Gujarat Geography

ગુજરાતની ભુગોળ
પૂર્વભૂમિકા
આઝાદી સમયે ભારતમાં કુલ 562 દેશી રજવાડા હતાં જે પૈકી 3૬૬ રજવાડા ગુજરાતમાં અને તે પૈકી 222 જેટલા એકલા સૌરાષ્ટ્રમાં હતાં.
*   સૌરાષ્ટ્ર અલગ રાજ્ય તરીકે:-
15 ફેબ્રુઆરી 1948ના રોજ સરદાર પટેલ દ્વારા સૌરાષ્ટ્રના રજવાડાઓને યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ નવેમ્બર 1948થી “સૌરાષ્ટ્ર” નામ આપવામાં આવ્યું.
સૌરાષ્ટ્રના જિલ્લા રાજકોટ,સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ
મુખ્ય મથક – જામનગર થી રાજકોટ થયું.
મુખ્યમંત્રી – ઉછંગરાય ઢેબર
રાજ્યપાલ – જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ
1 નવેમ્બર 1956ના રોજ  સૌરાષ્ટ્ર બૃહદ મુંબઈમાં ભેળવાયું
ગુજરાત રાજ્યની  1 મે 1960 ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના 11 જિલ્લા અને 6 સૌરાષ્ટ્રના જિલ્લા મળી 17 જિલ્લા સાથે ગુજરાતની રચના કરવામાં આવી.
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ– ડૉ. મહેંદી નવાજ જંગ
પ્રથમ મુખ્ય મંત્રી: - ડૉ.જીવરાજ મહેતા
-પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે  ગાંધી આશ્રમમાં પ્રથમ મંત્રીમંડળના શપથ લેવડાવવામાં આવ્યા.
-11 ફેબ્રુઆરી 1971માં વિધાનસભા અને સચિવાલય સેક્ટર-17ના મધ્યસ્થ ગ્રંથાલય ખાતે ત્યારબાદ 1982થી અત્યારની જગ્યાએ કાર્યરત થયું.
-બૃહદ મુંબઈ વખતે ગુજરાતના જિલ્લા: મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ અને  અમરેલી
-18માં જિલ્લા તરીકે ગાંધીનગરની રચના ઈ.સ.૧૯૬૪માં અમદાવાદ અને મહેસાણામાંથી કરવામાં આવી.
-ગાંધીનગરનો  સ્થાપના દિન ૨ ઓગસ્ટ ૧૯૬૪ છે.
- 19મો જિલ્લો વલસાડ (1966) સુરતમાંથી બનાવવામાં આવ્યો.
2 ઓક્ટોમ્બર 1997ના રોજ  નવા પાંચ જિલ્લા દાહોદ, આણંદ, નર્મદા, નવસારી અને  પોરબંદર બનાવવામાં આવ્યા.
ઈ.સ.2000માં 25મા જિલ્લા તરીકે પાટણ જિલ્લાની રચના મહેસાણા તથા બનાસકાંઠા માંથી કરવામાં આવી. 

-15 ઓગસ્ટ 2013ના રોજ નવા 7 જિલ્લાની રચના કરાતાં તે  સાથે  કુલ 33 જિલ્લા થયા.
-9 સપ્ટેમ્બર 2013ના રોજ નવા 23 તાલુકાની રચના કરવામાં આવી  તથા પાછળથી 24 મો તાલુકો  ગરૂડેશ્વર  ( જિલ્લો નર્મદા) ઉમેરાયો.
નવા બનેલ ૨૩ તાલુકા:-
ઉત્તર ગુજરાત :– જોટાણા, સરસ્વતી, શંખેશ્વર, લાખણી,
                       
સૂઈગામ, પોશીના,
 મધ્ય ગુજરાત:- ધોલેરા, ગલતેશ્વર, વસો, ડેસર,
                      
સંજેલી, બોડેલી
દક્ષિણગુજરાત :–  નેત્રંગ,વઘઈ,વાપી, ખેરગામ, સુબીર
સૌરાષ્ટ્ર :– ગીર ગઢડા, જૂનાગઢસિટી, જેસર,
                 વિછીંયા, થાનગઢ
-12 નવેમ્બર 2014 નવા 2 તાલુકા સાથે ગુજરાતના કુલ તાલુકા 25૦ થયા.
-છેલ્લે બનેલ નવા બે તાલુકા – કુકરમુંડા અને ડોલવણ (તાપી જિલ્લામાં)
ગુજરાતમાં હાલમાં ૨૫૦ તાલુકા અને ૩૩ જિલ્લા છે.
વિધાનસભા બેઠકો – 182
લોકસભા બેઠકો – 26
રાજ્યસભા બેઠકો – 11

જિલ્લાના નામથી મુખ્ય મથકનું નામ અલગ પડતા હોય તેવા જિલ્લા કુલ = 12 છે.
યાદ રાખો:
સૂત્ર:-‘નતાસાકબ દેગી   અમ  પંખેડાં’
ન – નર્મદા – રાજપીપળા
તા – તાપી – વ્યારા
સા – સાબરકાંઠા – હિંમતનગર
ક – કચ્છ – ભૂજ
બ – બનાસકાંઠા- પાલનપુર 
દે – દેવ ભૂમિ દ્વારકા – ખંભાળિયા
ગી – ગીર સોમનાથ – વેરાવળ
અ – અરાવલી – મોડાસા
મ – મહીસાગર – લુણાવાડા
પં – પંચમહાલ – ગોધરા
ખે – ખેડા – નડિયાદ
ડાં – ડાંગ – આહવા
·  કર્કવૃત્ત પસાર થતા હોય તેવા જિલ્લા  કુલ=૬
-પશ્ચિમથી પુર્વ તરફ જતાં- (કચ્છ,પાટણ,મહેસાણા,ગાંધીનગર,સાબરકાંઠા અને  અરાવલી)
·        રાજસ્થાનની જમીન સીમા સાથે છ જિલ્લાઓ  સ્પર્શે છે.
(કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા,અરાવલી, મહીસાગર અને દાહોદ)
·    મધ્યપ્રદેશની જમીન સીમાએ સ્પર્શતા જિલ્લા – 2  (દાહોદ  અને  છોટા ઉદેપુર)
·   મહારાષ્ટ્રની જમીન સીમાએ છ જિલ્લાની સરહદ  સ્પર્શે છે. (છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ)
·  માત્ર 1 જિલ્લાની સરહદથી જોડાયેલ જિલ્લો – વલસાડ (નવસારી સાથે)
·  સૌથી વધુ જિલ્લા સરહદથી જોડાયેલ જિલ્લાઓ કુલ ત્રણ –
 રાજકોટ, ખેડા, અને અમદાવાદ
  તે દરેક બીજા 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે .
·  દરિયા કિનારો ધરાવતા જિલ્લા – 15
 (કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ )
·           દરિયા કિનારો ન ધરાવતા હોય તેવા જિલ્લાની સંખ્યા = 18
·  સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો –બનાસકાંઠા (14 તાલુકા)
·  સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા:-
ડાંગ અને પોરબંદર  (3-૩ તાલુકા)
·  સૌથી વધુ ગામડાં ધરાવતો જિલ્લો – બનાસકાંઠા (1246)
·  સૌથી ઓછા ગામડાં ધરાવતો જિલ્લો – પોરબંદર (154)

ગુજરાત – પ્રાથમિક માહિતી
-અક્ષાંશ - 20 06થી 240 42 ઉ. અ. 680 10થી 740 28 પૂ. રેખાંશ
-વિસ્તાર 1,96,024 ચો.કિ.મી. (ભારતના  કુલ વિસ્તારના 5.96%)
-ઉત્તર દક્ષિણ લંબાઈ – 590 કિ.મી.
-પૂર્વ – પશ્ચિમ લંબાઈ – 500 કિ.મી.
-ગુજરાતની પાકિસ્તાન સાથેની આંતર રાષ્ટ્રિય સરહદ- 512 કિ.મી.
-ભૂમિ વિસ્તાર મુજબ ગુજરાતને ત્રણ ભાગમાં વહેંચી શકાય:- ૧.તળગુજરાત,૨. સૌરાષ્ટ્ર અને ૩. કચ્છ
ગુજરાત પ્રાચીન નામ:- આનર્ત, લાટ, સુરાષ્ટ્ર
આનર્ત – તળ ગુજરાતનો ઉત્તર ભાગ
લાટ – તળ ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ભાગ
સુરાષ્ટ્ર – સૌરાષ્ટ્ર
અખાત :– 1 કચ્છનો અખાત અને  2. ખંભાતનો અખાત
ગુજરાતની દરિયાઈ સીમા 1600 કિ.મી. લાંબી છે.ગુજરાત ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે.  
ગુજરાતની પશ્ચિમે – અરબસાગર,તથા વાયવ્ય બાજુએ – પાકિસ્તાન આવેલ છે.
પ્રથમ પાટનગર– અમદાવાદ (હાલ ગાંધીનગર)
કર્કવૃત્ત :- રાજ્યના ઉત્તર ભાગમાંથી પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી પસાર થાય છે.
કટિબંધ:- રાજ્યના દક્ષિણનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં તથા ઉત્તરનો ભાગ સમશિતોષ્ણ કટિબંધમાં આવેલો છે. 
ગુજરાતનું ભારતમાં સ્થાન:-
ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ  વિસ્તારમાં– 6ઠ્ઠુ , વસતીની દ્રષ્ટિએ – ૯ મુ,  અને વસતી ગીચતામાં – 15મું સ્થાન ધરાવે છે.
ગુજરાતમાં મોટો જિલ્લો: – કચ્છ
ગુજરાતમાં નાનો જિલ્લો: – ડાંગ
વસતીમાં મોટો જિલ્લો: – અમદાવાદ
વસતીમાં નાનો જિલ્લો: – ડાંગ
વસતી ગીચતામાં મોટો જિલ્લો:- સુરત (1337)
વસતી ગીચતામાં નાનો જિલ્લો: – કચ્છ (46)
ગુજરાતની કુલ સાક્ષરતા: – 78.03 ટકા (પુરૂષ 85.75 %, સ્ત્રી 63.31 %)
સૌથી વધુ સાક્ષરતા: –સુરત જિલ્લો (85.53 %)
સૌથી ઓછી સાક્ષરતા: – દાહોદ (60.60 %)
ગુજરાતમાં સ્ત્રી-પુરૂષ પ્રમાણ:- 919 (2011 મુજબ)
બાળ જાતિ પ્રમાણ – 890
સૌથી વધુ સ્ત્રી – પુરૂષ  પ્રમાણ – તાપી (1007)
સૌથી ઓછું સ્ત્રી – પુરુષ પ્રમાણ – સુરત (788)
ગુજરાતનું રાજ્ય પ્રાણી – એશિયાઈ સિંહ
ગુજરાતનું રાજ્ય પંખી – સુરખાબ (ફ્લેમિંગો)
ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ – 1 એપ્રિલ 1963 થી થયો.
ગુજરાતમાં મહાનગરપાલિકા :-  કુલ- 8
 (જામનગર,જૂનાગઢ,અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર)
-સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો – કચ્છ
સૌથી ઉંચો  પર્વત – ગિરનાર
સૌથી લાંબી નદી – સાબરમતી
સૌથી મોટી નદી – નર્મદા
સૌથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સૌથી મોટો પ્રાણીબાગ :- કમલાનહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ
સૌથી મોટું રેલવે સ્ટેશન–કાલુપુર,અમદાવાદ
સૌથી મોટું એ.પી.એમ.સી.(ગંજબજાર) – ઊંઝા
સૌથી મોટી ડેરી – અમૂલ
સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન –‘વઘઈ’(ડાંગ )
સૌથી મોટો બ્રિજ – ગોલ્ડન બ્રિજ -નર્મદા નદી
પર (ભરૂચ)
સૌથી મોટો મેળો – વૌઠાનો મેળો (અમદાવાદ નજીક જે  ગદર્ભના  મેળા તરીકે જાણીતો છે.  (વૌઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે. )
સૌથી મોટી ઔદ્યોગિક વસાહત (G.I.D.C.) :- અંકલેશ્વર
સૌથી મોટો પેલેસ :- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
સૌથી મોટી લાયબ્રેરી :- સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા
સૌથી મોટું બંદર  :- કંડલા
સૌથી મોટું વિમાની મથક :-
   સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (અમદાવાદ) જેની સ્થાપના ૨૬ જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ કરવામાં આવી.
 ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સ્થાપના ઈ.સ. 1949
સૌથી મોટું કુદરતી સરોવર : – નળસરોવર
સૌથી મોટી સિંચાઈ યોજના :- સરદાર સરોવર યોજના
સૌથી પ્રાચીન મ્યુઝિયમ સંગ્રહાલય :  – કચ્છ
સૌથી વધુ મેન્ગ્રુવ જંગલો ધરાવતો જિલ્લો : – કચ્છ (મેન્ગ્રુવ જંગલોમાં ચેરના વૃક્ષો હોય છે. )
સૌથી મોટું નાટ્યગૃહ :- હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ
સૌથી મોટી મસ્જિદ :- જામા મસ્જિદ (અમદાવાદ)
સૌથી મોટું પક્ષીગૃહ :- ઇન્દ્રોડા પાર્ક (ગાંધીનગર)
સૌથી મોટું ખાતરનું કારખાનું –G.N.F.C.(Gujarat Narmadaveli Furtilizer Company) ચાવજ , ભરૂચ.
સૌથી મોટું અભયારણ્ય :- સુરખાબ નગર (કચ્છ)
સૌથી મોટું કૃત્રિમ સરોવર – સરદાર સરોવર
ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય – દાહોદ
ગુજરાત સૌથી છેલ્લે સૂર્યાસ્ત :-  સિરક્રીક (કચ્છ)
ગુજરાતનું રાજ્ય વૃક્ષ :- આંબો,
 રાજ્ય ફૂલ :  – ગલગોટો,
 રાજ્ય ગીત  :- જય જય ગરવી ગુજરાત
*   વિવિધ પ્રદેશો
વઢિયાર :- બનાસ અને સરસ્વતી નદી વચ્ચે
બન્ની :- કચ્છના મોટા રણમાં ભૂજની ઉત્તરે આવેલ છે. બન્ન્નીની ભેંસો વખણાય છે. તથા અહીં ઘાસના મેદાન  આવેલ છે. 
સોરઠ :- જૂનાગઢ જિલ્લામાં આવેલ છે.
ગોઢા:- બાનસકાંઠાની પશ્ચિમે આવેલો અર્ધ રણ વિસ્તાર
ચરોત્તર :- વાત્રક અને મહિ નદી વચ્ચેનો વિસ્તાર
ભાલ:- અમદાવાદની દક્ષિણ પશ્ચિમનો  વિસ્તાર
લાટ:- દક્ષિણ ગુજરાતનો વિસ્તાર
ઘેડ:- માણાવદર થી નવીબંદર વચ્ચેનો વિસ્તાર   
ગઢવાડા :- સતલાસણા તાલુકાનો પ્રદેશ
વાગડ:- મોટારણ અને નાના રણ વચ્ચેનો વિસ્તાર
કાનમ :- ઢાઢર અને નર્મદા નદી વચ્ચે
નળકાંઠો :  નળસરોવર અને સાબરમતી વચ્ચે
ઝાલાવાડ :- નાના રણ અને નળસરોવર વચ્ચે
                  સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ
(ઝાલાવાડ વિસ્તાર રાજ્સ્થાન રાજયમાં પણ આવેલ છે.)
હાલાર :- બરડા ડુંગરનો દક્ષિણ – પશ્ચિમ
               કિનારા સુધી દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ
દંડકારણ્ય – ડાંગ જિલ્લો
ખાખરિયો ટપ્પો – કડી અને કલોલ વચ્ચે
લીલી નાઘેર – ચોરવાડથી ઊના સુધી
ગોહિલવાડ – ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર
                     જિલ્લાનો વિસ્તાર
* ગુજરાત – ભૂપૃષ્ઠ

ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના  મુખ્ય ચાર  વિભાગો પડે છે.
(1)               ગુજરાતનો દરિયાકિનારાનો પ્રદેશ તથા રણ પ્રદેશ
(2)            ગુજરાતનો મેદાની પ્રદેશ
(3)            ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
(4)            સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ
(1)ગુજરાતનો દરિયાકિનારો તથા રણપ્રદેશ :-
ગુજરાત કુલ 1600 કિ.મી. દરિયાકિનારા સાથે  ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જે ભારતના કુલ દરિયા કિનારાનો આશરે ત્રીજા ભાગ જેટલુ થાય  છે.
-દક્ષિણ સૌરાષ્ટ્ર સિવાયનો કિનારો ભરતીના સપાટ વિસ્તારો તથા ક્ષારીય કાદવ કીચડ વાળો છે.દમણગંગા અને તાપી વચ્ચેનો કિનારો કાદવ કિચડ વાળો છે.
કોરીનાળ – સિંધુ નદીનું લુપ્ત પૂર્વમુખ હોવાનું મનાય છે.
જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો  રેતાળ ટેકરાઓ  તથા  લગૂનની રચના થયેલી જોવા મળે છે.
સુથરીથી માંડવી સુધી  ચૂનાયુક્ત ટેકરીઓ જોવા મળે છે.
મેન્ગ્રુવ જંગલો – માંડવી થી  કંડલા સુધીના વિસ્તારમાં જોવા મળે છે.
ઘેડ – માણાવદરથી નવીબંદર સુધીનો વિસ્તાર
ખંભાતના અખાતમાં ‘અલિયાબેટ’ અને ‘પીરમ બેટ’ આવેલા છે.
ભાવનગર કિનારે –  સુલતાનપુર, જેગરી, માલબેન્ક જેવા ટાપુઓ આવેલા છે.
વેરાવળ થી ગોપનાથ વચ્ચે – સિયાલ, દીવ, સવાઈ, જાફરાબાદ, મોટાપટ, સમાર વગેરે ટાપુ  આવેલા છે.
સૌરાષ્ટ્ર પશ્ચિમ કિનારે – બેટ દ્વારકા, નોરા અને ભેડા બેટ આવેલા છે.
જામનગર નજીક પરવાળાના ‘પિરોટન ટાપુઓ’ આવેલા છે.
સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.
-મહીથી ઢાઢર વચ્ચે કાંપની કરાડો આવેલી છે.
કોપાલીની ખાડી :- સાબરમતી ખંભાતના અખાતને મળે તે પટ વિસ્તાર જે  7 કિ.મી. પહોળો  છે.
ખારાપાટ – તળ ગુજરાતના કિનારે ક્ષારીય કાદવ કીચડવાળા મેદાન આવેલા છે.
*   રણપ્રદેશ
વિસ્તાર – 27200 ચો.કિ.મી. (મોટુ રણ કચ્છ જિલ્લાના ઉત્તર તરફ, નાનુ રણ પૂર્વ તરફ)
-મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા   વગેરે જેવા ટાપુઓ આવેલા છે.
ઘુડખર અભયારણ્ય નાના રણમાં આવેલું છે.  (તે વિશ્વનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય છે.)
ખારીસરી = રેતી અને માટીની બારીક રજથી મિશ્રિત કાળી અને  કડવા ક્ષારવાળી જમીન
લાણાસરી   =  રણનો ઊંચો ભાગ
બંને રણની રચના – ખંડીય છાજલી ઊંચકાવાથી થઈ છે.
-ચોમાસામાં નાનું રણ પાણીથી ભરાતાં જમીનના મોટા વિસ્તાર પાણીથી બહાર રહે તે ‘ટાપુ’ અને નાના વિસ્તાર ‘ટીંબા’ કહેવાય.
ખારો = રણનો ખારથી છવાયેલ ભાગ
*   ગુજરાતનો મેદાની પ્રદેશ
ગુજરાતના કુલ જમીન વિસ્તારના 50 % થી વધુ વિસ્તારમાં મેદાની પ્રદેશ આવેલ છે.
(અ) ઉત્તર ગુજરાતનું મેદાન:-
(બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરાવલી)
- બનાસ, રૂપેણ, સરસ્વતી, સાબરમતી નદીના કાંપના નિક્ષેપણથી બનેલુ છે.
ગોઢ/ગોઢા =  બનાસકાંઠાની પશ્ચિમે આવેલ 
                        અર્ધરણ વિસ્તાર
- ઉત્તર ગુજરાત ઓછો વરસાદ, ઊંચું તાપમાન,અને સૂકી આબોહવા ધરાવે છે.
(બ) મધ્ય ગુજરાતનું મેદાન:-
(અમદાવાદથી ભરૂચ જિલ્લાના નર્મદાના ઉત્તર સુધી)
- મહી, ઓરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, સાબરમતીના કાંપથી બનેલું છે.
ચરોત્તર– મહી અને શેઢી વચ્ચે – પેટલાદથી નડિયાદ
              વચ્ચે આવેલો વિસ્તાર 
બેસર જમીન – તમાકુના પાક માટે ઉત્તમ ગણાય છે.
ભાલ – અમદાવાદના મેદાનની દક્ષિણ – પશ્ચિમ તરફનો વિસ્તાર જે કાળી ચીકણી જમીન ધરાવે છે. આ વિસ્તાર  ઘઉંના પાક માટે જાણીતો છે.
વિરમગામનું મેદાન :- સાબરમતીની ઉત્તરે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનો વિસ્તાર જ્યાંની કાળી અને ગોરાડુ જમીન કપાસના પાક માટે પ્રખ્યાત છે.
(ક) દક્ષિણ ગુજરાતનું મેદાન :-
      આ મેદાન  વલસાડ,નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે.(નર્મદાના દક્ષિણથી વલસાડ સુધી)
- તાપી, પૂર્ણા, ઔરંગા, દમણગંગા, પાર, કીમ, અંબિકાના નિક્ષેપણથી બનેલું છે.આ મેદાન પૂરનું  મેદાન કહેવાય છે તથા તેમાં  ૮ થી ૧૦મીટર જાડાઈના કાંપના સ્તર આવેલા છે.
કંઠીનું મેદાન – કચ્છના સમુદ્ર કિનારાની ઉત્તરે આવેલ છે.

*   (૩) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો

(અ) કચ્છના ડુંગરો –
-કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે.
- નાના ડુંગરોની પૂર્વ – પશ્ચિમ હાર જેને ધાર કહે છે.
ઉત્તરધાર:- કાળો (૪૩૭.૦૮ મીટર), ગારો , ખડીયો વગેરે  ડુંગર આવેલા છે.
મધ્યધાર:-લખપતથી વાગડ વચ્ચે આવેલી છે,જેમાં  ધીણોધર (૩૮૮મીટર) , ભુજીયો, લીલિયો વગેરે ડુંગરો આવેલા છે.
-ચાડવા ડુંગરથી લખપત નજીક ‘ગર્દાની ટેકરીઓ’ આવેલી છે.
દક્ષિણ ધાર:- પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે.આ ધારમાં ઉમિયા(૨૭૪ મીટર), અને ઝુરા(૩૧૬ મીટર) ડુંગરો આવેલા છે.
-    દક્ષિણધારની પૂર્વમાં વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે.
-    ભૂજની વાયવ્યે – વરાર ડુંગર આવેલો છે.
(બ) સૌરાષ્ટ્રનો ડુંગરાળ  પ્રદેશ:-
સૌરાષ્ટ્રનો પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે.   
-ઉત્તરની ટેકરીઓ જે માંડવની ટેકરીઓ તરીકે ઓળખાય છે.જેનું સૌથી ઊંચું શિખર ચોટીલા(૪૩૭.૧ મીટર) છે.
-દક્ષિણની ટેકરીઓમાં ગીરની ટેકરીઓ આવેલી છે. તેનું ઊંચું શિખર સરકલા(૬૪૩ મીટર) છે.
-જૂનાગઢ પાસેનો ‘ગીરનાર’ ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે તેનું ઉંચામાં ઉંચુ શિખર ગોરખનાથ (૧૧૧૭ મીટર) છે.
-    ગીર પ્રદેશની પૂર્વમાં નાના ગીરનો પ્રદેશ જેને મોરધારના ડુંગર કહે છે.
-    ગીરની પૂર્વમાં શેત્રુંજો તથા ભાવનગરની ઉત્તરે ખોખરાનો ડુંગર આવેલા છે.
-    ગિરનારની બાજુમાં દાતારનો ડુંગર આવેલો છે.
-    મહુવાની ઉત્તરે લોંગડીનો ડુંગર આવેલ છે.
-    સૌરાષ્ટ્રના નૈઋવ્ય ભાગમાં પોરબંદર પાસે  બરડાના ડુંગરમાં ગોળ માથાવાળી ટેકરીઓ આવેલી છે,  જેનું સૌથી ઊંચું શિખર ‘આભપરા’ છે.
-    માંડવની ટેકરીઓનો દક્ષિણ તરફનો ફાંટો ઠાગા ડુંગર તરીકે ઓળખાય છે.
(ક) તળ ગુજરાતના ડુંગરો:-
-દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોર’ ની ટેકરીઓ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુર’ની ટેકરીઓ  તરીકે ઓળખાય છે.
- અંબાજી  નજીકથી – આરસ, જસત, સીસું, તાંબુ વગેરે ખનીજો મળી આવે છે.
- શામળાજી પાસે ઈડરનો ડુંગર આવેલ છે.
-મહેસાણા જિલ્લાની ઉત્તર-પૂર્વમાં ‘તારંગાની   ટેકરીઓ’આવેલી છે.
- વિંધ્ય પર્વતમાળાના ભાગરૂપે દાહોદ પાસે રતનમહાલના ડુંગર અને પંચમહાલમાં પાવાગઢનો ડુંગર(૯૩૬.૨ મીટર)આવેલા છે.
- નર્મદા અને તાપી વચ્ચે સાતપુડા પર્વતના ભાગરૂપે રાજપીપળાની ટેકરીઓ  આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર ‘માથાસર’ છે.આ ટેકરીઓ અકીક ખાણો માટે જાણીતી છે.
-વલસાડ જિલ્લામાં ‘પારનેરા’ ની ટેકરીઓ આવેલી છે.
-    ડાંગ જિલ્લામાં સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતમાળાની ટેકરીઓમાં આવેલ સાપુતારા (૯૬૦ મીટર) ગુજરાતનું સૌથી વધુ ઊંચાઈએ આવેલ હવાખાવાનું એક માત્ર સ્થળ  છે.
(૪) સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ:-
- ક્રિટેસિયસ સમયમાં ફાટપ્રસ્ફુટન પ્રક્રિયાથી  આ ઉચ્ચપ્રદેશની રચના થયેલ છે.
- આ ઉચ્ચ પ્રદેશમાં નાની નાની ટેકરીઓ આવેલી છે. જેમાં ગિરનાર, બરડો, ચોટીલા, શેત્રુંજો ...વગેરે મુખ્ય છે.
- સૌરાષ્ટ્રની નદીઓનો જળપરિવાહ ત્રિજ્યાકાર છે.
- રાજકોટ નજીક સરધાર ગામે ડાઈક ખડકોનો વિસ્તાર છે.
- સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
કચ્છનો ઉચ્ચપ્રદેશ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઉચ્ચપ્રદેશ જેની વચ્ચે વચ્ચે ડુંગરઘારના વિસ્તાર આવેલા છે.
-    કચ્છની નદીઓ દક્ષિણમાં કચ્છના અખાતને અને ઉત્તરમાં કચ્છના મોટા રણને મળે છે.
*   ગુજરાત – જળપરિવાહ
 ગુજરાતમાં આશરે કુલ ૧૮૫ નાની – મોટી નદીઓ આવેલી છે.
(અ) તળ ગુજરાતની નદીઓ:-

  -તળ ગુજરાતની નદીઓ વૃક્ષાકાર જળપરિવાહ ધરાવે છે.
-અરવલ્લી પર્વતમાળામાંથી ઉત્પન્ન થઈ કચ્છના રણમાં સમાતી કુંવારિકા નદીઓ :- બનાસ, રૂપેણ અને  સરસ્વતી છે.
(૧) બનાસ (૨૭૦ કિ.મી.) –
રાજસ્થાનના શિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નિકળી બનાસકાંઠા અને  પાટણ જિલ્લામાંથી વહી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.આ નદી પર દાંતીવાડા પાસે ૩૨૫ મીટર લાંબો  બંધ બાંધવામાં આવ્યો છે.જેનાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની કુલ  ૫૯,૮૯૫ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.
-બનાસ નદીની શાખા નદીઓ – સિપ્રી (સિપુ) અને  બાલારામ નદી છે.
-બનાસ નદીનું જુનું નામ ‘પર્ણાશા’ છે.
-ડીસા અને થરા શહેરો બનાસનદીના કિનારે વસેલા છે.
-બનાસની સહાયક નદી સિપુ પર દાંતીવાડા તાલુકામાં ‘ સિપુ  જળાશય યોજના’ (ડેમ) બનાવવામાં આવી છે.
(૨) રૂપેણ :-
ટુંગા પર્વતમાંથી નિકળી  મહેસાણા અને  પાટણ જિલ્લામાંથી વહી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
(૩) સરસ્વતી (૧૫૦ કિ.મી.) :-
દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી  નિકળી– બનાસકાંઠા અને  પાટણ જિલ્લામાંથી વહી  કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.આ નદી પર વડગામ તાલુકામાં ‘મુક્તેશ્વર ડેમ’ બાંધવામાં આવ્યો છે. આ નદીના કિનારે પાટણ અને સિદ્ધપુર  શહેરો આવેલા છે.
(૪) સાબરમતી (૩૨૦ કિ.મી.):-
ઉદભવ – ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નિકળી ગુજરાતના કુલ છ જિલ્લા(બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ અને ખેડા)માંથી વહી વૌઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે.
-ઢેબર સરોવરમાંથી સાબર તરીકે નિકળી પ્રાંતિજ પાસે હાથમતી મળ્યા બાદ સાબરમતી કહેવાય છે.
ધરોઈ યોજના:-
-    ઈ.સ. ૧૯૭૮માં સાબરમતી નદી પર મહેસાણા જિલ્લાના સતલાસણા  તાલુકાના ધરોઈ પાસે ધરોઈ બંધ( ૪૫ મી ઉંચાઇ, ૧૨૧૧ મીટર લાંબો-પાકો તથા ૫૦૨૮ મીટર લાંબો કાચો) બાંધવામાં આવ્યો છે.આ યોજનાથી ૮૨,૭૦૦ મીટર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.
--  આ નદી પર અમદાવાદ નજીક વાસણા પાસે આડ બંધ બાંધવામાં આવ્યો છે.
સાબરમતીની સહાયક નદીઓ:-
માઝમ,હાથમતી,મેશ્વો,વાત્રક,ખારી,શેઢી,
ભોગાવો,સુકભાદર, અને અંઘલી
-વૌઠા પાસે ૭ નદીઓનો સંગમ હોવાનું મનાય છે.
યાદ રાખો :- (માસા હા મેવા ખાશે)= માઝમ,સાબરમતી,
                     હાથમતી, મેશ્વો,વાત્રક,ખારી,શેઢી
ભાઠાનો પ્રદેશ – ફળદ્રુપ પ્રદેશ ગણાય છે.
(૫) મહી:
(કુલ લંબાઈ ૫૦૦ કિ.મી.) ગુજરાતમાં – ૧૮૦ કિ.મી.
ઉદ્દભવ :- મધ્યપ્રદેશના માળવાના ઉચ્ચપ્રદેશમાં  મેહદ સરોવર પાસે અંઝેરા પાસેથી નીકળી રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેશે છે.
- મહિ નદીને  ગલતેશ્વર નજીક ગળતી નદી મળે છે.
 -ઉત્તરે ખંભાત  તથા દક્ષિણે કાવી બંદર આવેલ છે.
- દરિયાની ભરતીના કારણે ૭૦ કિમી.પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે વહેરા ખાડી પાસે નદી પટ એક કિમી પહોળો બન્યો છે, આથી તે મહિસાગર કહેવાય છે.
આ નદી પર વણાકબોરી (જિ. મહીસાગર), અને કડાણા (જિ. મહીસાગર) બંધ બાંધવામાં આવ્યા છે.
-આણંદ જિલ્લામાં મોટા કોતરોની રચના કરે છે.
(૬) નર્મદા:-
 (કુલ લંબાઈ - ૧૩૧૨ કિ.મી.) ગુજરાતમાં તેની લંબાઈ-૧૬૦ કી.મી. છે.
ઉદ્દભવ – છત્તીસગઢના વિંધ્ય  પર્વતના અમરકંટક ડુંગર(૧૦૬૬ મીટર )માંથી નિકળતી ‘રેવા’ અને સાતપુડા પર્વતના મૈકલ પર્વતમાળામાંથી નિકળતી ‘નર્મદા’ માંડલા પાસે  એક બીજાને મળે છે.
-    નર્મદા ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાંફેશ્વર’ પાસેથી પ્રવેશે છે.જ્યારે  નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકામાં પ્રવશે છે
-    સુરપાણેશ્વર પાસે મોખડીઘાટ નામે ઓળખાતો ‘સુરપાણેશ્વરનો ધોધ’ આવેલો છે.
-    શુક્લતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે.
-    વ્યાસ સ્થળે નર્મદા, ઓરસંગ, કરજણનો સંગમ થાય છે.
-    નર્મદાના વહન માર્ગમાં  શુકલતીર્થ પાસે ‘કબીરવડ’ અને મુખ પાસે  ‘અલિયાબેટ’ આવેલા છે.
-    નર્મદાના વહન માર્ગમાં  શુકલતીર્થ પાસે ‘કબીરવડ’ અને મુખ પાસે  ‘અલિયાબેટ’ આવેલા છે.
-    નર્મદા યોજના:-
-નર્મદા નદીપર નવા ગામથી ૫.૬ કિમી ઉપરવાસમાં સરદાર સરોવર યોજના તૈયાર કરવામાં આવી છે.જેની લંબાઈ આશરે ૨૦૫ કીમી અને પહોળાઈ ૧૬ કીમી છે.
-    બંધની લંબાઈ ૧૨૧૦.૦૨ મીટર  અને ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર છે. આ યોજનાથી  ૧૪૫૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે.આ ડેમને ૩૦ દરવાજા તેમજ ૩૮ શાખા નહેરો છે.
- મુખ્ય કેનાલ - ૪૫૮ કિ.મી. લાંબી, ૭૮ મીટર પહોળી, ૧૬ મીટર ઉંડી છે.
ઈ.સ. ૧૯૬૯માં નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી. 
- નર્મદાના વહન માર્ગમાં  શુકલતીર્થ પાસે ‘કબીરવડ’ અને મુખ પાસે  ‘અલિયાબેટ’ આવેલા છે.
૭) તાપી
- કુલ લંબાઈ  ૭૨૦  કિ.મી, ગુજરાતમાં લંબાઈ ૧૧૪ કિ.મી.
ઉદભવ :- મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ (બેતુલ જિલ્લો) પાસેથી નિકળી ગુજરાતમાં હરણફાળ નામના સ્થળેથી પ્રવેશી સુરત પાસે અરબ સાગરને મળે છે.
તાપી નદીમાં દરિયાની ભરતીની અસર ૪૫ કીમી સુધી રહે છે. અને વહાણવટા માટે ૧૧૦ કીમી સુધી ઉપયોગી છે.
તાપી નદી પર બે જ્ગ્યાએ બંધ બાંધવામાં આવ્યા છે.
(૧) કાકરાપાર (સુરત) અને (૨)  ઉકાઈ (તાપી)
કાકરાપાર અને ઉકાઈ યોજનાથી ૩૦૦ મેગાવોટ જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે. તથા ૨.૧૩ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ યોજના બહુહેતુક યોજના પ્રકારની છે.
અન્ય નદીઓ
૧. મેશ્વો – ડુંગરપુરથી નીકળી સમાદ્રા નજીક વાત્રકને મળે છે.
૨. વાત્રક – ડુંગરપુરની ટેકરીઓમાંથી નિકળે છે.
૩. શેઢી – પંચમહાલ નજીક ધામોદ અને વરધારી ટેકરીઓમાંથી નિકળે છે.
૪.વિશ્વામિત્રી–પાવાગઢના ડુંગરમાંથી નિકળે છે અને ઢાઢર–જંબુસરની
દક્ષિણે વહે છે.
૫. કીમ – નર્મદા અને તાપી વચ્ચે રાજપીપળાના ડુંગરમાંથી નિકળે છે. 
૬. પૂર્ણા –પીંપળનેરના ડુંગરમાંથી નિકળી અરબ સાગરને મળે છે. લંબાઈ-૮૦ કીમી છે.નવસારી પાસે બે ફાંટામાં વહેંચાઈ જાય છે.
૭. અંબિકા – ડાંગની પૂર્વમાં વાંસદાની ટેકરીઓમાંથી નીકળી પૂર્ણાથી ૨૪ કી.મી. દુર અરબ સાગરને મળે છે. તેની લંબાઈ ૬૪ કી.મી. છે.
૮. ઔરંગા – ધરમપુરના ડુંગરમાંથી નીકળી અંબિકાથી ૧૩ કિ.મી. દુર અરબ સાગરને મળે છે. વલસાડ શહેર ઔરંગા  નદી પર આવેલ છે.
૯. કોલક – દમણને પારડીથી અલગ પાડે છે.આ નદીમાં દરિયાની ભરતી અસર ૧૩ કિમી સુધી રહે છે. કાલુ માછલી આ નદીમાંથી મળી આવે છે.
૧૦.પાર:- ઔરંગાની દક્ષિણે ૧૦ કિ.મી. દુર અરબ સાગરને મળે છે. તેની લંબાઈ ૮૦ કીમી. છે.
૧૧.દમણગંગા :-સહ્યાદ્રિ પર્વતમાંથી નિકળે છે.તથા ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે.આ નદીમાં દરિયાની ભરતીની અસર ૧૩  કીમી સુધી રહે છે.
(બ) સૌરાષ્ટ્રની નદીઓ (૭૧ નદી)
- સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર જળ પરિવાહ ધરાવે છે.
- સૌરાષ્ટ્રની  સૌથી લાંબી નદી – ભાદર (૧૯૪  કિ.મી.)
૧.ભાદર જસદણથી ઉત્તરે આવેલા આણંદપરના ઉચ્ચપ્રદેશના મહાવા ડુંગરમાંથી નીકળી પશ્ચિમ તરફ વહી નવીબંદર પાસે અરબ સાગરને મળે છે.આ નદી પર  ગોંડલ તાલુકાના નીલાખા ગામે બંધ બાંધવામાં આવ્યો છે.
ભાદરની  સહાયક નદીઓ:- કરનાળ, વાંસાવડી,ગોંડળી, ઉતાવળી, ફોફળ, મોજવેણું, મીણસર અને ઓઝત
૨.સુકભાદર:- (૧૧૨ કિ.મી.) – ચોટીલા પાસેના ડુંગરમાંથી નિકળી ધંધુકા પાસે થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.
૩. આજીસરધારના ડુંગરમાંથી નીકળી કચ્છના અખાતને મળે છે. આ નદીપર રાજકોટ પાસે ડેમ બાંધવામાં આવ્યો છે. આજી ડેમને ‘લાલપરી સરોવર’  પણ કહે છે.
૪. શેત્રુંજી -(લંબાઈ ૧૭૩ કિ.મી.) ગીર નજીક ઢૂંડીની ટેકરીઓમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે.
બંધ:- ધારી નજીક ખોડીયાર માતાના સ્થાનક પાસે ‘ખોડિયાર બંધ, અને પાલિતાણા નજીક રાજસ્થળી પાસે બંધ બાંધવામાં આવ્યા છે.
૫.વઢવાણ ભોગાવો– લંબાઈ-૧૦૧ કી.મી.
ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળી ચોટીલા, સાયલા,મૂળી, અને વઢવાણ પાસેથી પસાર થઈ ‘નળસરોવર’ને મળે છે.
બંધ – ગૌતમગઢ પાસે ‘નાયકા’ અને સુરેન્દ્રનગર પાસે ‘ધોળીધજા’ નામના બંધો બાંધવામાં આવ્યા છે.
૬. લીંમડી ભોગાવો – ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે. આ નદીની લંબાઈ ૧૧૩ કીમી છે. સાયલા તાલુકાના  ‘થોરીયાળી’ ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
૭. મચ્છુ :- (૧૧૦ કિ.મી.) ચોટીલાના આણંદપુર-ભાડલા ગામ પાસેથી નીકળી વંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થઈ માળિયા(મિયાણા)પાસે  કચ્છના રણમાં સમાઈ જાય છે.મચ્છુ નદી પર જોધપુર ગામે બંધ બાંધવામાં આવેલ છે.
નોંધ:- મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ  અંતઃસ્થ નદીઓ છે.
૮. ઘેલો: – (લંબાઈ  ૯૦ કીમી )ફૂલઝરના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ઘેલાસોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ અને વલભીપુર થઈ ખંભાતના અખાતને મળે છે.
૯. કાળુભાર :- સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળે છે.
૧૦. હિરણ:- (લંબાઇ-૪૦ કિમી. )
- હિરણ નદી ગીરના જંગલોમાં આવેલ સાસાની ટેકરીઓમાંથી  નિકળી પ્રભાસપાટણ પાસે  અરબ સાગરને મળે છે.
હિરણનદી પર બે ડેમ બાંધવામાં આવ્યા છે. (૧)હિરણ-૧ (કમલેશ્વર ડેમ) વિસાવદર પાસે સિંચાઈ માટે આ ડેમ બાંધવામાં આવેલ છે.
(૨)હિરણ -૨ ડેમ (ઉમરેઠી ડેમ )
અન્ય:-
-પ્રભાસપાટણ પાસે કપિલા, હિરણ, સરસ્વતીનો સમુદ્ર સંગમ થાય છે.
-આ સિવાય ઉબેણ, ઓઝત, ધન્વંતરિ, રાવલ,મચ્છુની, ઊંડ, નાગમતી, રંગમતી,રૂપારેલ, સસોઈ, ફૂલઝર, સિંહણ, ઘી  વગેરે નાની-મોટી નદીઓ વહે છે.
(ક) કચ્છની નદીઓ (૯૭ નદી)
કચ્છની નદીઓ મધ્યના ઊંચા પ્રદેશમાંથી નીકળી ઉત્તર કે દક્ષિણ તરફ વહે છે.બધી નદીઓ ટૂંકી અને એકબીજાને સમાંતર વહે છે.
ઉત્તરવાહિની નદીઓ : – ભૂખી, ઘૂરડ, કાળી, સુવિ, માલણ, કાયલો, ચાંગ,  અને ખારી  જે કચ્છના મોટા રણમાં સમાયછે.
ખારી નદી :- ચાડવા ડુંગરમાંથી નીકળી મોટા રણને મળે છે. આ નદી પર રુદ્રમાતા પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
દક્ષિણ વાહિની નદીઓનૈયરા, મિતિ, કનકાવતી, રુકમાવતી, ખારોડ, મીઠી, સકરા, નાગમતી, બૂખી, લાકડિયાવાળી, સાંગ, રાખડી જે કચ્છના અખાતને મળે છે.
રૂકમાવતી નદી ચાડવા ડુંગરમાંથી નીકળી માંડવી આગળ કચ્છના અખાતને મળે છે.
*   નળ સરોવર
નળ સરોવર કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિના પ્રદેશમાં આવેલ છે.
નળ સરોવર ૩૨ કિ.મી. લાંબુ, ૬.૫ કિ.મી. પહોળુ, અને  ૧૨૦.૮૨ ચો.કિ.મી. ક્ષેત્રેફળ ધરાવે છે, જેની  સરેરાશ ઉંડાઈ- ઊંડાઈ ૫ થી ૮ મીટર છે.
-નળ સરોવરમાં અનેક નાના નાના ટાપુઓ આવેલા છે જેમાં સૌથી મોટો ટાપુ  પાનવડ છે.શિયાળામાં અહિં ૨૫૦ પ્રકારના સ્થળાંતર પક્ષિઓ આવે છે. 
-નળ સરોવરના વિસ્તારને ‘પક્ષી અભયારણ્ય’ તરીકે ઈ.સ. એપ્રિલ ૧૯૬૯ માં  જાહેર કરેલ છે.
- નળ સરોવરને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ રામસર સાઈટ તરીકે જાહેર  કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૫ થી ભારતની એક માત્ર રામસર સાઈટ છે.    
*   ગરમ પાણીના ઝરા
૧. ગીરમાં -તુલસી શ્યામ 
૨. વલસાડ – દેવકી ઉનાઈ
૩. પંચમહાલ – ટુવા – ટીંબા 
૪. કચ્છ – મહોર નજીક
૫. ખેડા – લસુન્દ્રા

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...