે જણાવેલ છે.
જેમાં ૧૩૭ માં ‘સરતપાસ’ એટલે બોલાવનાર પક્ષકાર સાહેદને તપાસે તે.
ઉલટતપાસ : બચાવપક્ષ કે આરોપી સાહેદને હકીકત બાબતે જે  
                 પ્રશ્ન પૂછે તે.
ફેરતપાસ : ત્યારબાદ જો ઉલટ તપાસમાં કોઇ હકીકત નીકળેતો
              બોલાવનાર પક્ષકાર તે સાહેદને પ્રશ્ન પૂછે તે.
            જ્યારે કલમ ૧૩૮ માં તેનો ક્રમ દર્શાવેલ છે. તે મુજબ પ્રથમ સરતપાસ ત્યારબાદ ઉલટતપાસ અને જો જરૂરી હોયતો છેલ્લે ફેર તપાસ એમ ક્રમાનુસાર એક સાહેદની આજરીતે તપાસ થાય છે.
પરંતુ સાહેદોના ક્રમ વિશે જણાવેલ નથી. તે જો કાયદામાં જણાવેલ ન હોય તો કોર્ટની મનસુફીની બાબત છે. પરંતુ સાહેદની જુબાની ના ક્રમ વિશે જણાવેલ છે. જે સરતપાસ ઉલટતપાસ અને ફેરતપાસ......
(૪) કલમ ૧૪૧ થી ૧૪૩ માં  સુચક પ્રશ્નો
            આ કલમમાં સુચકપ્રશ્ન એટલે શુ ? સુચક પ્રશ્ન ક્યારે પુછી શકાય તે જણાવવામાં આવે છે.
સુચકપ્રશ્ન એટલે જેનો જવાબ હા કે ના માં આવતા હોય અથવા સાહેદને જે પ્રશ્ન પુછેલ હોય તેમાં જ તેનો જવાબ છુપાયેલો હોયતે પ્રશ્નને સુચક પ્રશ્ન કહે છે. સદર સુચક પ્રશ્ન સરતપાસ અને ફેરતપાસમાં પૂછી શકાતા નથી. પરંતુ જો બચાવપક્ષનો વાંધો ન હોય તો મુદ્દાની હકીકત સિવાય અન્ય બાબતે પુછી શકાય છે.
       કલમ ૧૫૪માં  હોસ્ટાઇલ વિટનેસ એટલેકે જુઠ્ઠા સાક્ષી કે વિરોધી સાક્ષી વિશે જણાવવામાં આવેલ છે. બોલાવનાર પક્ષકાર પોતે કોર્ટની પરવાનગીથી સાહેદને હોસ્ટાઇલ જાહેર કરી આ કલમ અન્વયે તેને ઉલટ તપાસમાં પુછી શકાય તેવા પ્રશ્નો પુછે છે. તેને પ્રશ્નો પુછ્યા પહેલા હોસ્ટાઇલ કરવો જરૂરી છે.
     કલમ ૧૫૯ થી ૧૬૧ માં યાદદાસ્ત તાજી કરવા વિશે છે.
    કલમ ૧૨૧ થી ૧૩૨ માં જુદા  જુદા ખાનગી સંવાહન વિશે છે.
(૧) ન્યાયાધિશ અને મેજીસ્ટ્રેટ કલમ- ૧૨૧
 (૨) પરણિત વ્યક્તિના લગ્ન જીવનનાં સંવાહન કલમ- ૧૨૨
 (૩) રાજ્યના કામકાજ વિશે તેમજ સરકારી કામકાજ વિશે કલમ
      -૧૨૩, ૧૨૪
 (૪) ગુનો થવા વિશેની બાતમી (બાતમીદાર) અને
(૫) (કલમ ૧૨૬ થી ૧૨૯) બાબતમાં કાયદાના સલાહકારને લાગુ
      પડતાં સંવાહનો (કાયદાના વ્યવસાહીકોના સંવાહનો)  
IPC :- 6ઓકટોબર,1860 :ગવર્નરની મંજુરી
1જાન્યુઆરી,1862
કુલ કલમ : 511
CRPC : : અમલ 1 ઍપ્રિલ 1974
કુલ કલમ : 484      
Indian evidence act :-  1 સપ્ટેમ્બર,  1872
કુલ કલમ 167
IPC: 6 થી 52(અ) શબ્દોની વ્યાખ્યા, અર્થઘટન
CRPC : કલમ 2 ની પેટા કલમ '' થી '' સુધી વ્યાખ્યા
Evidence act  : કલમ3 અને 4 માં વ્યાખ્યાઓ આપી છે.
કલમ 53 થી 75 સજા અને તેના પ્રકારો IPC માં છે. જ્યારે કઇ કોર્ટ કેટલી સજા કરે અને કોર્ટના પ્રકાર તે CRPC માં આપેલ છે.  
ü 1] સજા : ફાંસી
ભારતીય દંડ સંહિતા ફોજદારી ધારો,IPC માં લગભગ 10 ગુના
  
માં ફાંસીની સજા થાય છે.
1.  રાજ્ય યુદ્ધ કરવું ‌-કલમ -121
2.  ખરેખર થયેલા બળવામાં (લશ્કર ના માણસે) ઉશ્કેરવો.
‌‌- કલમ  132
3.  ખોટા પુરવા ઉભા કરવો કે જેથી નિર્દોષ માણસનું મૃત્યુ નીપજે.‌-  કલમ 194
4.  ખુન ‌- કલમ 302
5.  આજીવન સજા ભોગવતા કેદી દ્વારા ખુન કરવાનો પ્રયત્ન કરતાં-કલમ- 303ની સજા ગેરબંધારણીય દર્શાવેલ છે.
6.  ગાંડા નશા કરેલ કે બાળક ને આપઘાત કરવા પ્રેરણા‌- 305
7.  બળાત્કાર કરી પીડિતા ને એવી પિડામાં પહોચાડવવી કે જે જીવન મોત સમાન બની જાય.376(એ)
8.  વારંવાર બળાત્કાર નો ગુનો કરવો 376(ઇ)ખ
9.  ખુન સાથે ધાડ‌- 396. 
10.         ખંડણી
ü 2] આજીવન સજા
ü 3] સખત સજા
ü 4] સાદી સજા
ü 5]એકાંત સજા
·     જ્યાં સખત સજા થઇ હોય ત્યાં એકાંત કેદ થઇ શકે છે.
·     એકાંત કેદ વધુમા વધુ ત્રણ માસની થાય. તેનાથી વધુ ન થાય.
·     એકાંત કેદ સરળ રીતે એકી સાથે 14 દિવસ ભોગવવાની હોય છે.
કલમ 75  : સ્ટેમ્પ ટિકિટ અને ચોરીને લગતા પ્રકારના ગુના એક વખત સજા થયા બાદ જો બીજી વખત ગુનો કરેતો કોર્ટ બીજી વખત તેને કલમ 75ના સિધ્ધાત મુજબ તે ગુનામાં નક્કી થયેલી સજાના બદલે આજીવન સજા થાય છે.

કલમ: 76 થી 106 :(અપવાદ)
     માણસ એક એવું પ્રાણી છે. સંજોગો વસાત ભૂલથી  આકસ્મિક રિતે કેટલાક કૃત્યો ગમે તે પ્રકારે અજાણતા કરી દે છે. તેવા કૃત્યો અપવાદ ગણાય છે. તે ગુનો ગણાવામાં આવતા નથી.
     આ અપવાદ પુરવાર કરાવવાની જવાબદારી આરોપીની છે. જ્યારે કેસ પુરવાર કરાવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે.
1)    હકીકતની ભૂલ-એ સારો બચાવ છે. પરંતુ કાયદાની ભુલએ બચાવ નથી.
 2)   હકીકત ની ભૂલો જે સ્વયં ગેરકાયદેસર હોય તો સારો બચાવ ગણાતો નથી.
અકસ્માતો :- કલમ ૮૦ માં અકસ્માતોની વ્યાખ્યા આપેલી છે.
               (અકસ્માત  બને છે કે બનાવામાં આવે છે.)
અકસ્માતની વ્યાખ્યા:-“ કમનસિબીથી એકાએક અચાનક સંજોગો વસાત કાયદેસરના સાધનો વડે કાયદેસરના કૃત્ય વડે કરતાં હોય તેમ છતાં કમનસીબીથી બને તો અકસ્માત કહેવાય”  બાકી નહી.
1)    7 વર્ષની નિચેના બાળકનું કૃત્ય ગુનો ગણાતું નથી.
2)    7 થી 12 વર્ષના અપરિપક્વ  બાળકનું કૃત્ય ગુનો ગણાતું નથી.
દરેક નશો કરેલ વ્યક્તિનું કૃત્ય અપવાદ ગણાતુ નથી.
જો નશો સ્વેછાએ કરેલો હોય તો અપવાદનો લાભ મળતો નથી.
3)    કપટ થી બળ જબરીથી ધમકીથી કરાવેલ કૃત્ય પરિણામ જાણતો ન હોય તો જ તમને લાભ મળે છે.
4)    નશો ગમે તે એ કરાવ્યો હોય અને તે પરિણામ જાણતો હોયતો લાભ મળતો નથી.
ભાગ-4
ગાંડા વ્યક્તિનું મૃત્યું
1.     કોઇનું ભલુ કરવા માટે આચરવામાં  આવેલ કૃત્ય
2.     ધમકીથી મૃત્યુનો ભય હોય તો જ બચાવનો પક્ષ મળે છે.
·        સંમતિથી કરવામાં આવેલ કૃત્યો
ü કલમ ૯૦ મુજબ નકારાત્મક શબ્દોની છે. અહીં સંમતિ સંમતિ ગણાતી નથી તેવી વ્યાખ્યા છે.
ü ધમકી, હાની, ભય, હકીકત ની ખોટા ખ્યાલને આપેલ હોય છે.
ü અસ્થિર મગજની વ્યક્તિએ આપેલી સંમતિ નથી.
ü 12 વર્ષની ઓછી વયની વ્યક્તિની સંમતિ નથી.
ü 95 કલમ નજીવા કૃત્યો ગુનો ગણાતા નથી.

v કલમ ૯૬ થી ૧૦૬ : સ્વબચાવ ને લગતાં કૃત્યો આ કલમમાં સમાવવામાં આવેલ છે જેમાં વ્યક્તિને શરીર તેમજ મિલકતને બચાવાનો અધિકાર મળે છે.
તે પોતાના તેમજ અન્યના શરીર કે મિલકતને બચાવવા અધિકાર મળે છે.
v કલમ ૧૦૭ થી ૧૨૦ : દુષ્પ્રેરણ  અંગે છે
અહીં ગુનો કરનાર કોઇ અન્ય હોય છે. પરંતુ આ કલમો ગુનો કરનાર ને એટલે કે દુષ્પ્રેરણ કરનાર ને સજા કરવા માટે આપેલ છે.
જેમાં કલમ ૧૦૭ માં ગુનો કરવામાં મદદગારી કોને કહેવાય તેની વ્યાખ્યા આપેલી છે.
તે મુજબ દુષ્પ્રેરણ કે મદદગારી ત્રણ પ્રકારે થાય છે.
1.     કાવતરૂ
2.     ઉશ્કેરણી
3.     મદદગારી
·        મદદગારીની કલમ ૧૧૪ : જો પ્રેરણા આપનાર બનાવના સ્થળે હાજર હોય તો જાણે ગુનો તેણે જ કર્યો છે, તેવું માની સજા થાય છે.
·        IPC માં કલમ ૩૪,૧૧૪ ગુનાના આરોપીઓ વિશે છે
 જેમાં ૩૪માં સામાન્ય ઇરાદો હોય તોજ લાગુ પડે
જયારે ૧૧૪ માટે દુષ્પ્રેરકની  હાજરી જરૂરી છે.
---------------------------
v ભારતીય પુરાવા અધિનિયમ
·        કલમ-૬ રેસ ગેસ્ટેનો સિદ્ધાંત
·        કલમ-૯ ઓળખ કરે
·        કલમ-૧૧ આરોપીની અન્ય જ્ગ્યાએ હાજરી
·        ગુનાની કબૂલાત ૨૪ થી ૩૦ કલમમાં આપેલ છે
1.     પોલિસ રુબરુની કબૂલાત ગ્રાહ્ય નથી જયારે
2.     કલમ ૨૭ પોલીસને કોઇ માહિતી આપતા તે માહિતી પરથી મળેલ હકીકતનો ભાગ સાબિત(ગ્રાહ્ય) થાય છે. તે મુજબ પોલીસ પંચનામુ કરે છે.
·        રિકવરી
·        ડિસ્કવરી
કલમ-૩૦ સહઆરોપીની કબુલાત
કલમ-૩૨ એ મરણોત્તર(D.D) મુત્યુનું કારણ આપ્યું હોય તે. 32(1)
કલમ-૪૫ નિષ્ણાંત વ્યક્તિનો અભિપ્રાય
કલમ-૪૭ હસ્તાક્ષરનો અભિપ્રાય ક્યારે અભિપ્રાય ગણાય.
કલમ-૪૭(અ) ઇલેક્ટ્રોનિક સહી અંગેનો અભિપ્રાય
કલમ-૫૭ ન્યાયીક નોધ
કલમ-૫૯ મૌખિક પોરાવો
કલમ-૬૦ મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઇએ
કલમ-૬૨ પ્રાથમિક પુરાવો
કલમ-૬૩ ગૌણ પુરાવો
કલમ-૭૪ જાહેર દસ્તાવેજ
કલમ-૯૦ પુરાતત્વ દસ્તાવેજ(૩૦ વર્ષ જુનો)
કલમ-૯૦(અ) પાંચ વર્ષ જુનો ઇલેકટ્રોનિક રેકડનું અનુમાન
કલમ-૧૦૧ સાબિતિનો બોજો
કલમ-૧૦૭ (૩૦વર્ષ દરમિયાન હયાત હોવાનો જાણવામાં આવ્યું હોય તેનું મૃત્યું થયું છે. તે કોઇ કહેતો હોય મૃત્યું થયું છે. સાબિત થવાનું હોય છે.
કલમ-૧૦૮ : સાત વર્ષથી જેના ખબર અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ હયાત છે તેવું કહેનાર પર છે.
કલમ- ૧૧૧ (ક) : રાજ્ય વિરૂધ્ધના ગુના અંગે અનુમાન
કલમ ૧૧૨:  લગ્ન જીવન દરમિયાન થયેલી જન્મની ઔરસ્તાનો નિર્ણય
  ૨૮૦ દિવસમાં જન્મ થયેલ હોય તો જેના સાથે છુટા છેડા પહેલા લિધા હોય તે તેના પિતા.
કલમ ૧૧૩(ક) પરિણત સ્ત્રીઓએ કરેલા આપઘાતમાં મદદ કરી હશે એવું માની લેવું.
કલમ ૧૧૩(બ): દહેજ & મૃત્યુ અંગે અનુમાન.
કલમ ૧૧૪(ક) : બળાત્કારના કેસ માં સ્ત્રી સંમતીની ના
                     હોય તેવું માની લેવું.
કલમ-૧૧૮ : સક્ષમ સાહેદ (જે સમજીને ઉત્તર આપે તે
                                     તમામ)
કલમ-૧૧૯ : મુંગા સાક્ષી
કલમ-૧૨૫ : બાતમીદાર (ગુનો થવાની માહિતિ)
કલમ-૧૩૩ : ગુનાનો સાક્ષી સક્ષમ સાહેદ છે.
કલમ-૧૩૪ : કાયદોએ  ( કેસમાં )સાક્ષીઓની સંખ્યા નક્કી
                 કરેલ નથી.
કલમ-૧૩૭ : સરતપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
             આરોપી કે બચાવ પક્ષ પૂછે તે
કલમ-૧૪૧ : સૂચક પ્રશ્નો ઉલટ તપાસમાં પૂછાય છે. સરતપાસમાં પૂછવા માટે કોર્ટની મંજૂરી જોઈએ.
કલમ-૧૫૪ : હોસ્ટાઇલ વિટનેસ( જુઠ્ઠો સાહેદ) ફરીયાદ પક્ષે કરાય છે
v  ભારતીય પુરાવાનો કાયદો -૧૮૭૨
૧.         પ્રસ્‍તાવના-
     ભારતીય પુરાવાનો કાયદો ૧લી સપ્‍ટેમ્‍બર ૧૮૭૨ થી અમલમાં આવ્‍યો છે. અને તે જમ્‍મુ અને કાશ્‍મીર રાજય સિવાય સમગ્ર ભારતને લાગુ પડે છે.
પુરાવાનો કાયદો : “જે સ્‍થળે કરાર કરવામાં આવ્યો તે સ્‍થળની નહી પરંતુ જે સ્‍થળે તકરાર ઉભી થઈ હોય તે સ્‍થળનો કાયદો ગણાય છે.”            
       અદાલત માટે ગુનાહિત કૃત્‍ય કે તકરારી બાબતનું અસ્‍તિત્‍વ સાબિત કરવા માટે તેને લગતા પુરાવાઓ રજુ કરવા જરૂરી છે. એ પણ હકીકત છે કે માત્ર પુરાવાઓ રજુ કરવાથી તકરારી બાબત કે ગુનો સાબિત થઈ જતો નથી. વાસ્‍તવમાં પુરાવાઓમાં વિગતોની સચ્‍ચાઈ હોવી પણ જરૂરી છે. તેથી જ પુરાવાના કાયદામાં બે સિધ્‍ધાંત છે.
(૧)     જે બાબત સુસંગત હોય તે પુરવાર કરી શકાય.
(૨)     પુરાવો મુદ્દાની બાબતો પૂરતો મર્યાદિત હોવો જોઈએ.
     પુરાવાના કાયદામાં અમુક ચોકકસ લખાણને આધારે સાક્ષી પોતે સાક્ષી આપવા માટે સક્ષમ છે કે નહી તે પુરવાર કરવાની જરૂર છે કે નહી તથા જે પુરાવાઓ રજુ કર્યા છે તે અમુક હકીકત પુરવાર કરે છે કે નહી તે બાબત જયાં આ પ્રશ્ન ઉભો થાય તે દેશના કાયદા પ્રમાણે તથા જયાં તેનાં ઉપાયોનો અમલ થવાનો  હોય તે અદાલતના કાર્યક્ષેત્રને ધ્‍યાનમાં રાખીને નકકી થાય છે.
૨.કઈ પ્રક્રિયાને લાગુ પડે- પુરાવાના કાયદાની કલમ-૧ મુજબ આ કાયદો દરેક અદાલતોને તથા લશ્‍કરી અદાલતની તમામ ન્‍યાયિક પ્રક્રિયાઓને લાગુ પડે છે.
૩.કોને લાગુ પડતો નથી ?. –પુરાવાના કાયદાની કલમ-૧ મુજબ આ કાયદો અદાલત કે અધિકારી સમક્ષ રજુ કરેલ સોગંદનામાઓને, લવાદ સમક્ષની પ્રક્રિયાઓને,હવાઈ દળ ધારા હેઠળની, ભૂમિદળ કાયદા હેઠળની, નૌકાદળ કાયદા હેઠળની તથા શિસ્‍તધારા હેઠળની લશ્‍કરી અદાલત સમક્ષની  પ્રક્રિયાઓને લાગુ પડતી નથી.
૪.અદાલત--   (Court) પુરાવાના કાયદાની કલમ-૩ મુજબ અદાલત શબ્‍દમાં લવાદો સિવાય પુરાવો લેવા માટે કાયદેસર રીતે અધિકૃત બનતી તમામ વ્‍યકિતઓ, ન્‍યાયાધીશો અને મેજિસ્‍ટ્રેટોનો સમાવેશ થાય છે. આ વ્‍યાખ્‍યા માત્ર આ કાયદા પૂરતી જ છે.
૫.હકીકત—(Fact)   આ કાયદાની કલમ-૪ પ્રમાણે હકીકત એટલે હરકોઈ વસ્‍તુઓની સ્‍થિતિ કે વસ્‍તુ વચ્‍ચેના સંબંધો જે ઈન્‍દ્રિયોથી ઓળખી શકાય અને એવી માનસિક સ્‍થિતિ કે જેનાથી વ્‍યકિત સભાન હોય.
૬.મુદ્દાની હકીકત   (Fact in issue)
     પુરાવાના કાયદા મુજબ મુદ્દાની હકીકત એટલે એવી હકીકત જે પોતે એકલી અથવા અન્‍ય હકીકતોની સાથે જેનું પ્રતિપાદન કે વિરોધ કોઈ પણ દાવા કે કાર્યવાહીમાં થઈ રહયો હોય તેવો અધિકાર, જવાબદારી કે અસમર્થતાનું અસ્‍તિત્‍વ, અથવા અસ્‍તિત્‍વ ન હોય તથા તેનું સ્‍વરૂપ કે વિસ્‍તાર ચોકકસપણે સ્‍થાપિત કરે.
૭.સુસંગત-( Relevant)
     આ કાયદાની કલમ ૫ થી ૫૫ ની જોગવાઈ મુજબ (૧) મુદ્દાની હકીકત સાથે તાર્કીક રીતે સંકળાયેલ હકીકતો છે. (૨) સ્‍વીકૃતિઓ અને કબૂલાતો (૩) સાક્ષી તરીકે ન બોલાવી શકાય તેવી વ્‍યકિતના વિવેદનો (૪) ખાસ સંજોગો હેઠળ કરવામાં આવેલ નિવેદનો (૫) અન્‍ય અદાલતી ચુકાદાઓ (૬) ત્રાહિત વ્‍યકિતના અભિપ્રાયો (૭) ચારિત્ર્ય સંબંધી પુરાવાઓનો સમાવેશ થાય છે. ’સુસંગત’ શબ્‍દમાં ’સ્‍વીકાર્ય હકીકત’ અને ’સંકળાયેલ હકીકત’ નો સમાવેશ થાય છે.
૮.દસ્તાવેજ (Document) નોંધ કરવાના હેતુથી કોઈપણ બાબત પદાર્થ ઉપર અક્ષરો, આંકડા, ચિહ્નોના સાધનો દ્વારા વ્‍યકિત થઈ હોય તેને દસ્‍તાવેજ કહેવાય. તેમાં છાપેલા , લીથો કરેલા કે ફોટોગ્રાફીથી રજુ કરેલ શબ્‍દો, નકશો, રેખાચિત્ર, ધાતુના પતરાં કે પથ્‍થર ઉપર કોતરેલ લેખ, કટાક્ષ ચિત્રનો સમાવેશ થાય છે.
૯.પુરાવો (Evidence) ન્‍યાયિક  કાર્યવાહી માટે અદાલત સમક્ષ પડેલા સાક્ષીના નિવેદનો કે જે રજૂ કરવાની અદાલત પરવાનગી આપે કે ફરજ પાડે તે લેખિત પુરાવા ગણાય.તપાસ માટે રજૂ થતા ઈલેકટ્રોનિક રેકર્ડ સહિતના દસ્‍તાવેજો એ લેખિત પુરાવા ગણાય. તેમાં ટેપરેકોર્ડ, વિડિયોગ્રાફી, માઈક્રો ફિલ્‍મ, મોબાઈલ ફોન વિગેરેનો સમાવેશ થઈ જાય છે. આ પુરાવાઓ મુદ્દાની હકકીત સાથે સુસંગત હોવા જોઈએ.
૧૦.અધિકાર -પુરાવાના કાયદાની કલમ-૧૩ પ્રમાણે અધિકાર માત્ર અમૂર્ત જ નહી પણ તેમાં દરેક પ્રકારના અધિકારો અને સુખાધિકાર જેવા માલિકી વગરના અધિકારોનો માર્ગાધિકાર જેવા અમૂર્ત અધિકારોનો પણ સમાવેશ થાય છે.
૧૧.વ્યવહાર-
        પુરાવાના કાયદા મુજબ બે કે વધુ પક્ષકારો વચ્‍ચે મૂકવામાં આવેલ કાર્યો કે સંબંધ તે અરસપરસ કાર્ય દ્વારા વ્‍યકિતઓ વચ્‍ચે પૂર્ણ કરવામાં  આવે તેને વિસ્‍તૃત અર્થમાં વ્‍યવહાર કહે છે. આવો વ્‍યવહાર મિલકત સંબંધિત મર્યાદિત નથી પરંતુ તેમાં વસિયતનો પણ સમાવેશ થાય છે.
૧૨.રૂઢિ-
      જાહેર નીતિ વિરૂધ્‍ધ ન હોય તેવો વર્ષોથી ફરજિયાત સતત અને શુભનિષ્‍ઠાથી ખાનગી કાનૂન તરીકે પળાતો વ્‍યવહાર એ રૂઢિ છે. રૂઢિ સ્‍થાનિક, કૌટુમ્‍બિક કે પ્રાદેશિક લોકોની હોઈ શકે.
૧૩.સ્વિકૃતિ- 
સ્‍વીકૃતિ એટલે હકીકત અંગે કરવામાં આવેલું એવું નિવેદન કે જેમાં પક્ષકારે કહેલી હકીકત સત્‍ય હોવાનું સ્‍વીકારી લેવામાં આવે છે. તેમાં પુરાવાઓ રજૂ કરવાની જરૂર નથી. સ્‍વીકૃતિ બે પ્રકારની હોય છે. (૧) ન્‍યાયિક સ્‍વીકૃતિઓ અને (૨) બાહ્ય ન્‍યાયિક સ્‍વીકૃતિઓ. ન્‍યાયિક સ્‍વીકૃતિઓ ઔપચારિક ગણાય છે અને બાહ્ય સ્‍વીકૃતિઓ  અનૌપચારિક ગણાય છે તેની નોંધ કેસમાં થતી નથી. ન્‍યાયિક સ્‍વીકૃતિ ન્‍યાયની કાર્યવાહી દરમિયાન થતી હોવાથી સ્‍વીકૃતિ કરનારને બંધનકર્તા છે. તેથી તે માટે સાબિતીની જરૂર નથી. દાવા અરજી, તેનો ઉત્તર, સોંગદનામુ, લેખિત દસ્‍તાવેજ પત્ર-વ્‍યવહાર વગેરે લેખિત સ્‍વીકૃતિ છે અને તે બંધનકારક છે. મૌખિક સ્‍વીકૃતિ પત્ર બંધનકારક છે.
૧૪.કબૂલાતો   
         પુરાવાના કાયદામાં આ અંગે કોઈ વ્‍યાખ્‍યા આપી નથી.પરંતુ વિવિધ અદાલતો ન્‍યાયિક કાર્યવાહીમાં અપનાવેલ વલણ પ્રમાણે જે વ્‍યકિત ઉપર કોઈ અપરાધ કર્યો હોય તે વ્‍યકિત સમક્ષ ચાલી રહેલ ન્‍યાયિક કાર્યવાહી દરમિયાન તેણે કરેલી એવી સ્‍વીકૃતિ કે જેમાં પોતે અપરાધ કર્યો છે, એ બાબતનો નિર્દેશ થતો હોય તેને ’કબૂલાત’ ગણવામાં આવે છે. ટૂંકમાં, ગુનો કર્યાની સ્‍વીકૃતિ કે કોઈ સંડોવણીનો નિર્દેશ ન હોય તે કબૂલાત નથી. કબૂલાતનું પુરાવાઓની દ્રષ્‍ટિએ વિશેષ મહત્‍વ નથી કારણકે કેટલીકવાર માનસિક ત્રાસથી બચવા, શારીરિક અત્‍યાચારથી બચવા, અભિમાનને કરણે, જ્ઞાતિમાં સંબંધ જાળવવા, સગાઓની પ્રતિષ્‍ઠા બચાવવા, આબરૂ તથા મોભો બચાવવા માટે કબૂલાત થતી હોય છે.
૧૫.પોલીસ અમલદાર સમક્ષ કરેલી કબૂલાત-
પુરાવાના કાયદાની કલમ-૨૫ મુજબ આરોપીએ કરેલી પોલીસ અધિકારી સમક્ષની કબૂલાત આરોપી સામે ગુનો પુરવાર કરવા માટે આરોપી ઉપર પોલીસને અત્‍યાચાર કરતા અટકાવવાનો છે. 
૧૬.મરણોન્મુખ નિવેદન એટલે શું ?
 મરણ પામવાની શકયતાવાળી, મુત્‍યુના આરે આવેલી વ્‍યકિત જયારે પોતાના મૃત્‍યુના કારણ અથવા મુત્‍યુના વ્‍યવહાર અને સંજોગો સંબંધી જે નિવેદન કરે તેને ’ મરણોન્‍મુખ નિવેદન’’ કહે છે. જયારે મરણોન્‍મુખ નિવેદન નોંધનાર પોલીસ અધિકારી  કે મેજિસ્‍ટ્રેટ નિવેદન આપનારની ભાષા ન જાણતા હોય પરંતુ સમજી શકતા હોય તો તેણે અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધવું જોઈએ. જયારે મૃત્‍યુ પામી રહેલ વ્‍યકિતને પૂછવામાં આવેલ પ્રશ્રોના સંદર્ભમાં તેણે ઉત્તરો આપેલા હોય તો પૂછવામાં આવેલા પ્રશ્રનો અને મરનારે આપેલા ઉત્તરો બંનેની નોંધ કરવી જોઈએ પ્રશ્રોમાં જે શબ્‍દો વાપર્યા હોય તે અને ઉત્તરમાં જે શબ્‍દો હોય તેની સંક્ષિપ્‍ત નોંધ કરવી જોઈએ. મરણોન્‍મુખ નિવેદન કરનારની સ્‍થિતિ શારીરિક અને માનસિક રીતે યોગ્‍ય્‍ ન હોય ત્‍યારે મરણોન્‍મુખ નિવેદન કરવા માટે તે સક્ષમ હતો તેવું પુરાવર કરવામાં ન આવે તો તેના મરણોન્‍મુખ નિવેદન ઉપર આધાર રાખી શકાય નહી તેવો ચુકાદો ગોપાલચંદ્ર બર્ધન વિ. સ્‍ટેટના કેસમાં આપ્‍યા પછી જીવી જાય ત્‍યારે તેનું નિવેદન અસ્વિકાર્ય ગણાય.
૧૭.હિસાબી ચોપડાઓમાં નિયમિત નોંધો-
      પુરાવાના કાયદાની કલમ-૩૪ પ્રમાણે ધંધાના સામાન્‍ય ક્રમ દરમિયાન ઈલેકટ્રોનિક સ્‍વરૂપમાં રાખવામાં આવતી હિસાબી નોંધો સહિત હિસાબી ચોપડાઓમાં રાખવામાં આવતી નિયમિત નોંધ્‍ ત્‍યારે જ સુસંગત ગણાય જયારે અદાલતે તપાસમાં તેનો ઉલ્‍લેખ કર્યો હોય. જો કે આવા નિવેદનો કોઈ વ્‍યકિતને  જવાબદાર ઠેરવવા માટે પૂરતા ગણાતા નથી.
૧૮.જાહેર અને સત્તાવાર ચોપડાઓમાં નોંધ—

પુરાવાના કાયદાની કલમ-૩૫ મુજબ જાહરે નોકરે પોતાની સત્તાવાર ફરજ બજાવતી વખતે અથવા જે દેશમાં આવો ચોપડો, રજીસ્‍ટર અથવા દફતર રાખેલ હોય તેના કાયદા હેઠળ ખાસ રીતે સોંપવામાં આવેલ ફરજ બજાવતી વખતે અન્‍ય કોઈ વ્‍યકિતએ મુદ્દાની હકીકત અથવા સુસંગત લાગતી હકીકત અથવા સત્તાવાર ચોપડા,, રજીસ્‍ટર કે દફતર અથવા ઈલેકટ્રોનિક રેકર્ડમાં કરેલી નોંધ એ જાહેર અને સત્તાવાર ચોપડાઓમાં નોંધાયેલ નોંધ ગણાશે

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...